________________
આઠમો સર્ગ.
૧૪૩ • નંદિપુર નામના નગરમાં દેવશર્મા નામે બ્રાહ્મણ હતો. તેને અત્યંત રૂપવાળી નદિની નામની પુત્રી હતી. તેણીને સુશર્મા નામનો બ્રાહ્મણ પર હતો. પરણ્યા પછી એક વર્ષ વ્યતીત થયે દૈવયોગથી તે સુશર્મા મરણ પામે. “સંસારની સ્થિતિ આવી જ છે.” પછી દુઃખી થયેલી પુત્રીને પિતાએ બંધ પમાડી પિતાને ઘેર રાખી.
એક દિવસ તેના ઘરની પાસેના ઉપાશ્રયમાં ધર્મગુપ્ત નામના ગુરૂમહારાજ આવીને રહ્યા. તેમણે પ્રતિબોધ કરી તે દેવશર્માને શ્રાવક કર્યો. તેની પુત્રી નંદિની પણ સમકિત સહિત અણુવ્રતને અંગીકાર કરી શીલવતવડે શેભતી શ્રાવિકા થઈ. તથા સાધ્વીઓ પાસેથી શીખીને ધર્મક્રિયા કરવામાં નિપુણ થઈ. તે પિતાની આજ્ઞાથી તપ કરવા લાગી અને કેટલુંક જિનાગમ પણ ભણી. તે છ આવશ્યક કરવામાં તત્પર રહેતી, દેવગુરૂની ભક્તિ કરતી અને અલ્પ આરંભ કરતી. એ રીતે તે ઉત્તમ શ્રાવિકા બની. તેણીને અભ્યાસાદિકમાં તત્પર જોઈ તેમાં વિઘની શંકાને લીધે પિતાએ તેને ઘરના સર્વ કાર્યમાંથી છુટી કરીને કેવળ ધર્મમાં જ જોડી દીધી. - કેટલોક કાળે ગયા પછી ગુર્વાદિક સામગ્રીના અભાવે અભ્યાસાદિક અને ધર્મક્રિયા નહિ થવાથી તેના ઘરની પાસે રહેલા એક મઠમાં વસનારી કઈ પરિવારિકાની મનહર વાતે વિગેરે સાંભળી તે નંદિની આનંદ પામવા લાગી અને તેની સાથે ગોષ્ટી વિગેરે કરવા લાગી.
તે જોઈ તેણીના પિતાએ કહ્યું કે, “હે પુત્રી ! પાખંડીનો પરિચય કરવાથી સમકિતમાં અતિચાર લાગે, માટે તેને વિશેષ પરિચય તારે કરે નહિ.” એ પ્રમાણે નિષેધ કર્યા છતાં પણ ગાઢ પ્રીતિવડે છેતરાયેલી હોવાથી તે નંદિનીએ તેનો સંગ છોડ્યો નહિ. સ્ત્રીઓનો સ્વભાવ જ એ હોય છે.”
હવે તે નંદિનીના પાડોશમાં એક સાવિત્રી નામની બ્રાહ્મણ રહેતી હતી. તેને યજ્ઞદત્ત નામે પુત્ર હતો અને તેને અંજના નામે પ્રિયા હતી, પરંતુ તે સ્ત્રી તેને રૂચતી નહોતી. કેઈ સમયે નંદિનીના પિતા સ્વર્ગે ગયા પછી નંદિનીને હંમેશાં જોવાથી
તે યજ્ઞદત્ત તેની ઉપર રાગી થયે; પરંતુ તેણીની પ્રાપ્તિ નહિ થવાથી તેનું શરીર - અત્યંત સૂકાવા લાગ્યું.
કેઈક દિવસ માતાના પૂછવાથી તેણે લજજાનો ત્યાગ કરી પોતાનો અભિપ્રાય જણાવ્યો. ત્યારે માતાએ તેને કહ્યું કે –“તું ખેદ ન કર, હું તારી ઈચ્છા પૂર્ણ કરીશ.”
પછી તે સાવિત્રીએ નદિનીને વિશ્વાસ પમાડી એકાંતમાં કહ્યું કે-“હે પુત્રી ! તું