________________
૧૬૦
શ્રી જયાનંદ કેવળ ચરિત્ર “આ પ્રમાણે ગર્ભમાં આવેલા પુત્રના ઉત્કટ શુભ ભાગ્યને યોગે શ્રેષ્ઠીના ઘરમાંથી ક્ષુદ્ર દારિદ્રય દૂર નાસી ગયું. વેપાર કરવામાં તત્પર થયેલા તે શ્રેષ્ઠી હમેશાં દરેક વસ્તુના કયવિજયમાં સારે લાભ મેળવવા લાગ્યા. ગર્ભની વૃદ્ધિની સાથે જ માતાપિતાને સપુરૂની સાથે સારો સંબંધ, શરીરે નરેગીપણું અને લેકમાં સારૂં સન્માનપણું વિગેરે અત્યંત વૃદ્ધિ પામવા લાગ્યું.
અનુક્રમે સમય પૂર્ણ થયે સર્વ ઉપદ્રવને નાશ કરનાર ઉત્તમ માસના, શુક્લ પક્ષમાં, સર્વ શુભ ગવાળી તિથિને દિવસે, ઉત્તમ વારે, પવિત્ર નક્ષત્રમાં શુભ દિવસે, લક્ષ્મીના શરણ રૂપ કરણને વિષે, શુભ યોગ અને ઉપગને વિષે, દેષરહિત સર્વ ગુણયુક્ત, શુભ, શુદ્ધ અને સબળ લગ્નને વિષે, સર્વ ગ્રહો મુદિત, ઉદિત, સુસ્થાન, સ્વસ્થાન અને ઉચ્ચ સ્થાનમાં રહે છતે ભય, વિગ્રહ અને ઉપદ્રવ નાશ પામે છતે તથા ધાન્ય અને ધનની ઉત્પત્તિથી પ્રસન્ન થયેલા સર્વ લેકવાળે સમગ્ર દેશ સારા રાજાવાળા. હતે તેવા સમયે સુગંધી, શીતળ અને મૃદુ સ્પર્શવાળ વાયુ વાતે હતો ત્યારે શુભ લક્ષણવાળા મુહૂર્ત પ્રાતકાળે ધન્યા શેઠાણીએ તેજસ્વી એવા પુત્રરત્નને જન્મ આપે.
પુત્રના પુણ્યપ્રભાવથી માતાને કાંઈ પણ પીડા થઈ નહિ, પરંતુ તેના જન્મની સાથે જ તે વખતે અત્યંત હર્ષને ઉદય થયે. જેમ સૂર્યવડે પૂર્વ દિશા, રનવડે ખાણ અને દીવાવડે ઘરની પૃથ્વી શેભે તેમ તે પુત્રવડે ધન્યા શેઠાણી અધિકાધિક ભવા લાગી. શ્રેષ્ઠી ઘરના બહારના આંગણાની પૃથ્વી પર બેઠા હતા. તે વખતે તેને કોઈ માણસે પુત્રજન્મની વધામણી આપી ખુશ કર્યા.
પુત્રજન્મની વધામણી સાંભળીને તત્કાળ હર્ષ પામેલા તે શ્રેષ્ઠી તેને ઘણું ધન આપવાની ઈચ્છાથી પિતાની પાસેના ધન રાખવાના સ્થાનને વારંવાર જોવા લાગ્યા, પરંતુ પિતાને જેટલું ધન આપવાની ઈચ્છા હતી તેટલું પણ ધન તેમાં તેણે જોયું નહિ.
જેની પાસે ધન હોય છે, તેને પ્રાયે કરીને દાન દેવાની ઈચ્છા થતી નથી, અને જેને દાન દેવાની ઈચ્છા થાય છે, તેની પાસે પ્રાયે ધન હોતું નથી; કદાચ ધન હોય છે તે દેવાને અવસરે તે દાતારને દેવા લાયક પાત્રને વેગ મળતો નથી, તેમજ દેવા લાયક વસ્તુને વેગ પણ પ્રાપ્ત થતું નથી, પાત્રની પ્રાપ્તિ થવી તે પણ અતિદુર્લભ છે તેવા પાત્રની જે પ્રાપ્તિ થાય તે પૂર્વના ઉત્કૃષ્ટ પુણ્યથી જ થઈ છે એમ જાણવું.”
- આ પ્રમાણે વિચારી તે શ્રેષ્ઠી વધામણી આપનારને દેવા લાયક વસ્તુની તેમજ દ્રવ્યની અપ્રાપ્તિથી મનમાં કાંઈક દુઃખી થયે; અને નીચું મુખ રાખી પગની આંગળીના