________________
આઠમા સ
૧૭૩
નથી; કેમકે તું આ મસકને કે તેમાં રહેલા જળને સ્વામી નથી. જે જેને સ્વામી હાય, તે પાતે જો શ્રદ્ધાથી આપે, તેા સ્વામીએ આપેલું હાવાથી તે લેવામાં સત્પુરૂષને અદત્તના દોષ લાગતો નથી. ‘હું આ ભવમાં અદત્તને ગ્રહણ નહિ કરૂં' એવી પ્રતિજ્ઞાવાળા સત્પુરૂષોને અન્ને લેાકમાં અચૌના આશ્રયવાળી સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. અદત્તને ગ્રહણ કરનાર મનુષ્યાને કાંઈ પણ ગુણ થતા નથી, તેમજ સુખ, યશ, લક્ષ્મી અને ધ પણ થતા નથી; પરંતુ દુર્ગાંતિ પ્રાપ્ત થાય છે.
જે મનુષ્ય અદત્ત ગ્રહણરૂપ દોષપર એક વાર પણ આરૂઢ થાય તેની જન્મથી આરંભીને ઉપાર્જન કરેલી પ્રીતિ તત્કાળ નષ્ટ થઇ જાય છે; તેથી આ જળ તારૂ ન હાવાથી હું તારા કહેવાથી તે ગ્રહણ કરીશ નહિ, અને પ્રાણાંતે પણ હું તેનું પાન કરીશ નહિ. તૃષાના ઉદયથી જળપાન નહિ કરતાં એકજ વાર મરણ થાય છે; પરંતુ તેમાં એકવાર પણ અતિચાર લગાડતાં તે અનંત મરણાને પામનારા તે પ્રાણી થાય છે.
,,
આ પ્રમાણે મન, વચન અને કાયાથી વ્રતની દૃઢતાવાળે તે સાથે પતિ પોપટ પક્ષીની સાથે વાર્તા કરતા હતા, તેવામાં તત્કાળ તે પક્ષી અદૃશ્ય થઈ ગયા. તે જોઈ ને વિસ્મય પામેલા એવા તેની, પાસે અકસ્માત્ ચિંતવ્યા વિના એક પુરૂષ પ્રગટ થયા. તે પુરૂષ તેની પાસે આવી સત્ય પ્રતિજ્ઞાવાળા ગુણધરને નમસ્કાર કરી તેને કહેવા લાગ્યા કે—“ હે ભદ્ર ! તું એકજ પેાતાના વ્રતમાં દૃઢ હાવાથી ખરે સાત્વિક છે. ’
તુ
આ પ્રમાણે તેણે કરેલી પેાતાની શ્લાઘા સાંભળી તે સા પતિ એલ્ચા કેઅન્યના ગુણ જોઈ હ પામે છે, તેથી તું પણુ આ જગતમાં ગુણી છે; પરંતુ હું તારા આશ્ચય કારક ચરિત્રને પૂછું છું, તે તું પ્રથમ કહે, કે તું કેણુ છે ? અને કયાંથી તેમજ શા માટે અહીં આવ્યેા છે? ” ત્યારે તે મળ્યે કે—“ હે ભદ્ર પ્રકૃતિવાળા ! હું અમાયાવી ! હું કુશળ પુરૂષ ! સાંભળ :—
66
આજ ભરતક્ષેત્રમાં વૈતાઢચ નામના પંત છે. ત્યાં દક્ષિણ શ્રેણિને વિષે વિપુલા નામની યથાર્થ નામવાળી નગરી છે. તે ચંદ્ર નામના વિદ્યાધરપતિની પ્રસિદ્ધ રાજધાની છે. તેમાં વિશદ નામના ઉત્તમ વિદ્યાધર વસે છે, તેને મણિની માળા જેવી નિળ મણિમાલા નામની પ્રિયા છે, તેમના હું સૂર્ય નામે પુત્ર છું. સમય પ્રાપ્ત થયે મને સમગ્ર કળાએ ગ્રહણ કરાવી, અને ઉપાધ્યાયની પાસે સર્વ શાસ્ત્રોના અભ્યાસ કરાવ્યેા. ચિતિત અને આપનારી પ્રજ્ઞપ્તિ વિગેરે પ્રસિદ્ધ અને અમિત વિદ્યાએ પિતાએ મને