________________
૧૫૨
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર પછી તેણીએ ભક્તિથી પ્રાર્થના કરીને તે માયાવીસ્ત્રીને પિતાને ઘેર રાખી. માયાવી સ્ત્રી પણ પૂર્વ ભવના મોહથી ત્યાં જ રહી. પછી તે કૃત્રિમ અને અકૃત્રિમ બને સ્ત્રીઓ પ્રીતિની વૃદ્ધિથી ધર્મ, અર્થ અને કામના શાસ્ત્રાદિકને અનુસરતા વિદવડે પરસ્પર પ્રેમ ઉપજાવવા લાગી અને તેના અદ્વિતીય સુખવડે કેટલાક દિવસે તેમણે વ્યતીત કર્યા.
એક દિવસ તિષશાસ્ત્રમાં નિપુણ એવી રતિસુંદરીએ વિચાર કર્યો કે–“અહે! આના સર્વ અંગેના લક્ષણ એવાં છે કે જેથી તેને ચક્રવતીની લક્ષ્મી પ્રાપ્ત થવી જોઈએપરંતુ તે લક્ષ્મી સ્ત્રીપણામાં તે પ્રાપ્ત થવી અસંભવિત છે. વળી એની ગતિ, ચેષ્ટા અને સ્વર વિગેરે સર્વ ચિન્હો પુરૂષની જેવાં જણાય છે, તેથી કોઈ પણ કારણને લીધે તેઓએ કૃત્રિમ સ્ત્રીપણું ધારણ કર્યું છે એમ હું ધારું છું.”
આ પ્રમાણે નિશ્ચય કરી સ્નેહથી વિકસ્વર થયેલી તે હસ્તે મુખે બોલી કે-“હે. . સ્વામી! તમે મારા પૂર્વ ભવના પતિ છો એમ મેં દેવીની વાણીથી જાણ્યું છે. જેમ તમે સ્વાભાવિક કળા, સ્નેહ વિગેરે પ્રગટ કર્યા છે તેમ તમે તમારું સ્વાભાવિક રૂપ પણ પ્રગટ કરીને બતાવે, આટલી મારા પર કૃપા કરે.”
આ પ્રમાણેની તેણીની પ્રાર્થનાથી તથા રૂઢ થયેલા સનેહના વશથી ગુણલક્ષમીને અનુસરતું પોતાનું સ્વાભાવિક રૂપ તેણે પ્રગટ કર્યું. ઇંદ્ર, કામદેવ અને અશ્વિનીકુમારના રૂપને પણ જીતનારૂં તેમનું રૂપ જોઈ રતિસુંદરી અદ્વૈત, આનંદમય તથા માંચિત શ મઢ થઈને બોલી કે –
‘, આજે મારા પુણ્યને વૈભવ ફળીભૂત થયે અને નિરંતર પૂજેલા દેવતાઓ આજે મારાપર તુટમાન થયા કે જેથી લોકોના લેચનરૂપી ચકેર પક્ષીને આનંદ આપવામાં ચંદ્ર સમાન તમે મારા નેત્રને અમૃતનું પાન કરાવનારા પ્રગટ થયાં.”
તે સાંભળી શ્રી જ્યાનંદકુમાર બે કે-“હે મૃગાક્ષી! કાદવવાળા જળમાં અત્યંત ભમી ભમીને થાકી ગયેલ મારે મનરૂપી કલહંસ સૌભાગ્યરૂપી અમૃતની વાવ સમાન તારે વિષે આજે વિશ્રાંતિ પામે છે.”
આ વૃત્તાંત દાસીના મુખથી જાણીને રતિમાલા પણ એકદમ તેની પાસે આવી. તે પણ કુમારને જોઈને હર્ષ પામી. તેણે તે બન્નેના લુંછણ લઈ વિવિધ ઉત્સવ કર્યા. પછી દાસીઓએ હર્ષથી રાજાને વધામણી આપી કે–
દેવીએ કહેલે તમારી પુત્રીને પતિ આજે પ્રગટ થયે છે.તે સાંભળી રાજાએ તેમને ઈચ્છિત દાન આપ્યું. પછી તેમના મુખથી સર્વ વૃત્તાંત જાણી હર્ષ પામેલા