________________
૧૬૬
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર અત્યંત રસથી વિધાયેલી હોય, વચનથી બંધાયેલી હોય, દેરડાથી બંધાયેલી હોય, સ્વાદ પામેલી હોય, સુખી થયેલી હોય, સંકેત કરેલી હોય, કામણ કરાયેલી હોય, નિયંત્રિત કરાયેલી હોય, સાંકળથી વીંટાયેલી હોય, ખીલી દીધેલી હોય, જમણે હાથે કોલ આ હોય અથવા પ્રીતિવડે પાણિગ્રહણ કરાયેલી હોય તેમ તેના પુણ્યગથી કિંચિત પણ ક્ષીણ થયા વિના જ તેના ઘરનો ત્યાગ કરતી નહોતી.
સુપાત્રમાં, મિત્રને, દીનને અને યાચકને આપ્યા છતાં, પિતાના શરીરના ભાગમાં વાપર્યા છતાં અને સ્વજનાદિકને નિરંતર આપ્યા છતાં પણ તેની લક્ષ્મી અધિકાધિક વૃદ્ધિ જ પામતી હતી. તેની લક્ષ્મી નદીની જેમ સર્વને ઉપકાર કરનારી અને સર્વને સુખ કરનારી થઈ, તે લક્ષમી આ સૂક્તના વિપર્યાસને સૂચવન કરનારી થઈ પડી. તે સૂક્ત આ પ્રમાણે છે.
" गृहकपी कृपणानां, लक्ष्मीर्व्यवहारिणां नगरसरसी ।
विबुधगणैः किल कथिता, तरंगिणीव क्षितीशानाम् ॥१॥"
પંડિતએ કૃપણની લક્ષમી ઘરની કૂઈ જેવી કહી છે, વેપારીની લક્ષ્મી ગામના સરોવર જેવી કહી છે અને રાજાઓની લક્ષ્મી નદી જેવી કહી છે.” પરંતુ આ વેપારી છતાં તેની લક્ષ્મી નદી જેવી થઈ એ આશ્ચર્યકારક છે.
તેની લમીવડે કરોડો સત્પરૂ, સ્વજને અને વણિકપુત્રે સુખે નિર્વાહ કરતા હતા અને ઉત્કૃષ્ટ ધર્માદિકને પણ પામ્યા હતા. જે પિતાને અને અન્ય જનેને સુખ અને ધર્મ આપનારી હોય તે જ ખરી લક્ષ્મી કહેવાય છે, અને તેનાથી જ ઉપાધિ રહિત ચારે વર્ગની સમૃદ્ધિ સધાય છે. કહ્યું છે કે –
" सा लक्ष्मीर्या धर्मकर्मोपयुक्ता, सा लक्ष्मीर्या बन्धुवर्गोपभुक्ता। सा लक्ष्मीर्या स्वाङ्गभोगप्रसक्ता, याऽन्या मान्या सा तु लक्ष्मीरलक्ष्मीः ॥ १॥"
જે ધર્મકાર્યમાં ઉપયોગી થાય તે જ લક્ષ્મી કહેવાય છે, જે બંધુવર્ગોવડે ભોગવાય તે જ લક્ષ્મી કહેવાય છે, જે પોતાના શરીરના ભાગમાં આવી શકે તે જ લક્ષ્મી કહેવાય છે, પણ તે સિવાયની માત્ર માનવાલાયક જ હોય તે લક્ષ્મી તો અલમી જ છે.”
આ પ્રમાણે પુત્રના પૂર્વ ભવના ધર્મનું ફળ જોઈ સુધર્મા શ્રેષ્ઠી આદરથી દાનાદિક ચાર પ્રકારને ધર્મ કરવા લાગ્યા. તેમજ ધર્મની જેમ તે હંમેશાં આનંદથી અનેક પ્રકારના વેપાર પણ કરવા લાગ્યા. તેણે માનવા લાયક એવા બીજા સેંકડો માણસોને વેપાર કરાવ્યું. તેઓએ અને પોતે વેપારમાં અનેક કોટાકોટી દ્રવ્ય ઉપાર્જન કર્યું. પ્રેમને લીધે