________________
૧૬૮
શ્રી જયાનંદ વળી ચરિત્ર નગરમાં સથી ધન્ય, દાતારામાં મુખ્ય, સજનને માન્ય, કુશળ અને નામ તથા અથ બન્નેવડે ધનપતિ નામે સાવાહ રહેતા હતા. તેને પ્રાણથી પણ અધિક પ્રિય અને શીળવાળી પ્રીતિમતી નામની પ્રિયા હતી. તેમને સાર્થક નામવાળેા ગુણધર નામે પુત્ર થયા હતા.
ચંદ્ર જેવા મનેહર તે ગુણધરને મ્હાંતેર નિળ કળાએ અને બૃહસ્પતિની જેમ સ મનેાહર વિદ્યાએ સ્કુરાયમાન થયેલી હતી. ક્રમે કરીને તે યુવાવસ્થાને પામ્યા, ત્યારે પિતાએ તેને તત્કાળ મહાત્સવવડે શ્રેષ્ઠીએની ઉત્તમ ગુણવાળી અને ભાગ્યશાળી કન્યાઓ પરણાવી. તે પ્રિયાએવડે ચારે બાજુથી સ` રીતે સેવાતા તે ગુણધર સ્વેચ્છાથી તેઓની સાથે સુખભાગ ભોગવવા લાગ્યા અને નિરંતર લક્ષ્મી પણ ઉપાર્જન કરવા લાગ્યા.
એક દિવસ નિમ`ળ બુદ્ધિવાળા તે ગુણધર ક્રીડા કરવા માટે મિત્રાદિકના પિરવાર સહિત ઉદ્યાનમાં ગયા. ત્યાં સ્વચ્છ હૃદયવાળા, ચાર જ્ઞાનવડે શાભતા વિશદ નામના ચારણશ્રમણ એવા આચાર્ય ભગવ‘તને તેણે સદ્ભાગ્યના ચાગે જોયા; એટલે તત્કાળ તેમની પાસે જઈ આદરથી તેમને નમસ્કાર કર્યો. ત્યારે સૂરિમહારાજાએ તેને ધમ લાભની આશિષ આપી તથા તેને ભદ્રક જાણી દયા, સત્ય, અચૌય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પાંચ યમ દેશથી અને સથી પાળવા માટે વિસ્તાર સહિત વિવિધ દૃષ્ટાંતાવડે ફળ દેખાડવા પૂર્ણાંક સમજાવ્યા ખરાખર છે.
ધર્માંના રહસ્યભૂત તેમની ધર્માં દેશનાને સમ્યક્ શ્રદ્ધાપૂર્વક બુદ્ધિસહિત વિચાર કરીને તેણે પેાતાના હૃદયમાં સ્થાપન કરી. ત્યારપછી તેણે સમક્તિ સહિત પાતાની રૂચિ પ્રમાણે વ્રતા તથા ઉચિત એવા અભક્ષ્ય અને અનંતકાયાદિકના નિયમા ગ્રહણ કર્યાં. તે વ્રતેામાં પણ અદત્તાદાનના ત્યાગરૂપ વ્રતમાં તેની ઘણી રૂચિ થવાથી તે વ્રતને તેણે વિશેષે કરીને ગ્રહણ કર્યું. તે વ્રતને વિશેષે જાણવાની ઇચ્છાથી તેણે આચાર્ય ભગવંતને તેનુ' સ્વરૂપ પૂછ્યું, ત્યારે દયાના ભડાર એવા આચાર્ય ભગવ`ત મેલ્યા કે–“ હું વત્સ ! ત્રીજા અણુવ્રતનું સ્વરૂપ તું સાંભળ—
બીજાની મણિ જેવી ઉત્તમ કે તૃણ જેવી તુચ્છ વસ્તુ પણ તેના સ્વામીએ આપી ન હોય તેા તે લેવી નહિ. એ વ્રતનું મૂળ સ્વરૂપ છે. તે તને કઈ ત્રિવિધ ત્રિવિધે કરીને ગ્રહણ કરે છે, અને કોઈ દ્વિવિધ ત્રિવિધ કરીને ગ્રહણ કરે છે. આ દેશથી વ્રત
કહેવાય છે.
આ વ્રતમાં બીજા પણ ઘણા ભેદો સંભવે છે; પરંતુ તે ભેદો સત્ત્વ રહિત પ્રાણીઓને લાયક છે.
ww