________________
આઠમે સગ.
૧૪૫ , “હે માતા ! નંદિની મારા પુત્રનો પતિ તરીકે સ્વીકાર કરે તેવું કરો.” તે સાંભળી પરિવ્રાજિકાએ તેની માગણી અંગીકાર કરીને તેને વિદાય કરી. પછી તે પરિત્રાજિકાએ એક કુતરી પિતાને વશ કરી તેને પ્રણામાદિક ઈષ્ટ ચેષ્ટાઓ સ્પષ્ટ રીતે શીખવી.
એક દિવસ નંદિનીને પિતાની પાસે આવવાનો સમય થયો તે વખતે પરિવાજિકાએ તે કૂતરીની આંખમાં ઔષધ નાખીને આંખમાંથી આંસુ પાડતી કરી પોતાના પગમાં નમસ્કાર કરાવતી હતી તે જોઈને બહારથી આવેલી નંદિનીએ પરિત્રાજિકાને પૂછ્યું કે આ કૂતરી કેમ રૂએ છે?” ત્યારે તપસ્વિની બોલી કે-“હે વત્સ! મારી અને આની કથા તું સાંભળ.– - પૃથ્વીપુર નામના નગરમાં દત્ત નામના બ્રાહ્મણને બે પુત્રીઓ હતી. તેમાં પહેલી અગ્નિદત્ત નામના બ્રાહ્મણને પરણી. તેનાથી તેણુને ત્રણ પુત્રો થયા. પછી અગ્નિદત્તા મરણ પામે, ત્યારે તે વૈરાગ્યથી પરિત્રાજિકા થઈ. હવે તેણીની જે નાની બેન હતી તે અગ્નિશર્મા નામના બ્રાહ્મણને પરણી. તે છ માસમાં જ વિધવા થઈ. “દૈવને ઓળંગવા કેણ સમર્થ છે?” .
એક દિવસ અત્યંત રૂપવાળી તેને જઈ તેના પર રાગી થયેલા હરિદત્ત નામના યુવાન પુરૂષે તેણીની પ્રાર્થના કરી, તો પણ શીલવતને લેપ થવાના ભયથી તેણુએ તેને
ક્યો નહિ; કેમકે ધૂર્ત પાખંડીના વચનથી મૂઢ થયેલી તે ભેગાંતરાયથી ઉત્પન્ન થતાં પાપને જાણતી જ નહોતી.
એક દિવસ તેણીએ મોટી બેનને જોઈ તેણીની પાસે પરિત્રજ્યા માગી. ત્યારે તેણીએ કહ્યું કે-“પુત્ર વિનાની સ્ત્રી તપ કરવાને યોગ્ય નથી.” એમ કહી વાર્યા છતાં પણું સ્વર્ગ મેળવવાની ઇચ્છાથી તેણુએ પરિવજ્યા ગ્રહણ કરી. ત્યાં પણ સ્થાને સ્થાને તેણીના રૂપથી મોહ પામેલા યુવાન પુરૂષોએ લાંબાકાળ સુધી પ્રાર્થના કર્યા છતાં પણ ભાગ્યથી પ્રાપ્ત થયેલા ભેગોને તેણીએ કદાગ્રહને લીધે ઈચ્છવા નહિ.
આ પ્રમાણે કેટલાક કાળ તપ કરી પોતાના આયુષ્યને ક્ષયે મરીને તે કૂતરી થઈ છે. હું તેની મોટી બહેન છું. અહીં મને જોઈને તેણુને પૂર્વભવનું સ્મરણ થયું છે; તેથી મનુષ્ય ભવને હારી ભેગાંતરાયથી ઉત્પન્ન થયેલા કર્મનો શેક કરતી આ નિરંતર મારા પગમાં પડીને દુઃખથી રૂવે છે. તેથી હે સુંદરી ! કદાચ તને પણ કોઈ યુવાન પ્રાર્થના કરે તે શાસ્ત્રમાં નિષેધ કરેલા ભોગોતરાયને તું કરીશ નહિ.”