________________
૧૧
આઠમે સગ. * નખવડે વારંવાર ભૂમિ ખોતરવા લાગ્યો. એટલામાં તત્કાળ પુત્રના અત્યંત પૂર્વપુણ્યના પ્રભાવથી કીડીઓના દરના છિદ્ર જેવું એક છિદ્ર તેના જોવામાં આવ્યું. ફરી ખોતરવાથી ત્યાં તત્કાળ તે છિદ્ર મેટા દ્વારરૂપે દેખાયું, અને તેમાં તેણે નવીન અને અપરિમિત સુવર્ણ દ્રવ્ય જોયું. તે વખતે તે દ્રવ્ય પિતાના પુત્રના ઘણા ભાગ્યથી જ પ્રાપ્ત થયેલું માની અત્યંત વિસ્મયથી હર્ષિત મનવાળા થઈ શ્રેષ્ઠીએ વિચાર્યું કે –
મનુષ્યોને વિષે આ મારો પુત્ર ઉત્તમ પુણ્યશાળી મનુષ્યની સીમારૂપ છે, તેથી આ દ્રવ્યવડે તેને ઉચિત જન્મમહોત્સવ કરું અને એ પુન્યશાળીને મહિમા તત્કાળ જ પ્રકાશમાં લાવું.
આ પ્રમાણે વિચારી તેણે તે વધામણી આપનારને કહ્યું કે –“હે ભદ્ર! તું ક્ષણવાર બહાર જા, હું વસ્ત્રાદિક મંગાવું છું.” એમ કહી તેને વિદાય કરી પિતે તે સ્થાન બેદી તેમાંથી અત્યંત ધન કાઢયું.
પછી તે દ્રવ્યવડે મનહર વસ્ત્ર, આભૂષણ, ઘી, ગેળ વિગેરે ઘણી વસ્તુઓ મંગાવી તે વધામણી આપનારને તથા બીજાઓને પણ ઈચ્છા પ્રમાણે ઉચિતદાન આપ્યું, અને સર્વત્ર જીવદયાનું પાલન કરાવ્યું. આ શેઠને ઘેર લાંબો કાળ વાજીંત્રો વાગવાથી દરેકના દિલને ઘણે જ આણંદ થયે, શેઠને ત્યાં આવતા જતા સગાંસબંધિએ પણ હર્ષને આપનાર વચને બોલવા લાગ્યા. સધવા સ્ત્રીઓ મધુર સ્વરે મંગળ ગીત ગાવા લાગી, નાટક અને પ્રેક્ષણક થવા લાગ્યાં, તથા શ્રેષ્ઠીઓના ઘેરથી વધામણાં આવવા લાગ્યાં.
આ રીતે દશ દિવસ સુધી પિતાએ તેને જન્મમહોત્સવ કર્યો. તેમજ તેના પિતાએ સમયે પ્રાપ્ત થયેલા ષષ્ઠી જાગરણ અને સૂર્ય-ચંદ્ર દર્શન વિગેરે સર્વ ઉત્સવો મહાન પુરૂષના જન્મ મહોત્સવની જેવાજ કર્યા.
એક દિવસ તે બુદ્ધિમાન શ્રેણીએ વિચાર્યું કે “કમળની જેવી નિર્મળ દેહલક્ષમીવાળા મારા પુત્રને જન્મદિવસથી જ આરંભીને હમેશાં તે બિલમાંથી હું ઇચ્છા પ્રમાણે લક્ષ્મીને ગ્રહણ કરી તેને ઉપભેગા કરું છું, સત્પાત્રને દાન આપું છું, અને દીનાદિકને પણ ઘણું દાન આપું છું.'
આ પ્રમાણે ગ્રહણ કરતાં છતાં સમુદ્રમાંથી ઘણું જળ લીધા છતાં જેમ તેમાં જળ ન ખુટે તેમ આ બિલમાંથી લક્ષ્મી જરા પણ ઓછી થતી જણાતી નથી, પરંતુ એક વાત વિચારવા ગ્ય છે કે પૃથ્વી પર કોઈ પણ વસ્તુ રહેલી હોય, આવેલી હોય કે
-
-