________________
આઠમે સગી
૧૫૯ આ ભવમાં પણ ચોરીનું ફળ પરિણામે બહુ ભયંકર પ્રાપ્ત થાય છે એમ તમે જાણો, અને પરભવમાં ઘોર નરક, દૌર્ભાગ્ય અને નિર્ધનતા વિગેરે પ્રાપ્ત થાય છે તેની પણ તમને ખબર પડે.
આ પ્રમાણે ચોરીનું ફળ જાણીને કોણ બુદ્ધિમાન તેની ઈચ્છા માત્ર પણ કરે ? અર્થાત્ નજ કરે, એ નિરધાર કરે. જેઓ પ્રાણુતે પણ અદત્તને ગ્રહણ કરતા નથી, તેઓને લક્ષ્મીપુંજની જેમ આ ભવમાં તથા પરભવમાં લક્ષમી તેિજ વરે છે.
અદત્ત ન ગ્રહણ કરવા ઉપર લક્ષ્મીપુંજની સ્થા
ઇંદ્રની નગરીની સ્પર્ધા કરનારું અને સમૃદ્ધિવડે દેદીપ્યમાન હસ્તિનાપુર નામનું નગર હતું. તેમાં રૂપ, નામ અને પરાક્રમવડે પુરંદર-ઈદ્ર–જેવો પુરંદર નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને સાક્ષાત્ પૌલેમી-ઇંદ્રાણી–જેવી પૌલોમી નામની રાણી હતી. તે ચાતુર્ય અને ઔદાર્યાદિક ગુણયુક્ત તથા શીલની લીલાથી શોભતી હતી. - તે નગરમાં સાર્થક નામવાળે સુધર્મા નામે શ્રેષ્ઠી વસતો હતો. તે પવિત્ર બુદ્ધિવાળે, જૈનધર્મી, દયાળુ, સદ્ગુરૂને અને દેવને વિષે અનુરાગી હતી. તેને ગૃહસ્થાશ્રમની નીતિ જાણવામાં વિચક્ષણ ધન્યા નામની પત્ની હતી. તેણીની સાથે શ્રેષ્ઠી પિતાને સમય સુખપૂર્વક પસાર કરતા હતા.'
અનુક્રમે તે શ્રેષ્ઠી લાભાંતરાયના ઉદયથી નિર્ધન થઈ ગયે; તે પણ સ્નેહવાળા બંધુની જેમ તેણે જૈનધર્મને ત્યાગ કર્યો નહિ. પરંતુ સર્વ સુકૃત પિતાને આધીન થાય તેટલા માટે તે છ આવશ્યક અને દેવપૂજાદિક કર્મમાં વિશેષ યત્ન કરવા લાગે.
એક દિવસ અસાધારણ પુણ્યયુક્ત પુત્રને સૂચવનાર સ્વપ્નમાં ધન્યાએ વિકસ્વર કમળવાળું પદ્મસરોવર જોયું. તરત જ જાગૃત થયેલી તેણીએ હર્ષ સહિત તે સ્વપ્ન પતિને જણાવ્યું. ત્યારે તે સ્વપ્નનું ફળ સમ્યક્ પ્રકારે વિચારીને હર્ષથી તેણે પ્રિયાને
સમય પૂર્ણ થયે અક્ષણ લક્ષ્મી, લાવણ્ય અને પુણ્યરૂપ શ્રેષ્ઠ નિધાનના આશ્રયસમાન તમને પુત્ર પ્રાપ્ત થશે.” આ પ્રમાણે કર્ણને અમૃત સમાન તેનું કહેલું વચન ઉત્કંઠાપૂર્વક સાંભળીને તે ધન્યા પિતાને જાણવા લાયક અર્થનો નિશ્ચય થવાથી હર્ષિત થઈ. તેણીએ ખાણની જેમ પોતાના ગર્ભાશયમાં બે પ્રકારના રત્નરૂપ ગર્ભ ધારણ કર્યો, તેથી તેણીના સર્વ અંગની અદ્ભુત શભા થઈ તેણીની મનોહર કાંતિ લાવણ્ય સહિત ઉત્પન્ન થઈ, તથા તેણીનું ભાગ્ય અને સૌભાગ્ય પણ બુદ્ધિયુક્ત ઉત્પન્ન થયું.
ક ૧ -