________________
આઠમે સ..
૧૭૭ પાલન કરવા લાગ્યો, નંદીશ્વરદ્વીપ અને મેરૂ પર્વત વિગેરે સ્થાનમાં આકાશગામી વિધાના પ્રભાવથી જઈ શાશ્વત પ્રતિમાઓની તેણે યાત્રા કરી. શ્રી શત્રુંજય, શ્રીઉજજયંત આદિ સર્વ તીર્થોમાં મોટા મોટા પૂજાના ઉત્સવ કર્યા.
આ રીતે મંત્ર, ઔષધિ, આકાશગામી વિદ્યા તથા સમગ્ર વિત્તને ધર્મકાર્યમાં કૃતાર્થ કરી તથા ઉત્તમ પુરૂષે પર અનેક પ્રકારના ઉપકાર કરી તેણે પિતાનું જીવિત સુચરિત્રેવડે ભરપૂર કર્યું. ચિરકાળ સુધી દાન, શીળ, તપ અને ભાવ સહિત ગૃહસ્થ ધર્મનું આરાધન કરી તે ગુણધર સાર્થવાહ આયુષ્ય પૂર્ણ કરીને અહીં તું લક્ષમીપુંજ થયા છે; અને તે વિદ્યાધર સદ્ગુરૂએ કહેલા વિશુદ્ધ ધર્મને આરાધી આયુષ્યને ક્ષય થયે એક પાપમના આયુષ્યવાળો હું વ્યતર જાતિના દેવને ઇંદ્ર થ છું. તે પૂર્વે સાર્થવાહના ભવમાં શ્રદ્ધાથી જે સુકૃત કર્યું હતું, તેના પ્રભાવથી આ ભવમાં જન્મ દિવસથી જ આરંભીને તને સમગ્ર ધનસંપત્તિ પ્રાપ્ત થઈ છે અને થાય છે.
તથા પૂર્વ ભવના દઢ ધર્મસ્નેહને લીધે હું તારી પાસે આવીને નિરંતર તને સુખ ઉપજાવવા માટે આદરપૂર્વક અખૂટ લક્ષ્મી પ્રગટ કરું છું.” આ પ્રમાણે કહીને તે વ્યંતરદેવે તેને સંદેહ દૂર કર્યો, અને દિવ્ય વસ્ત્ર આભૂષણ વિગેરે આપી તેને વિશેષ સંતુષ્ટ કર્યો. ત્યારપછી તે વ્યતરેંદ્ર તેની રજા લઈને પોતાને સ્થાને ગયે.
લક્ષ્મીપુંજ શેઠ પણ વ્યંતરેદ્ર પાસેથી પિતાને પૂર્વભવ સાંભળી હર્ષ પામ્યા, અને ક્ષણવાર વિચાર કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી વ્યંતરેંદ્રનું કહેલું સર્વ સત્ય છે એમ નિશ્ચય કરી તે અહંઢર્મમાં અતિ દઢ થયા. નિરંતર ધર્મને નહિ મૂકતા, નિદિત કર્મને નહિ કરતા, અનર્ગલ દાન દેતા અને પુરૂષની સંગતિ કરતા તે લક્ષ્મીપુંજ શાંતાવેદનીયના ઉદયથી ભોગરૂપ ફળવાળા કમને લઈને સમગ્ર ભેગસામગ્રી પામી કૃતાર્થ થયા.
એક દિવસ સૂર્યની પ્રજાને પામીને જેમ પ્રાતઃકાળ પ્રકાશમાન થાય તેમ ગુરૂમહારાજના ત્યાં પધારવાથી તેમની વાણું પામીને લક્ષ્મીપુજના ચિત્તમાં વિશેષ વિવેક ઉત્પન્ન થયે, તેથી રંગ સહિત સંવેગરૂપી જળવડે પાપમળનું પ્રક્ષાલન કરી લઘુકમ એવા તે લક્ષ્મીપુંજ શેઠે હર્ષથી ઘણા શ્રેષ્ઠિઓ સહિત ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી, - અગ્યાર અંગને અભ્યાસ કર્યો, અને ઘણા પ્રકારને તપ કર્યો. અનુક્રમે શુદ્ધ ચારિત્રનું પાલન કરી અનશનાદિવડે કાળધર્મ પામી બારમા દેવલોકમાં ઉત્તમ દેવલમી પામ્યા.