________________
આમા સ.
૧૪૧
પડે છે, તે અહી બ્ય જણાતી હતી. તે રાજાના બળવાન શત્રુ રાજાએ જેટલામાં પોતાનું નામ (શત્રુપણે) પ્રગટ કરતા હતા, તેટલામાં યુદ્ધને વિષે તત્કાળ તેઓ ‘નૌર્વાહન્દ:’૧ ભારવાહક મળદ છે. આ વાકચમાં જે લક્ષણા કરવામાં આવે છે, તેના ઉદાહરણરૂપ થતા હતા. તે રાજા સૈન્ય સહિત વિજયયાત્રાને માટે ચાલતા હતા ત્યારે બન્ને પ્રકારના · ૨અચલા ’· પેાતાનું રૂઢ નામજ ધારણ કરતા હતા.
તે નગરમાં પેાતાના રૂપવડે અપ્સરાઓને જીતનારી રતિમાળા નામની એક વેશ્યા રહેતી હતી. સૌભાગ્યની નદીરૂપ તેણીને યુવાન પુરૂષાના મનરૂપી હસેા કદાપિ છોડતા નહાતા. તેણીએ પેાતાની અતિ વિશુદ્ધ ચાસ. કળાઆવડે ચંદ્રને જીતીને, નખના મિષથી અનેક્ શરીરો ધારણ કરાવી, પેાતાના પગમાં પાડચો હતા;
તેણીના ઉત્તમ રૂપ અને કળાથી મેાહિત થયેલા રાજાએ સર્વ પ્રકારે શ્રેષ્ઠ રતિ (ક્રીડા)ને આપનારી તેણીને સતીની જેમ પોતાના અંતઃપુરમાં રાખી હતી. તે વિવિધ પ્રકારની કામની સામગ્રીવડે, વિનયાદિક ગુણાવર્ડ તથા કળા, દાક્ષિણ્યતા અને ઉચિતતા વડે રાજાના મનને અત્યત રંજન કરતી હતી. કેટલાક કાળ ગયા પછી જેમ સ્વાતિ નક્ષત્રને મેઘ છીપને વિષે મેાતીને ઉત્પન્ન કરે તેમ રાજાથી તે વેશ્યાએ ઉત્તમ લક્ષણવાળી અને દેદ્દીપ્યમાન કાંતિવાળી એક પુત્રીને જન્મ આખ્યા. પહેલાં પુત્રી નહીં હૈાવાથી આ પુત્રીના લાભથી હૃદયમાં હર્ષ પામેલા રાજાએ તેને જન્માત્સવ ઘણા આદરથી કરાવ્યેા. કહ્યુ` છે કે
"वृष्टावात मस्तं ( ) मधुराहारे महार्थतां स्वर्थे शान्तरसे हास्यकथा मिच्छन्ति पुत्रिणः पुत्रीम् ।। "
મનુષ્યા વરસાદના દિવસેામાં તડકાને ઇચ્છે છે, મિષ્ટ ભેાજનમાં ખાટા પદાર્થને
૧. ભારવાહક મનુષ્ય હાય છે, તે બળદ હોઈ શકે નહી. તેથી લક્ષણાવડે તેને બળદ જેવા માનવા પડે છે. તેમ અહીં શત્રુરાજાએ સાથે યુદ્ધ થતાં તેએ બળદ જેવા થતા હતા એ તાત્પર્ય છે.
૨. કેટલાંક નામ કેવળ રૂઢ હોય છે, જેમકે ત્થિ-ભાથું અને કપિત્થ-કાઠું વિગેરે. કેટલાંક કેવળ યૌગિક હાય છે, જેમકે પાચક-રાંધતાર વિગેરે એટલે કે રાંધવાની ક્રિયા કરનાર સર્વે પાચક કહેવાય છે. કેટલાંક નામ યોગ અને રૂઢ બન્ને હાય છે, જેમકે પકજ- કમળ. અહીં કાદવમાં ઉત્પન્ન થનાર કમળ, દેડકાં વિગેરે અનેક હોય છે, તાપણુ કમળનેા જ અર્થ લેવાય છે. તેથી તે યોગરૂઢ કહેવાય છે. અહી ‘અન્નહા’ એટલે ચલાયમાન ન થાય તે, અર્થાત્ પૃથ્વી અને પર્વત, આ બન્ને યેાગઢ નામ હતાં, તે અદલ ચલાયમાન થવાથી યાગના અનેા ત્યાગ કરી એકલું રૂઢ નામ ધારણ કરે છે.