________________
આમા સગ
૧૫૫
“ હે દુષ્ટ પુત્રી ! તને કુક્ષિમાં ધારણ કરીને વૃદ્ધિ પમાડી, તે આટલું પણ પેાતાની માતાનું કૌતુક પૂર્ણ કરતી નથી ? ” તે સાંભળી કૃતજ્ઞ અને સરળ સ્વભાવવાળી રતિસુંદરીએ દાક્ષિણ્યતાથી કહ્યું કે“ હે માતા ! તેમની પાસે નિરંતર રહેવાથી હુ જેટલું જાણું છું તેટલું કહું છું—કે મારા પતિએ ઓરડામાં ઘરદેરાસર કર્યું છે, તેમાં દેવપૂજા કરીને તે ઘણાં રત્ન લઈ બહાર નીકળે છે. પછી તેને સંભાળપૂર્વક તાળું દઈ તેની કુચી મને આપે છે. અને કદાચિત્ દાનભાગથી બાકી રહેલાં રત્ના પણ રાખી મૂકવા મને આપે છે, કદાચિત્ તે રત્નાને લઈ બહાર જાય છે; અને દાનભાગાદિકમાં તેની ઇચ્છા પ્રમાણે વાપરે પણ છે. આથી વધારે હું જાણતી નથી. ’’
તે સાંભળી દેવગૃહમાં કાંઈક ધનને ઉપાય છે એમ ધારી માતા ખેાલી કે—“ તે દેવગૃહ મને એક વાર બતાવ. ” પુત્રી એલી કે–“ હું જીવતી છું ત્યાંસુધી કોઈપણ રીતે બતાવીશ નહિ. '' માતા બેલી- તેા હે પુત્રી! એકવાર મને તેની કુંચી આપ. ” તે બેલી—“ હે માતા ! મારા જીવતાં તે તારા મનારથ કદાપિ સિદ્ધ થવાના નથી. કેાઈનુ પણ રહસ્ય ભેદવું ન જોઈએ, તે! પછી પતિનું રહસ્ય તે! શી રીતે ભેદી શકાય ?
હે માતા ! તમે રાષ પામે કે તાષ પામે, પરંતુ હું પ્રાણનેા નાશ થતાં સુધી પતિના દ્રોહ નહિ કરૂં; કારણ કે મે મારા પ્રાણ પતિને અર્પણ કર્યો છે.” આ પ્રમાણે પુત્રીનાં નિશ્ચય જાણી તિમાલા કાંઈ પણ બેલી નિહ.
ત્યારપછી એક દિવસ કપટ કરવામાં નિપુણ રતિમાલાએ વિશ્વાસ પમાડેલી સરળ સ્વભાવવાળી પોતાની પુત્રીને ચંદ્રહાસ મદિરાથી મિશ્ર ભાજન કરાવ્યું. તેનાથી તેણીનું ચૈતન્ય નષ્ટ થયું; એટલે તેણીને પલ્પકમાં સુવાડી દીધી. પછી તેણીના શરીરપર શેાધ કરતાં તે કુંચી મળી આવી. તે લઈને રિતમાલાએ તાળું ઉઘાડી દેવગૃહમાં જોયુ, તે ત્યાં એક દિવ્ય ઔષિધ દીઠી. તે ઔષિધ જ રત્ન આપનારી છે એમ જાણી તેને ગ્રહણ કરી તેનું ગુપ્તપણું વિગેરે સર્વ પ્રથમની જેમ કયુ, અને હર્ષ પામેલી તેણીએ તે કુચી પણ રતિસુંદરીના શરીરપર જ્યાં જેમ હતી તેમજ ગાઢવી દીધી.
ત્યારપછી કેટલેક વખતે નિદ્રારહિત થઈ ચૈતન્ય પામેલી રતિસુંદરી ઊભી થઈ, તે વખતે કુંચી અને તાળું વિગેરે પ્રથમની જ જેમ જોઈ તે કાંઈ પણ શંકા પામી નહિ. પૂર્વ જનથી કાણુ ન ઠગાય ? '
બીજે દિવસે કુમાર દેવપૂજાને સમયે જિનપ્રતિમાની પૂજા કરી પૂજવાને માટે તે ઔષધિને જોવા લાગ્યા, ત્યારે તેને નહિ જોઈને શકા પાખેલા તેણે પોતાની પ્રિયાને પૂછ્યું'. તે વખતે ચિકત થયેલી તે ચતુર રિતસુંદરીએ માતાનુ તે કર્મ જાણી કહ્યું કે
Kapalm E-LAW 22:37:5