________________
૧૫૪
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર ગુરૂની સ્તુતિ કરતા તે કુમાર પ્રિયાને આનંદ પમાડી પોતે પણ આનંદ પામતે હતો. ગીત નૃત્યાદિક પ્રસંગે અથએને તથા દીનાદિકને ઇચ્છિત દાન આપી તે કુમાર શ્રેષ્ઠ ધર્મ અને કીત્તિને મેળવતો હતો. કૃત્યને જાણનાર તે પુણ્યશાળી કુમાર દાનની જેમ હમેશાં દેવપૂજા અને ગુરૂવંદન કર્યા વિના કદાપિ ભજન કરતો નહોતો.
હવે તે કુમાર પિતાના મહેલમાં એક ગુપ્ત ઓરડામાં ઘરદેરાસર કરી તેમાં પેલી ઔષધિને ગુપ્ત રીતે રાખી પૂજા કર્યા બાદ તેને તાળું વાસી તેની કુંચી પ્રિયાને આપતે હતો. રતિસુંદરી પણ તે કુંચીને પિતાના જીવની જેમ દઢ રીતે પિતાના શરીરાદિકમાં ગુપ્ત રીતે રાખતી હતી. તે કુમાર પ્રથમ કહેલા વિધિવડે તે ઔષધિની પૂજા કરી તેની પાસેથી રો મેળવી ઈચ્છા પ્રમાણે તેને વ્યય કરતા હતા, અથવા કદાચિત પ્રિયાને આપતો હતો, કારણ કે તે ડાહી અને પતિને અનુકૂળ હોવાથી માત્ર શરીરવડે જ જૂદી હતી.
રતિમાલા રાણી પણ પુત્રીપરના સ્નેહને લીધે તથા તેનો મહેલ પણ સમીપ હોવાને લીધે હમેશાં તેને ત્યાં આવતી હતી અને વિદવડે રહેતી હતી. વિશ્વાસુ મનવાળા જમાઈને તે પ્રસન્ન કરતી હતી અને તેના ગામોનું ઉઘરાવેલું પુષ્કળ ધન પુત્રીને આપતી હતી.
આ પ્રમાણે કેટલાક કાળ ગયા પછી એકદિવસ આશ્ચર્ય પામેલી રતિમાલાએ વિચાર કર્યો કે-“આ કુમાર રાજાનું આપેલું ધન ગ્રહણ કરતો નથી, પોતે પણ કાંઈ ઉપાર્જન કરતું નથી, તેમજ પોતાના આઠ ગામની આવકને હિસાબે પણ પૂછતું નથી, તે ધન માગવાની તો વાતજ કયાંથી ? તેમ છતાં પણ તે દેવની જેમ હમેશાં પુષ્કળ દ્રવ્યને વ્યય કરી દાન અને ભગવડે વિલાસ કરે છે, તેથી જણાય છે કે કોઈ પણ ઠેકાણેથી તેમને ગણત્રી વીનાનું ધન પ્રાપ્ત થાય છે. ”
આ પ્રમાણે વિચાર થતાં તેણીએ એકદિવસ કુમારને પૂછયું કે-“ધનની પ્રાપ્તિનો તમારે કયે માર્ગ છે?” તેણે જવાબ આપ્યો કે-“મને મારા પિતાએ ઘણું ધન આપેલું છે, તથા મેં ઉપાર્જન કરેલું ધન પણ મારી પાસે પુષ્કળ છે.”
આ વાત પર શ્રદ્ધા નહિ કરતી તે ધૂર્તાએ એકદિવસ પિતાની પુત્રીને કહ્યું કેતારા પતિને ધન પ્રાપ્તિને ઉપાય પૂછીને તું મને કહે; કેમકે મને તે બાબતમાં અત્યંત કૌતુક છે.” ત્યારે તેણીએ કહ્યું કે “આપણું સર્વ વાંછિત તે પૂરે છે, તો પછી આપણે તે પૂછવાની શી જરૂર છે?” તે સાંભળી રતિમાળા ક્રોધથી બોલી કે
-
-
-
-