________________
૧૪૬
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર સાંભળી તે નદિની તત્કાળ
6
આ પ્રમાણે તે કપટી પરિત્રાજિકાનાં કલ્પિત વચનો ધર્મથી ચલાયમાન થઈ. · સ્ત્રીઓનું સત્ત્વ કેટલું હોય ? ' તેણીએ વિચાર કર્યાં કે દુ:ખે કરીને પાળી શકાય એવું શીલવ્રત પાળતાં છતાં પણ જો તે કૃતરી થઈ, તે મારી શી ગતિ થશે ? કેમકે જે જ્ઞાનથી જાણ્યું હોય તે મિથ્યા ન હોય. વળી તપ અને શીલ વિગેરે પાળતાં આ ભવમાં પણ ઘણું દુઃખ છે, અને પરલેાકમાં પણ જો આવી જ ગતિ થતી હોય તા શામાટે ભેગ ન ભોગવવા ? ”
આમ વિચારી શ’કારૂપી શલ્યવાળી તે ન ંદિની પોતાને ઘેર ગઈ. તેણીની આકૃતિ વિગેરેવડે તેણીનું ચિત્ત જાણીને પરિત્રાજિકાએ તે વૃત્તાંત સાવિત્રીને કહ્યો. તે સાંભળી સાવિત્રી હ` પામી. પછી એક દિવસ તેણીએ પ્રથમની જેમ નદ્મિનીને કહ્યું ત્યારે ધર્મોના ત્યાગ કરીને તે પણ ખાલી કે~~
“ મને મારા ભાઈ વગેરેની ખીક લાગે છે. ’” ત્યારે સાવિત્રી ખાલી કે આપણે તી યાત્રાના ખાનાથી એવી રીતે બહારગામ જઈશું', કે જેથી તારા માટે કાઈ પણ શકા નહિ પામે; માટે હવે દેશાંતરમાં જઇને અત્યંત દુર્લભ એવા ભાગ ભાગવ; પરંતુ તારા પિતાએ તને જે ધન આપ્યું છે, તેને તું પ્રથમ હાથ કરી લે. ’’
આ પ્રમાણે સાવિત્રીનું સવ વચન તેણીએ અંગીકાર કર્યુ. પછી સાવિત્રીએ દ્રવ્ય ઉપાર્જન કરવાના ખાનાથી પુત્રને દેશાંતરમાં મેલ્યા, અને વહુને તેના પિયર મેકલી. નાદિનીને લઈ જવા માટે તે પેાતાને ઘેર રહી અને નંદિની પણ દ્રવ્ય લેવા માટે રાકાણી. તેવામાં ત્યાં સુત્રતા નામના સાધ્વી વિહારના ક્રમે આવીને ઉપાશ્રયમાં ઉતર્યાં. તેની પાસે નંદિની ભણેલી હતી, ઉપદેશ પામેલી હતી, અને જૈનધમની ક્રિયા પણ તેમની પાસે અંગીકાર કરી હતી. તેથી પૂર્વીની પ્રીતિને લઇને સદ્ભાગ્યને ચેાગે તેણીએ તત્કાળ તેની પાસે જઈ વદના કરી; એટલે સાધ્વીએ ધ લાભની આશિષ આપી. તેણીને ધના નિર્વાહ પૂછ્યો. ત્યારે નદિનીએ પણ વાર્તાના પ્રસંગમાં સરળ હૃદયવાળી થઈ પેાતાના અભિપ્રાય જણાવ્યા. તે સાંભળી સાધ્વીએ પોતાના બન્ને કાન ઢાંકી દઇને કહ્યું કે—
“ અરે ! ભાળી ! તું તે જૈનશ્રુતને ભણેલી તથા અરિહંતની ભક્તિવાળી છે, તે પણ પાપી અને કલ્પિત વચનેવર્ડ કેમ મેાહ પામે છે? રાગી, દ્વેષી અને મેહી પુરૂષોએ કયાં કયાં પાપ નથી કર્યાં? સર્વ પ્રકારનાં કર્યા છે. તેમને પૂર્વ ભવનું જ્ઞાન હાતું નથી, પણ કપટને વિષે ચતુરાઈ હોય છે.