________________
આઠમા સ
2
હવે આ વ્રત પાળવાનું ફળ સાંભળ—આ સવ ભેદોમાંથી જે ભેદો જેણે જેવા પ્રકારે ગ્રહણ કર્યા હાય, તથા તેને જે પ્રકારે આરાધ્યા કે વિરાધ્યા હાય, તેને તેવા પ્રકારનું શુભ અને અશુભ ફળ પ્રાપ્ત થાય છે.
આ જગતમાં કેઈનું પડી ગયેલુ, વીસરેલુ, ખેાવાયેલુ, હરણ કરેલું, સ્થાપન કરેલું કે રહેલ. ધનાદિક થોડુ` કે ઘણુ' તેના સ્વામીએ આપ્યા વિનાનુ' જે કોઈ ગ્રહણ કરે તે કદાચ સિંહ જેવા ઉત્તમ પુરૂષ હાય તેપણ તે નરક ગતિમાં જાય છે, અને વિવિધ પ્રકારના વધખ ધનાદિકવડે તે પીડા પામે છે. તેમજ તેને ઘણા પ્રકારનું દુઃખ, દુઃસ્થપણું, દરિદ્રતા, ઘણા ભવ સુધી અતિ, ભયના સમૂહ, ક્રુતિમાં પતન અને અહિતની શ્રેણિઓ પ્રાપ્ત થાય છે. તથા અન્ને લેાકના વિનાશ, કલંક, સુકૃતના મૂળથી નાશ, મૂર્ખતા, ધીરજ અને બુદ્ધિ વિગેરેના ક્ષય તથા અનેક પ્રકારની વિપત્તિએ તત્કાળ તેની પાછળ આવે છે.
તથા ઉચિતપણે આ વ્રતનું આરાધન કરવાથી મનુષ્ચાને એ પ્રકારની શિવસ ́પત્તિ અને સ શુભને વહન કરનારી બન્ને લેાકની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, અક્ષર વિનાની વાણીની જેમ મેટા અનના સમૂહા વિનાશ પામે છે, ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરૂષાર્થીની સિદ્ધિને માટે એટલું દ્રવ્ય પ્રાપ્ત થાય છે કે સમુદ્રના જળની જેમ કદાપિ તે ક્ષીણ થતું નથી.
આ જગતમાં જેએ અદત્તાદાનના ત્યાગની પ્રતિજ્ઞા કરી કુલપ`તની જેમ સ્થિર રહે છે, તેઓને નિત્ય, અદ્વિતીય અને અનંત યશ અનંત આકાશની જેમ જગતમાં વ્યાપી રહે છે અને તે જય પામે છે, તેએ સવ તેજસ્વીએના મધ્યમાં સૂની જેમ મુખ્ય થાય છે, તેઓ સુંદર પ્રકૃતિવાળાના મધ્યમાં ચંદ્રની જેમ મુખ્ય થાય છે, અને તે સર્વના ઉપકાર કરવામાં જેમની જીંદગી ઉદ્યમવત છે એવા મનુષ્ચામાં ઉન્નત મેઘની જેમ અગ્રેસર થાય છે. આ પ્રમાણે ત્રીજા અણુવ્રતને પાળવાથી થતા શુભ ફળને સાંભળી તું જીવન પર્યંત આ વ્રતનુ સારી રીતે પાલન કર. ’
આ પ્રમાણે આચાર્ય ભગવંતનું વચન સાંભળી તેને ‘ તત્તિ ’કબુલ એમ કહી માયારહિતપણે તેમનુ વચન અ'ગીકાર કરી આચાય ભગવંતને વંદના કરીને તે વ્રતના પરિણામથી વાસિત થઈ પિરવાર સહિત પેાતાને ઘેર ગયા. પછી પરસ્પર બાધા ન થાય તેમ ધર્માદિક ત્રણે પુરૂષાને સફળ કરીને એક દિવસ તે ગુણધર પોતાની પાસે અક્ષય ૧. કલ્યાણુ સંપત્તિ અને મેાક્ષ સ`પત્તિ.
જ.-૨૨