________________
આઠમે સર્ગ વિદ્યાઓ આપી. તેવું કઈ શાસ્ત્ર કે તેવી કોઈ વિદ્યા નહતી કે જે સર્વ વિદ્યામાં નિપૂણ એવા તે કુમારે પિતાની બુદ્ધિથી મેળવી ન હોય. સર્વ વિદ્યામાં ઉપાધ્યાય તે માત્ર તેના સાક્ષીરૂપ જ હતા; કેમકે જાણે સંકેત કરેલ હોય તેમ સર્વ વિદ્યાઓ સ્વયંવરપણેજ તેની પાસે આવી હતી. સમગ્ર મનોહર કળાઓ તેણે કીડામાત્રમાં જ ગ્રહણ કરી, અને જાણે તેની સ્પર્ધાવડે જ હોય તેમ ધર્મ કળાએ પણ તેને આશ્રય કર્યો.
સર્વ વિદ્યારૂપી સમુદ્રને પારગામી અને અત્યંત સૂક્ષ્મ બુદ્ધિવાળો તે પિતાની ઈચ્છા પ્રમાણે સુખે કરીને ઘર અને દુકાન વિગેરેમાં નિરંતર કીડા કરતો ફરતો હતો. પ્રશ્ન, પ્રહેલિકા, કાવ્ય અને તર્કની ગોષ્ઠીપૂર્વક ઘણું પ્રકારના વિદ્યાર વડે તે પિતાના આત્માને રસમય બનાવતો હતો, તેમજ અનેક કળાઓના અભ્યાસવડે અને ગીત નાટ્યને અનુસરતા વિદડે મિત્રના મનને તે ખુશી કરતો હતો.
એક દિવસ તે કુમાર હર્ષથી મિત્રોની સાથે નગરના ઉદાનાદિકમાં કીડા કરવા ગયા. ત્યાં કોઈ ઠેકાણે એક મુનિને જોઈને તેણે તેમને વંદના કરી. મુનિએ તેને ધર્મની આશીષ આપી. ગૃહસ્થધર્મનો ઉપદેશ આપે. તે તેણે બાલ્યાવસ્થામાં જ ગ્રહણ કર્યો તેથી તે વીતરાગ અને સદ્દગુરૂને વિષે ઉત્કૃષ્ટ ભક્તિમાન થયે, માતાપિતાના વચન પર શ્રદ્ધાળુ થયે અને સમકિતમાં દઢ સ્થિરતાવાળે થશે.
અનુક્રમે યુવાવસ્થા પ્રાપ્ત થવાથી તે કુમારની હલક્ષ્મી દેદીપ્યમાન થઈ. “શું દિવસની પ્રાપ્તિ થતાં આકાશના વિભાગો સૂર્યની પ્રભાવડે દેદીપ્યમાન નથી થતા ? રૂપલક્ષમીથી યુક્ત, લીલાથી મનહર અને સુંદર દર્શનવાળા તેને જોઈ પિતાએ પોતાના ચિત્તમાં તેનો વિવાહ કરવાનો વિચાર કર્યો, તેટલામાં સર્વ પ્રકારે ગુણના નિધાનરૂપ તે કુમારને પોતાની કન્યાઓ આપવાનું ઇચ્છતા આઠ વ્યાપારીઓ એકસાથે તે શ્રેષ્ઠીને ઘેર આવ્યા. - ધનેશ્વર ૧, પૃથ્વધર ૨, યશોધર ૩; શ્રીધર ૪, શ્રીપતિ પ, ધનદત્ત ૬, ધનાવહ ૭, અને લક્ષ્મીનાં નિવાસ રૂપ જિનદાસ ૮. એ આઠ વેપારીઓ યથાર્થ નામવાળા, દાનની લીલાવડે પ્રસિદ્ધ, જાણે મોટા દિગજ હોય એમ પૃથ્વીના અલંકારરૂપ અને ગુણના આધારભૂત હતા. તે આઠે શ્રેષ્ઠીઓએ આવી હર્ષથી સુધર્મા શ્રેષ્ઠીને નમસ્કાર કર્યો. પછી તેઓ બોલ્યા કે “મનહર ફળવાળી અમારી કન્યાઓ સાથે તમારા પુત્રને પાણિગ્રહણ મહત્સવ કરવાને અમે ઇચ્છીએ છીએ. રૂપશ્રી ૧, રૂપરેખા ૨, પદ્મા ૩, પદ્માવતી ૪, ધનશ્રી ૫, ભુવનશ્રી ૬, લક્ષમી ૭ અને લફમવતી ૮, એવાં નામવાળી સર્વને સંમત
*
-
-
-
-
-
જ