________________
૨૨
સગ ૩ જે : વૈતાઢ્ય પર્વત ઉપર આવેલા ગગનવલ્લભનગરનું વર્ણન, સહસ્ત્રાયુધ નામના વિદ્યાધરની પત્ની માલિનીની કક્ષીમાં શક્ર નામના દેવકથી ચવી નરવીરરાજાના જીવનું ઉત્પન્ન થવું. અને તેનું ચક્રાયુધ નામ સ્થાપન થવું. યુવાવસ્થામાં હજારે વિદ્યાઓને પ્રાપ્ત કરવી, સહસ્ત્રાયુધની દીક્ષા, ચાયુધની અયોધ્યા ઉપર ચઢાઈ અયોધ્યાપતિ શ્રીચંદ્રરાજા તથા તેના પાંચ મંત્રીઓ અને પાંચ રાણીઓની દીક્ષા. ચકાયુધની લંકાનગરી ઉપર ચડાઈ શતક ઠરાજાની દીક્ષા. વૈતાઢ્ય પર્વતની દક્ષિણશ્રેણીના સરોવર ઉપર વિદ્યાધરોની એકહજાર કન્યાઓ સાથે ચક્રાયુધના ખાનગીમાં લગ્ન, કન્યાઓના પિતાએ અને વહિવેગ સાથે યુદ્ધ, વહિવેગ વિદ્યાધરપતિની દીક્ષા અને ચારિત્રવને આદિ વર્ણનવાલ ત્રીજે સર્ગ.
સગ ૪ થે : વિજયપુર નગરમાં જયરાજા અને વિજય યુવરાજ. જયરાજાની વિમલા અને વિજયની કમલા નામની રાણી. વસુસાર પુરોહિતના જીવનું વિમલારાણીની કુક્ષિમાં આવવું અને સિંહસાર નામ સ્થાપન થવું અને અતિસાગરમંત્રીના જીવનું કલારાણીની કુક્ષીમાં આવવું અને શ્રીજયાનંદ કુમાર તરીકે નામ સ્થાપન થવું, યુવાવસ્થામાં અને રાજકુમારોનું કઈ પર્વત ઉપર જવું. ત્યાં કેવલજ્ઞાની ભગવંત પાસે શ્રીજયાનંદકુમારે સમ્યક્ત્વને ગ્રહણ કરવું. જીવદયા પાલન કરવા ન કરવા ઉપર કેવલી ભગવંતે આપેલ ભીમ અને સોમનું દ્રષ્ટાંત, શ્રીજયાનંદકુમારે પૂલહિંસા, ચોરી અને પરસ્ત્રી આદિ પાપસ્થાનકને કરેલા નિયમો ઈત્યાદિ વર્ણનવાળો ચોથો સર્ગ.
સગ ૫ મો : શ્રીજયરાજાએ સિંહસાર અને શ્રીજયાનંદકુમારનાં જેવી પાસે લક્ષણોનું જોવરાવવું. સિહસારની અધમપ્રવૃત્તિથી નગરમાં અને રાજમહેલમાં ત્રાસ પામેલા રાજા અને નગરજનો, સિંહસારે કપટકલાથી શ્રીજયાનંદકુમારને પરદેશ લઈ જવું. ધર્મ–અધર્મના વિવાદમાં નેત્રો કાઢી આપવાની થયેલી શરત, અધર્મથી જય માનનાર ગામડીઆએએ પુરેલી સાક્ષી, તે ઉપર હંસ અને કાગડાનું દ્રષ્ટાંત, ધર્મથી જય ઉપર આણંદરાજાનું દ્રષ્ટાંત. શ્રીજયાનંદકુમાર અને સિંહસાનું વિશાલપુર નગરના ઉદ્યાનમાં શાસ્ત્રાભ્યાસ કરાવતા વિદ્યાવિલાસ કલાચાર્ય પાસે આવવું, કલાચા ધર્મથી જય અને પાપથી ક્ષય આ પ્રમાણે કહેવું. કલાચાર્ય પાસે શ્રીજયાનંદકુમારે ધનુર્વેદાદિ વિદ્યાઓનું શીખવું, રાજાની પરીક્ષામાં પાંચ રાજકુમાર વિદ્યાર્થીઓમાં શ્રી નંદકુમારનું પ્રથમ નંબરે પાસ થવું, શ્રીવિશાલ જયરાજાએ પ્રસન્ન થઈ શ્રીજયાનંદકુમારને પોતાની મણિમંજરી નામની કુંવરીને પરણાવવી, અને એક દેશનું રાજ્ય આદિ આપવું. શ્રી જ્યાનંદકુમારે સરનામના રાજા ઉપર જય પ્રાપ્ત કરે, સુરરાજાનું વૈરાગ્યથી દીક્ષા લઈ મેસે જવું. ઇત્યાદિ વર્ણનવાલે પાંચમે સર્ગ.
સગ ૬ ઠો : શ્રીજયાનંદકુમારની સંપત્તિ જઈ :ખી થએલા સિંહસારે પ્રપંચ કરી શ્રી જ્યાનંદ કુમારને પરદેશમાં લઈ જવું. રસ્તામાં ચંડસેન પહલીપતિએ સિંહસારને પકડવો. શ્રી જયાનંદકુમારે તેની સાથે યુદ્ધ કરીને સિંહસારને છોડાવવો. પલ્લીપતિના આગ્રહથી પલ્લીમાં જવું પલ્લીપતિના મરણથી પલ્લીનું રાજ્ય સિંહસારને પ્રાપ્ત થવું, દુષ્ટ સિંહસારે ગીરિમાલિનીદેવીના મંદિરમાં સૂતેલા શ્રી જયાનંદકુમારનાં નેત્રોને કાઢી લઈ સિંહસારે પલ્લીમાં ચાલ્યા જવું, શ્રીજયાનંદકુમારે કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેવું. ધ્યાનથી ખેંચાઈને દેવીનું આવવું. દેવીએ પશુપૂજા બલિ અને છેવટ પ્રણામનું માનવું. શ્રીજયાનંદકુમારનું મિથ્યાદષ્ટિદેવીને પ્રણામ પણ ન કરવાથી દેવીકારો મહાન ઉપસર્ગનું થવું, સમ્યક્ત્વમાં દ્રઢ એવા કુમાર ઉપર પ્રસન્ન થયેલી દેવીએ આપેલી દિવ્ય ઔષધિના રસથી દિવ્યનેત્રવાલા થવું. દેવીના પૂછવાથી ધર્મનું સ્વરૂપ કહેવું, દેવીએ સમ્યક્ત્વને ગ્રહણ કરી. ગુરૂભક્તિ નિમિત્તે કુમારને આપેલી વિદને દૂર કરનાર દિવ્યઔષધિ, સર્વાગીણ અલંકાર અને દિવ્ય વસ્ત્રો, દેવીએ કુમારને શ્રીહેમપુર નગરના ઉદ્યાનમાં મુકવું દિવ્ય વેશમાં શ્રીજયાનંદ કુમારનું હેમપુર નગરમાં આવી રાજકુમારો સાથે જુગાર રમી દસ લાખ જીતવા અને તે દસ લાખનું યાચકને દાન કરી દેવું.