________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર “હે પ્રિય ! અહીં કઈ બીજા મનુષ્યને પ્રવેશ થતો નથી અને કુંચી પણ બીજા ઠેકાણે મૂકતી નથી, પરંતુ ગઈ કાલે મારી માતાએ આપેલી મદિરાને લીધે હું ચેતનારહિત થઈ ગઈ હતી. તે વખતે કદાચ મારી માતાએ કાંઈક કપટ કર્યું હોય તો તે હું જાણતી નથી, પરંતુ તેણીની તેવી ચેષ્ટા તે મેં જોઈ હતી.
તે સિવાય ધન આવવાના ઉપાય આદિ પ્રશ્નો મારી માતાએ મને પૂછેલા વિગેરે સર્વ હેવાલ રતિસુંદરીએ પતિને કહી બતાવ્યું. તે સાંભળી તે ઔષધિ તેની માતાએ જ ગ્રહણ કરી છે” એમ કુમારે પણ માન્યું. પછી કુમારે અવસરે ઔષધિની શુદ્ધિ માટે સાસુને પૂછયું, ત્યારે તે હાથવડે કાન ઢાંકીને બોલી કે –
અરે! પાપ શાંત થાઓ ! પાપ શાંત થાઓ ! હે મનહર ! તમારી તરફથી દાન અને માન મળવું તે દૂર રહ્યું, પરંતુ મારા આત્માને આવા અન્યાયને માર્ગે ન જોડે. રાજા અને તમે સર્વ ઈષ્ટ વસ્તુ પૂરી પાડનાર છો, છતાં હું શામાટે ચોરી કરૂં? મારા પરિવારમાં પણ કઈ ચેરીના નામને જાણતું નથી. વળી બીજું કોઈ માણસ દેવગૃહની પાસે પણ જતું નથી. જો તમને કાંઈ પણ શંકા હોય તો તેની સંભાળ રાખનાર તમારી પ્રિયાને જ પૂછો.”
આવા તેણીના વચન સાંભળી શ્રીજયાનંદકુમારે વિચાર્યું કે-“આ દુષ્ટ ચેષ્ટાવાળાને ધિક્કાર છે કે જે કોધથી પિતાની પુત્રી ઉપર પણ દેષને આરેપ કરે છે. આ દુષ્ટ બુદ્ધિવાળી કાંઈ ઉપાય કર્યા વિના તે ઔષધિ આપશે નહિ; તેથી રત્નને આપનારી તે ઔષધિને કોઈ ઉપાયથી પાછી ગ્રહણ કરી આ દુષ્ટાને શિક્ષા આપું.” એમ વિચારી તે બે કે
હે માતા ! તે હું બીજે ઠેકાણે તે ઔષધિની શોધ કરીશ.” આવા વિવેકી વચનથી તેને પ્રસન્ન કરીને વિદાય કરી. પછી તે કુમાર પિતાને ગ્ય કામમાં પ્રવર્તે.
એક દિવસ દેવગૃહમાં હજાર રત્ન સહિત બીજી માત્ર વાણી બોલવામાં જ ચતુર ઔષધિ મૂકીને ભક્તિપૂર્વક જિનપ્રતિમાની પૂજા કરી તથા તે ઔષધિને પૂજીને કુમાર બોલ્ય–
હે ઔષધિ ! મને પાંચસો રત્ન આપ.” ત્યારે તે ઔષધિ ઉંચે સ્વરે બેલી કે- “હે વત્સ ! હજાર રત્ન કેમ ગ્રહણ કરતું નથી ? ” ત્યારે તે બોલ્યો કે-“ઠીક હજાર આપ.” એમ કહી હજાર રત્ન લઈ બહાર નીકળી કુમારે તેને હંમેશના નિયમ પ્રમાણે