________________
આઠમે સંગ.
૧૫૭ ઉચિત વ્યય કર્યો અને પ્રથમની જ જેમ દેવગૃહને તાળું દઈ તેની કુંચી પ્રિયાને સાચવવા આપી. આ પ્રમાણે હંમેશાં કરતાં એક દિવસે એકાંતમાં કુમારે પ્રિયાને કહ્યું કે
આ કુંચીને તું એવી રીતે ગોઠવજે કે જે તારી માતા જાણી શકે, અને તેથી કદાચ તે ફરીથી કુંચી લઈ દેવગૃહ જુએ તો તેની તારે ઉપેક્ષા કરવી, એટલે જેવા દેવી, અને જાણે કે તું જાણતી જ નથી એમ તારે દૂર રહેવું.” તે સાંભળી પતિના ચિત્તને અનુસરનારી તેણીએ તે પ્રમાણે જ કર્યું.
આ પ્રમાણે હંમેશાં રત્નો લઈને જતા તે કુમારને જઈ રતિમાલાએ વિચાર કર્યો કે-“અહો ! આ કુમારને તે ઊલટી બમણાં રત્નોની પ્રાપ્તિ થતી જણાય છે, તે તે ક્યાંથી થાય છે? તેની તજવીજ કરવી જોઈએ.” એમ વિચારી વિસ્મય પામેલી તે ધૂતએ એક દિવસ દેવપૂજાને અવસરે એકાંતમાં ઉભી રહીને કુમાર અને ઔષધિનું બોલવું સાંભળ્યું. પ્રથમ પિતે ગ્રહણ કરેલી ઔષધિ સાધના વિના નિષ્ફળ થયેલી હોવાથી તેણીએ વિચાર કર્યો કે
પહેલાં દેવગૃહમાં બે ષધિઓ જ હશે. તેમાંથી જે ઔષધિ કાંઈ પણ નહિ આપતી હોય તે જ મેં દુર્ભાગ્યથી પ્રથમ જોઈ અને ગ્રહણ કરી, તથા સત્ય વચન બોલનારી અને માગ્યા કરતાં બમણાં રનોને આપનારી જે બીજી ઔષધિ હશે તે મેં ભય અને ઉત્સુકતાને લીધે જોઈ જ નહિ; તેથી તે ઔષધિ એને વિશેષ પૂજાને લીધે હમણું ઘણું રને આપે છે એમ જણાય છે, તેથી કરીને જ ગયેલી ઔષધિ શોધવામાં તેને કાળજી જણાતી નથી. તે હવે કોઈ પણ ઉપાયથી આ બને ઔષધિને અદલેબદલે મારે કરવો ચોગ્ય છે. ચિંતામણિને લાભ થાય તેમ હોય તે કાંકરે લઈને કોણ ખુશી થાય ? ”
આ પ્રમાણે નિશ્ચય કરી એક દિવસ તેણીએ અવસર જોઈ કુંચી લઈ દેવગૃહ ઉઘાડી તે બને ઔષધિનો અદલે બદલે કરી પ્રથમની જેમ હતું તેવું કરી દીધું. કુમાર પણ તે સત્ય ઔષધિથી પ્રથમની જેમ રત્ન પ્રાપ્ત થવાથી “તે માત્ર સારૂ બોલવાવાળી અસત્ય ઔષધિને પણ વખત આવે પાછી લઈશ.”
એમ વિચારી આનંદ પામ્યો. રતિમાલા ગણિકાએ તે અસત્ય ઔષધિની પૂજા કરી તેની પાસે ધન માગ્યું. પરંતુ સાધનાદિક વિધિ નહિ થવાથી તે ઔષધિ કાંઈ બેલી પણ નહિ, અને તેણે કાંઈ આપ્યું પણ નહિ. તે પણ વાણી સાંભળીને જ પ્રત્યક્ષ રીતે તેને વિશ્વાસ આવેલ હોવાથી આની વિધિમાં જ ન્યૂનતા છે એમ ધારી તેણીએ તે ઔષધિ પાછી મૂકી દેવાની ઈચ્છા કરી નહિ.