________________
૧૫o
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર અદ્વિતીય રસમાં મગ્ન થયેલી સર્વ સભાને રંજન કરતી તે વિજયા અનુક્રમે વંશ, ભાલું, ખગ અને છરીના અગ્ર ભાગપર નૃત્ય કરવા લાગી.
ત્યારપછી ચોખાના ઢગલા ઉપર સોય અને તેના અગ્ર ભાગપર પુષ્પ મૂકી, તેના પર તેણીએ નૃત્ય કર્યું. આ દરેક નૃત્ય સમયે રાજા વિગેરેએ તેણીને મોટું દાન આપ્યું. આ નૃત્ય કરવામાં તેણીએ ભ્રકુટિ, નખ અને આંગળીઓની ભૂલભરેલી ચેષ્ટાઓ કરી તે રતિસુંદરીએ સને કહી બતાવી.
ત્યારપછી રાજાની આજ્ઞાથી રતિસુંદરીએ દેવોને પણ મોહ પમાડે તેવા તે તે સર્વ જાતિના નૃત્યપ્રકારે લીલામાત્રમાં જ કરી બતાવ્યા. તેણીના નૃત્યમાં આ કપટી સ્ત્રી (શ્રીજયાનંદકુમાર) વણ વગાડતી હતી, તેનો ધ્વનિ ચતુર પુરૂના કર્ણને અમૃત જેવો લાગતો હતો. દેવેને પણ દુર્લભ એવો તે વીણાને કોઈ અદ્ભુત વનિ થતો હતો, કે જેથી હસ્તી, અશ્વ વિગેરે પશુઓ પણ સ્તબ્ધ થઈ ગયા, તો પછી મનુષ્યની તે વાત જ શી કરવી? તે કુમારની વિણાના દવનિવડે રતિસુંદરીનું નાટય એવું અદ્ભૂત થયું, કે તેનાથી રંભા–અપ્સરા પણ પરાજય પામે, તે આ વિજય પરાજય પામે તેમાં શું કહેવું?
આ પ્રમાણે નૃત્ય ચાલતું હતું, તેવામાં ચંદ્રેશ્વરી દેવીના પ્રભાવથી મણિની બે પુતળીઓ સ્તંભ ઉપરથી નીચે ઉતરીને ચામર વડે તે કુમાર સ્ત્રીને વીંઝવા લાગી. તે જોઈ સર્વ જન વિસ્મય પામ્યા.
રતિસુંદરીએ વિચાર્યું કે –“અહો ! દેવીના વચન પ્રમાણે તે થયું, પરંતુ આ તે સ્ત્રી છે તે પતિ કેવી રીતે થઈ શકશે? અથવા તે આમાં કાંઈક માયા જણાય છે. જે હશે તે એની મેળે જણાશે. હમણાં તે આ સ્ત્રીને સારી રીતે પ્રયત્નપૂર્વક મારે મારી પાસે રાખવી યોગ્ય છે.”
ત્યારપછી વિજયાએ નિપુણતાથી કમલના તંતુ ઉપર નૃત્ય કર્યું, તેણીને રતિસુંદરીએ કરેલીઆના તંતુ ઉપર નૃત્ય કરી જીતી લીધી. તે વખતે જગતને આનંદ આપનાર જય જય શબ્દ થયે, અને હર્ષ પામેલા રાજાએ તેણીને મહાપ્રસાદ આપ્યો.
ત્યારપછી રાજાની આજ્ઞાથી રતિમાલા રાણી વિવિધ પ્રકારના ઉત્સવપૂર્વક આનંદમાંજ મગ્ન થયેલી રતિસુંદરીને પિતાના આવાસમાં લઈ ગઈ. તે વખતે રતિસુંદરીની આજ્ઞાથી સાથે રહેલી દાસીઓ તે માયાવી સ્ત્રીની સ્તુતિવડે પ્રશંસા કરતી તેને પિતાની સાથે લઈને ચાલી. તેઓની સાથે કેટલીક ભૂમિ જઈને તે સ્ત્રીરૂપધારી કુમાર સર્ષરૂપે તેઓને