________________
આઠમા સ
૧૭૫
પ્રમાણે સમકિત, દેશવિરતિ અને સ`વતિ વિગેરે ગ્રહણ કર્યું. તે સવે પોતપેાતાને સ્થાને ગયા.
પછી મને પ્રત્યક્ષ શિક્ષાપૂર્ણાંક મહા હિતકારક ધર્મોપદેશ આપીને તે એ પ્રકારે પૂજ્ય પિતાએ ન્યાયથી મનેાહર એવા ચારીના મને નિયમ આપ્યા, અને ચારીના માહના ત્યાગ કરાબ્યા. મારા વ્રતની સ્થિરતાને માટે અદ્યત્તના ત્યાગરૂપ વ્રતને પાળવામાં તેમણે મારી પાસે તમારૂં દૃષ્ટાંત આપ્યું; તેથી પ્રત્યક્ષ રીતે અને લેાકમાં હિતકારક ગુરૂની શિક્ષા જાણીને તેમની આજ્ઞાથી મેં મારા ચિત્તમાં ભક્તિપૂર્વક તે વ્રત અંગીકાર કર્યું; પરંતુ મારા ચિત્તમાં મેં એટલે તે વિચાર કર્યાં કે~
· પિતાએ જે ગુણધરનું મને ષ્ટાંત આપ્યું છે તે કેવા આકારવાળા, કેવા આચારવાળા અને વ્રતમાં 'કેવા દૃઢ છે તેની એકવાર હું પરીક્ષા કરું; કારણ કે આવા મહિષ પણ જેનું દૃષ્ટાંત આપી પ્રશંસા કરે છે, તે કેવા હશે ? ’
આ પ્રમાણે વિચાર કરી વનમાં જતા તને જોઈ તારી પાસે અનુક્રમે મણિના કુંડળ, હાર અને નિધાન પડેલા મે' બતાવ્યા, તેને જોઈ ને પણ તેને લેવામાં તારૂં મન જરા પણ ડગ્યુ` નહિ. વળી તને વધારે દુ:ખ થવા માટે તારા જાતિવત અશ્વ પણ તને મે' મરેલા દેખાડ્યો. હવે હું વિદ્યાથી તેને જીવતો દેખાડું છું. તેનાપર આરૂઢ થઈ તું હથી તારા નગર તરફે જા. તથા તું તૃષાતુર થયા છે એમ જાણી પાણીથી ભરેલી મસક તને દેખાડી પોપટને રૂપે મે' જ તને પાણી પીવાનું આમંત્રણ કર્યું; તે પણ તે' પરના અદ્યત્તપણાને લીધે તે જળ પીધુ નહિ. પરંતુ દુઃસહ એવી તૃષા તે સહન કરી એ મને મેાટુ' આશ્ચય લાગ્યું.
હે ભદ્રે ! આ પૃથ્વીપર તું ભવ્ય જીવેાના મધ્યમાં ભદ્રસ્થાનરૂપ છે, કારણ કે સત્ય પ્રતિજ્ઞાવાળા એવા તે પેાતાના વ્રતનેા પરિપૂર્ણ નિર્વાહ કર્યાં છે. આ રીતે જાતિવ’ત સુવર્ણની જેમ મેં તારી પરીક્ષા કરી છે. તેમાં તે પેાતાને વિષે જ પાપ રહિત અને શ્લાઘા કરવા લાયક અમૂલ્યપણુ ખતાવી આપ્યુ' છે. તારી પ્રતિજ્ઞા તેં સિદ્ધ કરી તેથી ગુરૂની વાણી પણ સત્ય થઈ છે, તેથી હવે હું તને મારા અપરાધ સંબધી મિથ્યાદુષ્કૃત આપું છું, અને આ પ્રમાણે તારૂં ત્રીજા અણુવ્રત સ`બધી અત્યંત દેઢપણું જોઈ હું સંતુષ્ટ થયા છુ', તેથી તું મારી પાસેથી કાંઈક પણ લઈને મારા પર અનુગ્રહ કર. ’
આ પ્રમાણે કહીને તે વિદ્યાધરે હર્ષોંથી તે સાધર્મિક ગુણધરની ભક્તિ કરવા માટે તેને પાઠસિદ્ધ આકાશગામિની વિદ્યા આપી. આ સિવાય બીજી પણ વિદ્યા, મંત્ર, ઔષધિ
-------------.