________________
co
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર લક્ષ્મી છતાં પણ પિતાના ભાગ્યની પરીક્ષા કરવા માટે માતા, પિતા, પ્રિયાઓ અને સર્વ સ્વજનની રજા લઈ લાભ આપનારાં અગણિત કરિયાણ ગ્રહણ કરી દૂર દેશાંતરમાં ગયો.
ત્યાં પૃથ્વી પ્રતિષ્ઠિત નામના નગરમાં જઈ ત્યાંના રાજાને ભેટવડે પ્રસન્ન કરી તેની અનુજ્ઞાથી નગરમાં ભાડે મકાન લઈ તેમાં કરિયાણું ભરી પરિવાર સહિત રહ્યો, અને ત્યાં પણ હમેશાં દેવ અને ગુરૂની પૂજા કરતો ધર્મમાં જ તત્પર રહેવા લાગ્યો. વળી તે ગુણધર અનેક વણિક પુત્રને મધુર વાણીવડે લક્ષ્મીના પાત્રરૂપ કરવા લાગે. ઘણુ લોકોની સાથે મિત્રાઈ કરી તેમને ધર્મોપદેશવડે પવિત્ર કરવા લાગે અને તે અનેક પ્રકારના વ્યાપાર કરતા છતે તેઓને પણ વ્યાપાર કરાવવા લાગ્યા.
વ્યાપારમાં પણ શુદ્ધિવડે જ ધર્મી મનુષ્યનું જીવિત શુદ્ધ રહે છે, તેથી તે વ્યાપાર સંબંધી શુદ્ધિ પણ ગૃહસ્થીઓને ત્રીજા વ્રતના અતિચાર વર્જાવાપૂર્વક પ્રયત્નવડે સાધવા લાયક છે.
- ન્યૂનાધિક તેલા કે માપ કરવા ૧, ચેરે આણેલી વસ્તુ ગ્રહણ કરવી ૨, બનાવટી વસ્તુ કરી તેને સાચી વસ્તુની જેમ વેચવી ૩, ચેરને ચોરી કરવાની અનુજ્ઞા અથવા સહાય આપવી ૪, અને શત્રુરાજના રાજ્યમાં પોતાના રાજ્યની મનાઈ છતાં વ્યાપાર કરવા જવું પ, ત્રીજા વ્રતના આ પાંચ અતિચારે છે. તે દરેકે વર્જવા.
આ પ્રમાણે કરતા તે ગુણધરે પૂર્ણ પ્રખ્યાતિ અને માહાસ્ય પામી સુખે કરીને ઘણી લક્ષ્મી ઉપાર્જન કરી. એવી રીતે તે નગરમાં અમિત લક્ષમી ઉપાર્જન કરીને ભાગ્યવડે દુર્દશાને પરાજય કરી ત્યાંના રાજાને વશ કરી તેણે ધર્મની પણ ઉન્નતિ કરી.
એક દિવસ પિતાદિકના બોલાવવાથી તે ગુણધર સાર્થપતિ રાજાની રજા લઈ પ્રથમ પિતાના સર્વ સાર્થને વિદાય કરી પાછળથી પિતે પણ ચાલ્યું. અશ્વપર આરૂઢ થઈ વેગથી માર્ગમાં જતો અનુક્રમે ગામ, આકર, પુર અને અરણ્ય વિગેરેને ઓળંગતે એક દિવસ પ્રાતઃકાળે કઈ નગરથી નીકળી અત્યંત દૂર આવેલા અને મોટા વિસ્તારવાળા આનંદી નામના વનમાં તે વેગથી ચાલ્યો જતો હતે.
તેવામાં અશ્વપર આરૂઢ થયેલા તેણે માર્ગમાં કોઈ દેવીના કાનમાંથી નીચે પડી ગયાં હોય એવાં મણિમય મનહર બે કુંડળને જોયાં. તેજ વડે દેદીપ્યમાન એવા તે ઉત્તમ કુંડળને જોઈને પણ તેણે તે વખતે સૂર્યના પ્રકાશથી જેમ દષ્ટિને પાછી ફેરવી લે તેમ પિતાની દષ્ટિને પાછી ખેંચી લીધી.
અનુક્રમે આગળ જતાં તેણે સન્મુખ પટેલે મણિઓથી શોભતે એક ઉત્તમ હાર