________________
. સવાર અનુક્રમણિકા છે
**** ** સગ ૧ : શ્રી દેવ-ગુરૂ ધર્મ આદિનું નમસ્કારરૂપ મંગલ, ભવ્ય-દૂરભવ્ય અને અભવ્ય જીવેનું " સ્વરૂપ, શ્રી જયાનંદકુમારના પૂર્વભવની શરૂઆત, જંબૂદીપ આદિનું વર્ણન, ભરતક્ષેત્રના રતિવર્ધન નગરમાં નરવીર રાજા કીર્તિસુંદરી આદિ રાણીઓ, તે રાજાને મહિસાગર નામને મુખ્ય મંત્રી તેને પ્રીતિસુંદરી અને ગુણસુંદરી નામની બે સ્ત્રીઓ, અને નાસ્તિક વસુસાર નામને પુરહિત, મંત્રીને ત્યાં માસક્ષમણના પારણે આહારના માટે ત્રણ જ્ઞાનને ધારણ કરનાર અતિબલ રાજર્ષિનું આવવું, અશુદ્ધ આહાર ન લેવાથી સ્ત્રીઓ સહિત મંત્રીએ અજ્ઞાનતાથી મહામુનિન કરેલે તિરસ્કાર તેથી એ ત્રણે એ મહાકર્મનું બાંધવું. ધર્મચિ શ્રાવકનું મંત્રીને ત્યાં આવવું, ધર્મરૂચિ શ્રાવક પાસેથી રાજર્ષિનું આશ્ચર્યકારક જીવન સાંભલી મંત્રીનું ભયભીત થવું. મિત્રના સમજાવવાથી મંત્રીનું પોતાની સ્ત્રીઓ સહિત ઉદ્યાનમાં રાજર્ષિ પાસે આવવું, મંત્રી અને તેની સ્ત્રીઓએ પિતાની આત્મનિંદાપૂર્વક મુનિરાજને ખમાવવું. લાડુ ન લેવાનું કારણ પુછતાં તે ઝેરવાલા હતા તેમ મહષિ પાસેથી જાણવું. ઉપકારી મહર્ષિ પાસે ધમ સાંભલી મંત્રી અને તેની બે સ્ત્રીઓએ સમકિત સહિત બારવ્રતનું ગ્રહણ કરવું મંત્રીએ શ્રી જૈનશાસનની મહાપ્રભાવના કરવી, તપસ્વિમહર્ષિનું ભાસક્ષમણને પારણે મંત્રીને ઘેર આહાર માટે આવવું, બહુ ભાવપૂર્વક ત્રણેએ દાન આપવું, પાંચદિવ્ય પ્રગટ થવાં, મહાદાનના પ્રભાવથી મહાભોગફલનું ઉપાર્જન કરવું. રાજપિને તપ અને ધ્યાનના પ્રભાવથી કેવલજ્ઞાન પ્રગટ થવું ઈત્યાદિ વર્ણનવાલે પહેલે સર્ગ. આ સગ ૨ જી : અતિબેલ નામના રાજર્ષિના કેવલજ્ઞાનને મહોત્સવ કરવા ઇંદ્રાદિક દેવોનું આવવું. સુવર્ણકમલની રચના, શ્રીનરવીર રાજાનું અતિસાગર મંત્રી આદિ નગરજનોની સાથે આડંબર પૂર્વક કેવલી ભગવંતના દર્શન કરવા જવું, ધર્મદેશના સાંભલી શ્રીનરવીર રાજા આદિએ શ્રાવકધર્મ અંગીકાર કરવો. નરવીર રાજાએ રાજસભામાં સાધુધર્મની પ્રશંસા કરવી. ધર્મપ્રશંસા સાંભળી દુ:ખી થયેલા નાસ્તિક પરોહિતે કરેલ સાધધમની નિંદા અને નાસ્તિક મતનું સ્થાપન, અતિસાગર મંત્રીએ ધર્મવિરોધી પરહિતના મતનું ખંડન કરી તેને કરેલે તિરસ્કાર, નરવીર રાજા આદિથી અપમાન પામેલા વસુસારનું રાજસભા છોડીને ચાલ્યા જવું, નરવીર રાજાને મસ્તકમાં થયેલી પીડા અને પુરોહિતથી થયેલી શાંતિ, ફરીથી પુરોહિતનું રાજસભામાં આવવું ચાલું થવું, માયાવી પુરોહિતે રાજાને વશ કરી મંત્રીને વિરોધ કરાવે, કામવાસનાને વશ થયેલા રાજાએ મંત્રીને કારાગારમાં નાખી તેની બે સ્ત્રીઓને અંતઃપુરમાં લાવવી, સતીઓના રિયલવ્રતનું રક્ષણ કરવા અને મંત્રીની આપત્તિ દૂર કરવા શાસનદેવીનું પ્રગટ થવું. પુહિતે કરેલ પ્રપંચ ખુલે પડે, રાજાની શાન–બુદ્ધ ઠેકાણે આવવી, મંત્રી સહિત સ્ત્રીઓનું રાજા દ્વારા બહુમાન અને પુરોહિતને દેશ પાર કરે. રાજા મંત્રી અને તેમના પરિવારમાં ઉત્કૃષ્ટ ધમ આરાધના. રતિવર્ધન નગરમાં શ્રીઅબિલ કેવલી ભગવંતનું આવવું. રાજા અને મંત્રીનું નગરવાસીજનોની સાથે દર્શનાર્થે જવું, કેવલી ભગવંતની દેશના અને મંત્રી પુરોહિતને પૂર્વભવ. મંત્રીના પૂર્વભવે માલીના જીવને શ્રીજિનેશ્વરદેવના દર્શનથી થયેલ લાભ. શ્રી નરવીર રાજા, મતિસાગરમંત્રી અને મંત્રીની સ્ત્રીઓનું પંચપરમેષ્ટિનું ધ્યાન કરતાં આયુષ્યને ક્ષય કરી શુક્ર નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થવું. વસુસાર પુરોહિતનું વિવિધ પ્રકારનાં પાપકર્મો કરી પહેલી નારકમાં જવું ઈત્યાદિ વર્ણનવાલે બીજે સગા