________________
૧૩૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર એમ કહી કુમારે તેને સમ્યક્ત્વ ઉચ્ચરાવ્યું અને હિંસાદિક ન કરવાના નિયમો આપ્યા. તે અંગીકાર કરી દેવે કહ્યું કે–“હે કુમાર ! તમે મને ધર્મ આપનારા હોવાથી હું તમારે અનૃણ થઈ શકું તેમ નથી, તો પણ તમે મારી પાસે કાંઈક વરદાન માગે કે તે આપીને હું ગુરૂને પૂજક તે થાઉં.”
કુમારે કહ્યું—હે દેવ ! મારે કોઈપણ માગવાનું નથી, પરંતુ આ સાધકને તેની વાંછિત ઔષધિઓ લેવા છે કારણ કે તેટલા માટે જ એનો અને મારો આ પરિશ્રમ છે.”
દેવે કહ્યું“તમારા કહેવાથી કદાચ હું તેને ઔષધિઓ લેવા દઈશ, પરંતુ તે તેની પાસે રહેશે નહિ. કારણકે દેવે આપ્યા છતાં પણ ભાગ્ય વિના ભેગાવી શકાતું નથી. હું તે તેને રજા આપું છું કે –ઔષધિઓના કલ્પના જાણકાર તે પોતે જ
ઔષધિઓને ઓળખીને પિતાની મેળે જે જોઈએ તે ગ્રહણ કરે, પરંતુ પ્રથમ તો હું તમને આપું તે ઔષધિઓને ગ્રહણ કરીને તમે મારા ઉપર કૃપા કરે કે જેથી મારા પર્વત ઉપર રહેલી આ સારભૂત ઔષધિવડે મેં ગુરૂની પૂજા કરી કહેવાય.”
એમ કહી તેણે કુમારને પાંચ શ્રેષ્ઠ ઔષધિઓ આપી. તે કુમારે પણ ગ્રહણ કરી; કારણ કે સંપુરૂષે પ્રાર્થનાને ભંગ કરતાં ભય પામે છે. પછી દેવે કહ્યું કે—
હે કુમાર ! આ ઔષધિના અદ્દભુત મહિમાદિકને સાંભળો-આ બે આંગળ જાડી અને ચાર આંગળ લાંબી પીળા વર્ણની ઔષધિ છે, તેને પૂજવાથી તે હમેશાં પાંચસો રત્ન આપે છે. તેને સાધવાને મંત્ર આ પ્રમાણે છે–
• आँ महाभैरवि क्षां क्ष क्षा क्षः श्रियं वितर वितर स्वाहा ।"
તેટલા જ પ્રમાણવાળી આ બીજી રાતી ઔષધિ છે, તેને સાધીને તેની પાસે માગવાથી તે “શું આપું ?” એમ બોલે છે; અને જે માગો તેનાથી બમણું લે. ત્રણ ગુણું લે.” એમ બોલે છે. પણ તે કાંઈ આપતી નથી. તેને સાધવાનો મંત્ર આ છે –
મહાવાણિનિ ઝાં જૈ ચ મહાશિચે ઘર ઘર રહ્યા ” આ ઔષધિથી કેવળ કૌતુકાદિક જ થઈ શકે છે. આના મંત્રની સાધના તથા વિધિ વગેરે સર્વ પહેલી ઔષધિની જેમ જાણવું. તેનાથી અર્ધ પ્રમાણુવાળી આ ત્રીજી ધળી ઔષધિ સર્વ રોગને હરણ કરનારી છે, અને સર્વ પ્રકારના ઝેરનો નાશ કરે છે, તેનું પાણી છાંટવાથી ઘાત અને ચાંદા વિગેરે તત્કાળ રૂઝાઈ જાય છે. તેમ જ ગયેલાં નેત્રે પણ પાછાં આવે છે. તેની સાધના કાંઈ પણ નથી. તેનાથી પણ અર્ધ પ્રમાણુવાળી
==
રા
,
-
-