________________
૧૪૯
આઠમે સગ. • નગરમાં આવી. તેણીએ રાજમહેલને દરવાજે ચારિ (ભજન) અને પાણી મૂકીને પોતાની પ્રતિજ્ઞા જાહેર કરી કે
જે કઈ મને નાટયકળામાં જીતે તેની હું દાસી થાઉં અને જે હું જતું તે તેને હું દાસરૂપ કરું.” આવી તેણીની પ્રતિજ્ઞા રાજાએ પડહ વગડાવી આખા નગરમાં જાહેર કરી. પરંતુ તેણીને જીતવાની ઇચ્છાવાળો કોઈ પણ પ્રગટ થયો નહિ. ત્યારે રાજા પિતાનું નગર કળાથી ન્યૂન છે એમ જાણી ખેદ કરવા લાગ્યો. આ હકીકત જાણી પિતાને ખેદ દૂર કરવા માટે રતિસુંદરીએ આવીને કહ્યું કે
“હે પિતા! એ નટીને હું કીડામાત્રમાં જ જીતી લઈશ; પરંતુ પુરૂષની સભા વચ્ચે નૃત્ય કરીશ નહિ.” તે સાંભળી રાજાએ કહ્યું કે –“સર્વ પુરૂષ દૂર રહેશે, અને હું થોડા સભાસદો સહિત સંભામાં બેસીશ, એટલે તારે મારી આગળ જ નૃત્ય કરવું.” આ પ્રમાણે પિતાનું વચન અંગીકાર કરી તથા નૃત્યનો દિવસ નક્કી કરી રતિસુંદરી પિતાના મહેલમાં ગઈ
પછી નૃત્યનો દિવસ આવ્યો ત્યારે રાજાએ વિજયાને બોલાવી. તે વખતે રતિસુંદરી પણ રાજાની આજ્ઞાથી સુખાસનપર આરૂઢ થઈ નાટયની સામગ્રી લઈ અલ્પ પરિવાર સહિત રાજસભા તરફ ચાલી. તે વખતે તેણીને કાંઈક ચિંતા થઈ કે– - “મારા વીણાવાદકે મારા નૃત્યને ચગ્ય નથી” એમ વિચારતી તે આગળ ચાલી. તે વખતે તેણની દાસીએ માર્ગમાં ચાલતા પુરૂષને વારંવાર જલદીથી દૂર ખસેડતી હતી, તે વખતે બજારની મધ્યમાં આવેલા શ્રીવિલાસકુમારે આ પ્રમાણે વ્યવસ્થા જોઈ આશ્ચર્ય પામી “આ શું છે?” એમ પાસે રહેલા કે મનુષ્યને પૂછયું, ત્યારે તે મનુષ્ય તેને રતિસુંદરીને તે દિવસ સુધી સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી કુમાર પોતે સર્વ કળામાં નિપુણ હોવાથી તે નૃત્ય જોવામાં કૌતુકી થયે, અને તેમાં પુરૂષના પ્રવેશને અસંભવ હોવાથી એકાંતમાં જઈ તેણે પિતાનું સ્ત્રીરૂપ બનાવ્યું. પછી સ્ત્રીના રૂપને ધારણ કરનાર બુદ્ધિમાન–શ્રીજયાનંદકુમાર હાથમાં વીણા લઈને રતિસુંદરીના પરિવારમાં ભળી જઈ તેની સાથે રાજસભામાં આવી. | નાટયની સર્વ સામગ્રી તૈયાર થઈ ત્યારે રાજા કેટલાક સભાસદ સહિત સભામાં આવીને બેઠે અને બીજા સર્વે નાટયાદિક જેનાર માણસને દર બેસાડ્યા. પછી રાજાએ પરિવાર અને સામગ્રી સહિત વિજયાને પ્રથમ નાટય કરવાનો હુકમ આપ્યો, એટલે તેણીએ પણ પ્રથમ નાંદી કરી, અને પછી એગ્ય રીતે આરંભેલા ગીત, વાઘ, અને લયને અનુસરી વિવિધ પ્રકારના કરણાદિકવડે મનહર નૃત્ય પ્રારંવ્યું. આશ્ચર્યના
૧ નૃત્યકળાની રીતિ વિશેષ.