________________
૧૪૮
શ્રી જ્યાદ કેવળ ચરિત્ર હે ભગવતી ! તમે મને ઉપદેશરૂપી અમૃત આપી મારા અજ્ઞાનરૂપી વિષનો નાશ કરી અને દુર્ગતિમાં પડતી બચાવી છે, તે તમે ઘણું સારું કર્યું છે. ”
ત્યાર પછી તે સાધ્વીઓએ વિહાર કર્યો, ત્યારપછી નંદિની ધર્મમાં તત્પર થઈ પ્રથમની જેમ મુક્તાવળી, રત્નાવળી વિગેરે તપ કરવા લાગી; પરંતુ પેલી પાખંડિની પરિત્રાજિકા સાથે દઢ પ્રીતિને લીધે જે દઢ સંગ થયે હતું, તેને તેણીએ ત્યાગ કર્યો નહિ અને તે પાખંડિનીએ પણ તેણીને ભાવ જાણવાથી ફરીથી કુશળતાની પ્રેરણા કરી નહિ.
આ પ્રમાણે પાખડીના પરિચયવડે સમકિતની વિરાધના કરી હજાર વર્ષ સુધી શ્રાદ્ધધર્મનું પાલન કર્યા છતાં પણ તે નંદિની મરીને અલ્પસમૃદ્ધિવાળી ચંદ્રેશ્વરી નામની દેવી થઈ. સમ્યક્ત્વાદિકની વિરાધના કરવાથી વૈમાનિક દેવનાં સુખ પામી શકી નહિ.
આ પ્રમાણે દેવીએ પિતાનો પૂર્વભવ જાણું, મુનિને નમસ્કાર કરી, તેને પિતાને વૃત્તાંત કહીને પ્રતિબોધ પામી, સમકિત ગ્રહણ કર્યું, તે દેવીએ ચાર માસ સુધી તે મુનિની સેવા કરી. ચાતુર્માસ પૂર્ણ થયે મુનિએ અન્યત્ર વિહાર કર્યો. પછી જૈનધર્મને પામેલી તે ચઢેશ્વરી દેવી નિરંતર સંઘની રક્ષા વિગેરે કરવાવડે શ્રી જિનશાસનની પ્રભાવના કરવા લાગી.
એક દિવસ લેકના મુખથી તે ચક્રેશ્વરી દેવીને પ્રભાવવાળી સાંભળીને રતિસુંદરી રાજપુત્રી પિતાને ગ્ય વર પામવાની ઈચ્છાથી અને પિતાની ચિંતા દૂર કરવાના હેતુથી તે દેવીની પૂજા કરવા લાગી. કેટલેક કાળે તે દેવી તુષ્ટમાન થઈ, તેથી તેણીએ એક દિવસ સ્વપ્નમાં રાજકુમારીને પ્રગટપણે કહ્યું કે
જ્યારે તું રાજાની પાસે નૃત્ય કરીશ ત્યારે તે મંડપના એક સ્તંભ ઉપરથી બે પુતળીઓ નીચે ઉતરી વીણાને વગાડનારને બે ચામરેવડે વીંઝે તે અર્ધચકી જે પુરૂષ તારે ભર્તાર થશે, અને તેજ તાર પૂર્વભવને પણ સ્વામી છે.”
આ પ્રમાણે સાંભળી રતિસુંદરી પ્રભાતમાં જાગૃત થઈ હર્ષ પામી. પછી સ્નાનાદિક કરી તેણીએ જિનેશ્વર દેવની તથા તે દેવીની પૂજા કરી, ત્યારથી તે પૂર્વભવના પતિ વિના બીજા કેઈને જોતી પણ નહોતી. તેણીના મહેલમાં નોકરવર્ગ પણ પ્રવેશ કરી શકો નહિ, ત્યાં જતા આવતા પુરૂષને દાસીઓ જ દૂર કરતી હતી.
આ પ્રમાણે કેટલાક કાળ ગયા પછી એક દિવસ મહારાષ્ટ્ર દેશમાંથી નાટયકળામાં અત્યંત નિપુણ એક વિજયા નામની નટી પિતાને લાયક ઘણું પરિવાર સહિત તે