________________
આઠમે સગ.
૧૩૯ આ ચેથી નીલવર્ણની ઔષધિ છે. તેને તેના મંત્રવડે મંત્રીને જે કઈ ચેતન કે અચેતન પદાર્થના મસ્તક ઉપર રાખવામાં આવે તો તે તેને પૂછેલી ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ સંબંધી સર્વ હકીકત કહી આપે છે.
તેના મંત્રની સાધના પ્રથમની જેમ છે. તે મંત્ર આ પ્રમાણે –“ માટે જ જશrણને પ્રશ્નાર્થ વ વવ શું જાદુ ” આ પાંચમી શ્યામવર્ણવાળી ઔષધિ છે. તે પિતાના જળવડે દુષ્ટ કામણ, દુષ્ટ મંત્ર, ચૂર્ણ અને ઔષધિ વિગેરેથી ઉત્પન્ન થયેલા દેને નાશ કરે છે”
આ પ્રમાણે તેનો વિધિ, પ્રભાવ વિગેરેને હૃદયમાં ધારણ કરી કુમાર હર્ષ પામી તે ક્ષેત્રપાળ સહિત સાધકની પાસે ગયો ત્યાં દેવે સાધકને કહ્યું કે
હે ભદ્ર ! આ કુમારના પ્રભાવથી હું તારાપર તુષ્ટમાન થયે છું; તેથી હવે ધ્યાન છોડીને મારી આજ્ઞાથી તું તારી ઈચ્છા પ્રમાણે ઔષધિઓ ગ્રહણ કર.” - તે સાંભળી સાધકે પણ હર્ષ પામી તેની પૂજા કરી. ત્યારપછી “કાર્ય વખતે મારું
સ્મરણ કરજે” એમ કુમારને કહી, તેને નમસ્કાર કરી તથા તેની રજા લઈ તે દેવ અંતર્ધાન થશે. - પછી તે સાધક પરિવ્રાજકે પણ તે પર્વત ઉપર ચારે બાજુ ભ્રમણ કરી કરીને પિતાના ભાગ્યને અનુસારે વિધિ પ્રમાણે કેટલીક ચેડા પ્રભાવવાળી ઔષધિઓ ગ્રહણ કરી. પછી કુમાર પાસે આવી તેણે કહ્યું કે–
- “હે કુમાર ! તમારા પ્રભાવથી મારું વાંછિત સિદ્ધ થયું છે. હવે હું તમારી - "આજ્ઞાથી મારે સ્થાને જાઉં છું.ત્યારે કુમારે પણ હર્ષ સહિત તેને જવાની રજા આપી. અન્યને ઉપકાર થવાથી તેને આનંદ થશે. - ત્યારપછી શ્રીજયાનંદકુમાર પલંગ પર આરૂઢ થઈ આકાશમાર્ગે જતાં રત્નપુરના ઉદ્યાનના ઉપર આવ્યું. ત્યાં તેણે એક મનોહર ચિત્ય જોયું, તેનું ઉલ્લંઘન કરવાથી આશાતના થશે એવા ભયથી નીચે ઉતરી તેમાં પ્રવેશ કર્યો, અને વિધિપૂર્વક શ્રીજિનેશ્વર દેવને વંદના કરી. તે સ્થાન સાધનાને યોગ્ય જાણી પલંગને વીખી નાખી તેને યત્નથી કઈ સ્થાને છુપાવી સ્નાનાદિકવડે પવિત્ર થઈ સર્વ વિધિવિધાનને જાણનાર તે કુમારે શ્રીયુગાદિતીર્થકરની પાસે તેનાજ ધ્યાનમાં મગ્ન થઈ ત્રણ ઉપવાસે ત્રણે મંત્ર સાધી લીધા.
ત્યારપછી હર્ષથી શ્રીજિનેશ્વરદેવની પૂજા કરી તેણે ફળવડે પારણું કર્યું, અને
ન
કાનજન
-
.
.
=
+
+