________________
૧૫૮
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર હવે તે રતિમાલા સાસુ પિતાના મુખને આકાર ફેરવ્યા વિના જ જમાઈને ગોષ્ઠીમાં વાતચીતવડે પ્રસન્ન કરવા લાગી. “ધૂર્ત માણસ ધૂર્તતાથી જ ઠગવા ધારે છે. એક દિવસ પ્રીતિથી પરસ્પર વિવિધ પ્રકારની વાત ચાલતી હતી, તેમાં તેણીએ કુમારને પૂછયું કે
હે વત્સ! તમે કળા વિગેરે શું શું જાણો છો?” તે બોલ્યો કે –“હે માતા ! હું ઘણા પ્રકારની ઔષધિઓ, સમગ્ર ઉત્તમ કળાઓ, વિચિત્ર પ્રકારના મંત્ર અને સર્વ વિજ્ઞાન જાણું છું. તેમાં એક મંત્ર મારી પાસે એવો છે કે તેને વિધિ સારી રીતે કરવાથી કુરૂપ સ્ત્રી પણ અત્યંત રૂપવાળી, સૌભાગ્યવાળી અને નિત્ય યુવાવસ્થાવાળી થાય છે.” તે સાંભળી તે બોલી કે –
“જો એમ હોય તે હે કુમાર તમે મને એવી રૂપવાળી કરો કે જેથી હું રાજાને માન્ય થાઉ, અને સપત્નીઓના ગર્વને હરણ કરૂં. સ્ત્રીઓને વિષે આથી બીજી બેટાઈ કાંઈ પણ નથી.” ત્યારે કુમારે કહ્યું કે-“જો એવી ઈચ્છા હોય તે પ્રાતઃકાળે મસ્તક મુંડાવી મુખ ઉપર મેશ ચેપડી ઉપવાસ કરીને આ મંત્ર જપવાનો છે
“ યુવુ યુવું સ્વાહા.” ત્યારપછી કુમારના કહેવાથી હર્ષ પામેલી રતિમાલા તેના કહેવા પ્રમાણે કરી સાયંકાળે તેની પાસે આવી. કુમારે પણ બહારને આડબર કરી ઔષધિના પ્રભાવથી તેણીને ભુંડણ કરી. પછી તેને સાંકળવડે થાંભલે બાંધી કહ્યું કે
હે પાપિણી ! મારી ઔષધિ લઈને ઉલટી તારી પુત્રી પર દેષને આરોપ કરતી હતી, તે હવે ચોરીનું ફળ ભેગવ.” એમ કહી કોધથી તેને દંડવડે અત્યંત મારી, તેથી તે અત્યંત રેવા લાગી, અને ચેષ્ટાવડે દયા ઉપજાવવા લાગી.
આ પ્રમાણે બે દિવસ ગયા પછી પ્રિયાના વચનવડે કુમારના હૃદયમાં દયા ઉત્પન્ન થઈ તેથી અને તેણે લીધેલી ઔષધિ પાછી આપવાનું અને ફરીથી ચેરી નહિ કરવાનું તેણે અંગીકાર કરવાથી તેને મૂળરૂપે કરી. પછી તે રતિમાલાએ તેની ઔષધિ પાછી આપી અને પુત્રી તથા જમાઈને ખમાવ્યા, એટલે તે બન્નેએ પણ ખમાવ્યા. પછી તેણીએ તેમને ઘેરજ ભેજનાદિક કર્યું.
એકદિવસ કુમારે રતિમાળાને પરિણામે હિતકારક એ ઉપદેશ આપે કે – “હે માતા! તમને પૂજ્યને પણ મેં વિડંબના કરી, તે મારો અપરાધ તમે ક્ષમા કરજે. તમને પ્રતિબંધ કરવા માટે મેં તમને મેટી આપત્તિમાં નાખ્યા હતા કે જેથી કરીને