________________
આઠમે સગર સત્કાર અને સર્વ રીતરિવાજ પૂર્વક, તે આઠ કન્યાઓની સાથે તેના માતાપિતાને આહ્લાદ કરનાર લક્ષમીપુજકુમારનો લગ્ન મહોત્સવ થયો.
તે વખતે લક્ષ્મીપુંજકુમારને તેના આઠે સસરાએ સુવર્ણ, મણિ, માણિક્ય અને ઉત્તમ વસ્ત્રાદિક ઘણી વસ્તુઓ હર્ષથી આપી. ત્યારપછી જુવાન સ્ત્રીઓને મોહ પમાડનાર અને કામદેવના જીવનરૂપ યૌવનરૂપી વનને પામીને મેદોન્મત્ત હાથીની જેમ તે કુમાર તે હાથણીઓ જેવી સ્ત્રીઓ સાથે કીડા કરવા લાગ્યો.
મનહર ગુણની સમૃદ્ધિવાળી તે આઠ પ્રિયાઓ વડે તે કુમાર આઠ ઈંદ્રાણીઓ વડે ઇદ્રની જેમ ભક્ત હતો. તારૂણ્ય વડે વૃદ્ધિ પામેલા અંગવાળી, અમૃત જેવા મધુર ગીત ગાનારી, પતિવ્રતા અને પતિના ચિત્તને સર્વ રીતે આલ્હાદને આપનારી તે આઠે પ્રિયા સાથે દુઃખને દેશવટે આપનાર એવા દિવ્ય આવાસમાં તે કુમાર દેગુંદક જાતિના દેવની જેમ સુખપૂર્વક ભાગો ભેગવવા લાગે. પિતાને પ્રસાદથી તેમજ પૂર્વના ઉત્કૃષ્ટ પુણ્ય પ્રભાવથી ચિત્તમાં ચિંતા રહિત તે કુમાર દિવ્ય સુખ પામે.
આ પ્રમાણે સુખે કરીને ઘણે કાળ ગચે છતે પણ તે લક્ષ્મીપુંજકુમારનો ધર્મ જરા પણ હાનિ પામે નહિ. કહ્યું છે કે
“સામગમાં વિ દુ, વો વિ મુદે પિ તદ શુાં વિ.
નસ ન હાયરૂ ધર્મો, નિયમો નાગ તે સઢ ? | "
ધર્મની સામગ્રીનો અભાવ છતાં કષ્ટને વિષે, સુખને વિષે તથા કુસંગ મળ્યા છતાં પણ જેને ધર્મ હાનિ ન પામે તેને જ નિશ્ચયથી શ્રાવક જાણ. - પૂર્વના પુણ્યધનની સંપત્તિવાળી સર્વ પ્રકારના સુખની શ્રેણિ તેના એકાંત સપુણ્યની સાથે તત્કાળ પ્રાપ્ત થઈ. તેવા પ્રકારના સુખી અને ભાગ્ય તથા સૌભાગ્યાદિક ગુણવાળા તેને જૈનધર્મમાં તત્પર જોઈ સર્વ લેકે તેનું સન્માન કરતા હતા. તેને ધર્મ જઈ તેના સેવક વિગેરે પણ ધર્મી થયા. “લેકને વિષે એવો જ વ્યવહાર છે કે સર્વ જને મુખ્ય પુરૂષને જ અનુસરે છે.”
પૂર્વજન્મની સંપૂર્ણ પુણ્ય સમૃદ્ધિના પ્રભાવથી તેના શરીરમાં કે ઘરમાં કદાપિ આપત્તિ પ્રવેશ કરવા સમર્થ ન જ થઈ, પરંતુ વૃક્ષ પ્રત્યે લતાઓ, સમુદ્ર પ્રત્યે નદીઓ અને આકાશ પ્રત્યે તારાઓની જેમ તેના પ્રત્યે સર્વ સંપદાઓ સ્વયંવરાની જેમ આવી આવીને પ્રાપ્ત થઈ. લક્ષ્મી પણ જાણે તેના પર રાગવાળી થઈ હોય, આસક્ત થઈ હોય, આશ્રિત થઈ હોય, મણિ. મંત્ર, ઔષધિ કે ચૂર્ણના ચોગથી વશ થઈ હોય,