________________
૧૬૨
શ્રી જયાનંદ કેવી ચરિત્ર ઉત્પન્ન થઈ હોય તે સર્વને સ્વામી રાજા જ હોય છે, તે અવશ્ય આ લક્ષ્મીને સ્વામી પણ રાજા જ હોઈ શકે; તેથી આ વૃત્તાંત રાજાને જણાવવાથી જ મને સુખકારક થશે. અન્યથા તેની આજ્ઞા વિના ગ્રહણ કરવાથી અદત્તાદાનને લીધે આ લેક અને પરલોકમાં પણ દુઃખદાયક થશે.”
આ પ્રમાણે વિચાર કરી સુશ્રાવક હોવાથી તે શ્રેષ્ઠીએ રાજા પાસે જઈ ઉત્તમ ભેટવું મૂકી તેને યથાર્થ વૃત્તાંત નિવેદન કર્યો. રાજા પણ ન્યાયી હોવાથી તથા તેનું અદત્તપરિહાર નામનું વ્રત દઢ જેવાથી હર્ષ પામે, અને તેણે તેને કહ્યું કે-“ભાગ્યને એક સ્થાનરૂપ અને ઉત્તમ નામવાળા તમારા પુત્રના યુદયથી જ તે લક્ષ્મી પ્રગટ થઈ છે, તે તે સર્વ તમારી જ છે.
“આ પ્રમાણે રાજાના નિર્મળ પ્રસાદને પામીને હર્ષિત થયેલા નિષ્પાપ બુદ્ધિવાળા આ શેઠ ઉત્સવ અને આડંબર સહિત પોતાના ઘેર ગયા.
ત્યારપછી શુભ મુહૂર્ત ભેજનાદિકવડે સ્વજનની ભક્તિ કરી તેમને સારા આસન પર બેસાડી સુધર્મા શ્રેષ્ઠીએ કહ્યું કે“આ પુત્રને જન્મ થયો છે તે દિવસથી અમારે ઘેર લકમીને મેટ પુંજ અમને પ્રાપ્ત થયેલ છે તેથી ધર્મરૂપી સામ્રાજ્યને ભજનાર અને સૌભાગ્યના નિધાનરૂપ આ અમારા પુત્રનું નામ લક્ષ્મીપુંજ રાખીએ છીએ.”. સર્વ કુટુંબીઓએ તેનો સ્વીકાર કર્યો.
ત્યારપછી માતપિતાના સેંકડો ઉચિત મનોરથની સાથે અત્યંત મહર અવયવાળો અને લેકને પ્રસન્ન કરવામાં તત્પર એવો સગુણ યુક્ત તે કુમાર આશ્રકંદના નિર્મળ અંકુરાની જેમ વૃદ્ધિ પામવા લાગ્યો. તેના અંગની સાથે જાણે સ્પર્ધાથી હોય તેમ તેના અંગનું સૌંદર્ય પણ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યું, તથા તેના અંગના સૌંદર્યની જેમ સજજનોના નેત્ર અને મનને વિષે અત્યંત પ્રમોદ વૃદ્ધિ પામવા લાગે.
તે કુમારના દાંત આવવા, પગલા ભરવા અને ખાવા શિખવું વિગેરે પ્રસંગોએ પિતાએ કરેલા ઉત્સવડે પ્રશંસા કરવા લાયક અને સ્વજનેને આનંદ પમાડનાર તેનું બાલ્યવય અત્યંત શેભવા લાગ્યું. પુરૂષોના મનને હરણ કરનારા તે કુમારે મિત્રોની સાથે કડા કરવાવડે મનહર એવું બાલ્યવય નિર્ગમન કર્યું.
ત્યારપછી તે કુમારને વિદ્યા ભણાવવાને યોગ્ય થયેલ જાણી પિતા તેને ઉત્સવપૂર્વક લેખશાળામાં ઉપાધ્યાય પાસે લઈ ગયા. તે કુમાર વિનયવડે અને ન્યાયવડે ઉપાધ્યાયની એવી સેવા કરવા લાગે કે જેથી તુષ્ટમાન થયેલા તે ઉપાધ્યાયે હર્ષથી તેને સર્વ
IIIIIt
wil:////