________________
આઠમા સગ
૧૫૩
રાજાએ ઉત્સુકતાથી પેાતાના સેવકે મેકલી તે કુમારને આદર સહિત પેાતાની પાસે એલાન્યા. રાજાએ ખેલાવેલા કુમાર ત્યાં જઈ તેને નમસ્કાર કરવા ઉત્સુક થયા, તેટલામાં તા જગતને વિષે ઉત્તમ આકારવાળા તે કુમારને રાજાએ ઉભા થઇને પ્રીતિથી આલિંગન કર્યું. પ્રેમ, હર્ષ અને ઉત્સાહ એ સર્વ એકીસાથે હૃદયમાં નહિ સમાવાથી રાજાએ વચનના માનાથી કેટલેાક બહાર કાઢો. પછી રાજા બેન્ચેા કે—
“ હું કુમાર ! આજે અમારા નેત્રની સૃષ્ટિ ફળવતી થઈ કે જેથી સર્વોત્તમ રૂપવાળા તમે જોવામાં આવ્યા. હું સુભગ ! તમારા સૌભાગ્યથી અમારા હૃદયનું હરણ થયું છે, તેથી અમે આજે તમારી શી ભક્તિ કરીએ ? તમારૂ કુળાદિક મારા પ્રશ્નને લાયક નથી, કેમકે દેવીની વાણી અચેાગ્યને માટે હાયજ નહિ; પરંતુ તમે જન્મવડે જે નગર પવિત્ર કર્યું હાય તે નગર કયું છે તે હે ચતુર ! તમે કહેા.
""
કુમારે જવાબ આપ્યા કે હું રાજેન્દ્ર ! તુ વિજયપુરીના રહીશ છું. દેશ જોવાના કૌતુકથી ભમતા ભમતા ઘણી સમૃદ્ધિવાળા આ તમારા નગરમાં હું આળ્યેા છું. ”
આ પ્રમાણે પરસ્પર આલાપરૂપ અમૃતપાનની ગેાછી કરીને રાજાએ પેાતાની સાથે સ્નાન ભેાજનાદિક કરાવી તેને પ્રસન્ન કર્યો. ત્યારપછી અવસરે રાજાએ તેને કહ્યું કે“ હે વત્સ ! આ મારી કન્યાને તમે પરણા. ” તે ખેલ્યા કે–“ મારૂ કુળાદિક જાણ્યા વિના મને તમે તમારી પુત્રી કેમ આપે છે ?’” રાજાએ કહ્યું- દેવીની વાણી, આવા તમારા ગુણેા, આ પ્રકૃતિ અને આ આકૃતિ, તે સ તમારા કુળને કહેજ છે; તેથી તમારે મારી પ્રાથનાના ભગ કરવા ચેાગ્ય નથી. ”
તે સાંભળી કુમાર મૌન રહ્યો. પછી શુભ મુહૂતે રાજાએ વિવિધ ઉત્સવવડે કુમારની સાથે રતિસુદરી પુત્રીનું પાણિગ્રહણ કરાવ્યુ. રાજાએ કુમારને કન્યાદાનમાં હાથી, અશ્વ વિગેરે ઘણું આપ્યું; પરતુ કુમારે સારભૂત આઠ નગરા જ ગ્રહણ કર્યાં. તે પણ પ્રિયાને જ સાંપ્યાં. તેણીએ પણ તે નગરાની સભાળ રાખનારી પેાતાની માતાનેજ નીમી.
ત્યારપછી રાજાએ સ સામગ્રી સહિત આપેલા મહેલમાં કુમારે પ્રિયા સહિત નિવાસ કર્યો. તેમાં પૂર્વ ભવના અભ્યાસથી અત્યંત સ્નેહવાળી થયેલી અને રંભાથી પણ અધિક રૂપવાળી તે નવી પરણેલી પ્રિયા સાથે કુમાર ક્રીડા કરવા લાગ્યો. ઇચ્છા પ્રમાણે ઉદ્યાન અને વાવ વિગેરેમાં ક્રીડા કરતા તે કુમાર દેવની જેમ પાંચ પ્રકારના સર્વોત્તમ વિષયસુખને ભાગવવા લાગ્યા.
કોઈ વખત પ્રિયા પાસે નૃત્ય કરાવતા, પાતે વીણા વગાડતા તથા ભક્તિવડે દેવ
5
જ.-૨૦