________________
**
*
*
**
આઠમે સગ. .
16૧ અને ત્યારપછી મણિ, રત્ન અને સુવર્ણના સમૂહવડે ભરેલ સંપૂર્ણ કુંભ પણ જે. તે પણ તેણે ગ્રહણ કરેલા વ્રતની દઢ શ્રદ્ધાને મનમાં વિચારી નિઃસ્પૃહીઓમાં અગ્રેસર એવા તેણે તે હારને દોરાની માળા જેવો અને તે કુંભને પથ્થરથી ભરેલા નિધિ જે જાણી તેમને ત્યાગ કર્યો, અર્થાત્ તે વસ્તુઓ ગ્રહણ કરી નહિ.
તેણે વિચાર કર્યો કે—“આ શું? આ ત્રણ વસ્તુ મારી સન્મુખ કેમ આવી ? એ જાણવાની ઈચ્છા થાય છે, પણ એવા વિચારથી શું ફળ છે? કાંઈ જ નહિ.”
પછી વિસ્મયવડે વિકસ્વર મનવાળા તેણે માર્ગમાં જતા વેગવાળા પિતાના અશ્વને અકસ્માત્ થાકી ગયેલ જે; એટલે તરતજ તે અશ્વપરથી નીચે ઉતરી ગયો. પછી જેટલામાં તે સંબંધી તે ચિંતાતુર થાય છે, તેટલામાં તે અશ્વને પ્રાણ રહિત થઈ ગયો હોય તેવો તેણે જોયે. તેથી કાંતિ રહિત મુખવાળે અને ખેદથી વ્યાપ્ત થયેલે તે મનમાં વિચાર કરવા લાગે કે-“શું આ અશ્વ તૃષાદિકની પીડાથી મૂછિત થયે છે કે ખરેખર મરણ પામ્યો છે? અથવા કોઈ ક્ષુદ્ર દેવે એને અચેતન બનાવ્યો છે?”
આ પ્રમાણે ક્ષણવાર વિચાર કરી તે દેવ પ્રત્યે બોલ્યો કે—“અરે દેવ ! જાતિવંત, તેજસ્વી સર્વ લક્ષણથી સંપૂર્ણ, વિક્ર મુખવાળે છતાં પણ સ્વામીને ભક્ત, ચિત્તને પ્રસન્ન કરનાર, મનહર ગતિવાળા, માર્ગમાં સહાયભૂત, અત્યંત બળવાન, કૃશ કર્ણવાળા, કેમળ મધ્ય સંસ્થાનવાળા, વિપૂલ પીઠવાળા, સમૃદ્ધિને આપનારા, શરીરે પુષ્ટ, સર્વ ગુણયુક્ત અને સુખને આપનારા એવા આ અશ્વને અકાળે સંહાર કરતા એવા તે આ શું કર્યું? જે કદાચ મને નિઃસ્પૃહ જોઈને તે આ પ્રમાણે કર્યું હોય તો ભલે તું તારે ઇચ્છિત કર, પરંતુ મારા સુકૃતને હું પ્લાનિ ત પમાડીશ નહિ.” ( આ પ્રમાણે આત્માની સાક્ષીએ બોલી પિતાને અર્થ વિના માર્ગ ઓળંગ દુષ્કર છે એમ ધારી ફરી તેણે વિચાર કર્યો કે- “જે કોઈ અત્યંત ઉપકારી મુસાફર વૈદ્ય અહીં આવીને ઔષધવડે આ અશ્વની ચિકિત્સા કરી તેને જીવાડે તો હું તેને આ અશ્વના પ્રમાણ જેટલું ધન આપું.” - આ પ્રમાણે પ્રતિજ્ઞાપૂર્વક વિચાર કરી આશાને વશ થઈ આમતેમ ભમતે તે સર્વ દિશા તરફ જોવા લાગ્યું. તેમ કરતાં તેને ઘણી વેળા વીતી ગઈ તે પણ ત્યાં માર્ગમાં કોઈ પણ પથિક જન આવ્યું નહિ, પરંતુ લાંબાકાળ સુધી પ્રવાસ કરવાથી ઉત્પન્ન થયેલી તૃષાએ તેને અત્યંત આકૂળ વ્યાકૂળ કર્યો. તે તૃષાથી પીડાયેલો સાર્થપતિ અત્યંત થાકી ગયો તે પણ તે વનમાં ભમવા લાગે; માર્ગની શોધ કરતાં તે વિરામ
- આ કમાઈ પાનકા મકાન