________________
૧૪
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર વિધિ પ્રમાણે પહેલી ઔષધિથી પાંચસો રત્ન પ્રાપ્ત કર્યા પછી ત્યાં તેણે મોટી પૂજાપૂર્વક અછાહ્નિકા મહોત્સવ કર્યો.
ત્યારપછી કુમારે તે રત્નપુર નગરમાં પ્રવેશ કર્યો અને ફરતાં ફરતાં મકાન ભાડે લઈને એક નિર્ધન શ્રાવકના ઘર પાસે રહ્યો. પછી ગશીર્ષચંદનની અતિ નાની જિનપ્રતિમા કરાવી તથા સરૂ પાસે તેની પ્રતિષ્ઠા કરાવી હમેશાં તેની પૂજા કરવા લાગે; અને જિનપૂજા કર્યા પછી તે પહેલી ઔષધિની પૂજા કરી તેની પાસેથી ત્રણ પુરૂષાર્થને સાધનારાં પાંચસે ઉત્તમ રત્ન મેળવવા લાગે; પછી ઔષધિ સહિત તે જિનપ્રતિમાને એક સોનાના દાભડામાં મૂકી તેની પૂજા કરી અંદરના ઓરડામાં બરાબર રક્ષણ થાય એવા સ્થાને તે દાભડા મૂકે.
તે શ્રાવકના કુટુંબને તેણે ઇચ્છિત દાન આપી વશ કર્યું હતું, તેથી તે આખું કુટુંબ તેની નિરંતર ભક્તિ કરતું હતું. “દાનથી આખું જગત પણ વશ થઈ શકે છે.” પછી નેકરને મેટ સમૂહ રાખી અર્થીઓને ઈચ્છિત દાન દે તે કુમાર સ્વેચ્છાએ ગીત-નાટયવડે રાજમાર્ગાદિકમાં કીડા કરવા લાગે. તેનું ખરું નામ નહિ જાણનારા લકોએ તેમના ઘરમાં અથએની વાંછા પૂરે તેટલી લક્ષ્મી વિલાસ જોઈ તેનું શ્રીવિલાસ એવું સાર્થક નામ પાડ્યું.
તે રત્નપુર નગરમાં મનુષ્યને વિષે રત્ન સમાન રત્નરથ નામનો રાજા રાજ્ય કરતા હિતે. તે પિતાની પ્રજાને સુખ આપનાર અને શત્રુઓને દુઃખ આપનાર હતા. તેના ઐશ્વર્યને, શરીરના સૌંદર્યને, ગાંભીર્યને અને ઉત્તમ શૌર્યને શીખવા માટે ઈંદ્ર હજુ સુધી બૃહસ્પતિને સેવે છે એમ હું માનું છું.
તે રાજા જ્યારે શત્રુ પર ચડાઈ કરતે હતા ત્યારે તે શત્રુરાજાને અનુસરતી સર્વ પૃથ્વી કંપાયમાન થતી હતી. સ્ત્રીઓને સ્વ-પરનો વિવેક હેતો નથી.” પ્રતાપવડે સૂર્ય જેવા તે રાજાના સૈન્ય ઉડાડેલી ધૂળવડે બાવાઘોષ એ વાક્યમાં જે લક્ષણ કરવી
૧. અનુવ્રતવાળી પૃથ્વીરૂપી સ્ત્રી કામના આવેશથી કંપતી હતી એ તાત્પર્ય છે.
૨. કોઈપણ વાક્યમાં શબ્દ પ્રમાણે અર્થ મળતો ન આવતું હોય એટલે કે શબ્દને જે અર્થ થતું હોય તે અસંભવિત લાગતું હોય તે ત્યાં લક્ષણા કરવી પડે છે. જેમકે કોઈ માણસે કોઈને પૂછયું કે–ોષ એટલે ગાયને વડે--નેહડે કયાં છે ?” તેને તેણે જવાબ આપ્યો કે—‘iાં છો એટલે “ઘોષ ગંગાનદીમાં છે. અહીં જળના પ્રવાહરૂપ ગંગાનદીમાં ઘોષ હોવાને સંભવ નથી, તેથી “ગંગાનદીને કાંઠે ઘેષ છે” એમ લક્ષણા કરવાથી અર્થ સંભવે છે. તે બાબત આ લેકમાં ગ્રંથકાર કહે છે કે–સૈન્યની ઉડેલી ધૂળવડે જળમાં પણ સ્થળ થયું, તેથી ત્યાં (સ્થળમાં) ઘેપને સંભવ છે, માટે લક્ષણ કરવાની જરૂર નથી.-વ્યર્થ છે.
EAS