________________
આઠમે સગર પુત્રને તે વેપારની ચિતામાં જેડડ્યો નહિ. પુત્રના પુણ્યથી સુખી થયેલે અને નિષ્કપટ ધર્મ કરનાર તે સુધર્મા શ્રેષ્ઠી ચિરકાળ સુધી ધર્મ અને અર્થની ચિંતા કરી પ્રાંતે આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મ દેવલોકમાં દેવ થયે. એક જ પુત્રથી સંતુષ્ટ થયેલી અને શીલે કરીને શેભતી લક્ષ્મીપુંજની માતા પણ ગૃહસ્થાશ્રમનું પાલન કરી આહંતુ ધર્મના આરાધનથી સ્વર્ગસુખને ભેગવનારી થઈ.
માતાપિતાના મરણ પછી પણ લક્ષમીપુંજને કઈ પણ બાબતમાં કદાપિ ચિંતા ઉત્પન્ન થઈ નહિ; કારણ કે પુરૂષેનું પુણ્ય જ સર્વત્ર પિતા, ભ્રાતા અને મિત્ર સમાન હોય છે. લક્ષ્મી અને સુપુત્રરૂપ સંતતિનું ઉપાધિ રહિત સુખ, યશ, કીર્તિ અને મહત્વાદિક લક્ષ્મીપુંજને સર્વથી અધિક પ્રાપ્ત થયું.
એક દિવસ રાત્રિના છેલ્લા પહેરે ધર્મધ્યાનમાં લીન થયેલા શ્રી લક્ષ્મીપુજના ચિત્તમાં વિચાર થયે કે “જન્મના પ્રથમ દિવસથી જ આરભીને પાપી જનેને દુર્લભ એવી સાક્ષાત્ અક્ષમ્ય લક્ષ્મી મને આ જન્મમાં શાથી પ્રાપ્ત થઈ હશે?”
આ પ્રમાણે તેને વિચાર થયે તે જ વખતે જ્ઞાનીની જેમ સંશયને નાશ કરવામાં નિપુણ એ કઈ દીવ્ય દેહધારી પુરૂષ તેની પાસે પ્રગટ થયું. તેને જોઈ તે વિચારવા લાગ્યું કે શું આ કોઈ દેવર્ષિ પ્રાપ્ત થયા છે? કે દેવ, દાનવ કે અન્ય રૂપે રહેલે કે યેગીન્દ્ર કે વિદ્યાધર છે? ગમે તે હોય, પરંતુ તેજસ્વી, સુંદર આકૃતિવાળે, ઉદાર અને સગુણ આ પુરૂષ જણાય છે. વળી પિતાને ઘેર આવે તો શત્રુ પણ પુરૂષને પૂજ્ય છે એમ પંડિતેને મત છે, તે આ પૂજ્ય હોય તેમાં શું કહેવું? મણિના ગુણ જાણ્યા ન હોય તો પણ શું તે પૂજ્ય નથી?” - ' આ પ્રમાણે ક્ષણવાર વિચારી વિનયથી હાથ જોડી તેને નમસ્કાર કરી તે બોલ્યા કે-“હે મહાપુરૂષ! તમે કોણ છો? અને ક્યાંથી આવ્યા છે?”
આવી વિનયયુકત તેની વાણી સાંભળીને હર્ષ પામેલા તે પુરૂષે તેને સામે નમસ્કાર કરીને કહ્યું કે “હું સુરંગ નામનો દેવ પૂર્વજન્મમાં બંધાયેલા તારી સાથેના સ્નેહરૂપી રજજુવડે આકર્ષણ કરાયેલ છું, તેથી મારા સ્થાનથી હર્ષવડે અહીં આવ્યો છું. તારા ચિત્તમાં જે સંશય શંકુની જેમ તને દુઃખ કરે છે, તેને દૂર કરવા મારું વચન તને આજે વૈદ્ય જેવું હિતકારક લાગશે; તેથી તું સાવધાન થઈને મારું વચન સાંભળ –
આ જંબુદ્વીપના દક્ષિણ ભરતાર્ધમાં મધ્યખંડને વિષે મણિપુર નામનું નગર છે. તેમાં પહેલા શત્રુઓને યમરાજ જેવો શ્રીપાળ નામે રાજા રાજ્ય કરતે હતો. તે
'
-
છે!
''co
/WWWa.iNi
n