________________
આમા સગર.
૧૩૫
વળી ધીર પુરૂષા પાપકારને માટે મૃત્યુની પણ પ્રાના કરે છે. કારણ કે તેઓ મરણ પામ્યા છતાં પણ સ્થિર એવા ધર્મ અને યશરૂપી પ્રાણેાવડે જીવતા જ છે, મારા જય કે મરણ જે થવાનું હશે તે યુદ્ધથીજ જણાશે, માટે તારા બળની તને હજીસુધી ખાત્રી ન થઈ હોય તેા ફરીથી પણ તને ગમે તે પ્રકારનું મારી સાથે યુદ્ધ કર. ’
આ પ્રમાણે કુમારે તીરસ્કાર કર્યાં એટલે ક્રોધથી અધ થયેલા ક્ષેત્રપાળ ખગ અને મુદ્ગરને ઉંચા કરી કુમારને મારવા દોડયો. તે વખતે નમસ્કાર મંત્રનું સ્મરણ કરતા કુમાર પણ ઔષધિવડે તેનાજ જેવુ' રૂપ કરી હાથમાં ખડ્ગ ધારણ કરી યુદ્ધ કરવા તૈયાર થયા.
પછી ક્રોધથી પરસ્પર કરેલા ઘાતને ચતુરાઈથી ચૂકાવતા અને લાંબાકાળ સુધી માન્મત્ત થયેલા તે વીરા ખડ્ગવડે યુદ્ધ કરવા લાગ્યા. તેમાં શ્રીજયાનંદકુમારને દુ ય જાણી તે છળવાન અને બળવાન ક્ષેત્રપાળ ડમરૂ નામના વાજિત્રના કઠોર શબ્દવડે તેના કાનને વીંધતા, સો પાસે તેના શરીરને ડંખાવતા અને ખડ્ગ તથા મુદ્ગરવડે હણાતા, એમ એકી સાથે ચારે ભુજાવડે પેાતાની સર્વ શક્તિથી યુદ્ધ કરવા લાગ્યા, કે જે જોઈને દેવા પણ ભય પામવા લાગ્યા. તે વખતે વિઘ્નને હરનારી ઔષધિના બળથી અને ધર્માંના બળથી કુમારે તત્કાળ ખડ્ગવડે તેનુ ડમરૂ ભેદી નાખ્યુ, સર્પોના કકટેકકડા કરી નાખ્યા, મુલ્ગરનું ચૂર્ણ કરી નાખ્યું, અને ખડ્ગના સા કકડા કરી નાખ્યા.
‘ પુણ્યથી શું શું સાધી શકાતું નથી ?' પછી તે ક્ષેત્રપાળને શસ્ત્ર રહિત જોઇ કુમારે પણ પોતાના ખડ્ગનો ત્યાગ કર્યો. આવી કુમારની લીલા જોઇ ક્ષેત્રપાળે ક્રોધ પામી નજીકના વૃક્ષને શસ્રરૂપ કર્યુ. ત્યારે કુમારે પણ વૃક્ષ ગ્રહણ કરી તે વડે તેના વૃક્ષને જલ્દીથી ચૂર્ણ કર્યું..
એ પ્રમાણે નવા નવા વૃક્ષો ગ્રહણ કરીને તેઓએ ચિરકાળ સુધી યુદ્ધ કર્યું. ત્યારપછી દેવાએ મનમાં આશ્ચર્ય પામી વારવાર સ્તુતિ કરાતા અને મત્સરને ધારણ કરતા તે બન્ને માટી મેટી શિલાએવડે યુદ્ધ કરવા લાગ્યા. ત્યારપછી ઉત્સાહ સહિત ભુજાવડે સ્મુધને અફળાવતા અને પગવડે પૃથ્વીને ફેાડતા તે બન્ને મલ્લયુદ્ધ કરવા લાગ્યા. કુકડા ઉડે ને પડે તેમ મુષ્ઠિના પ્રહાર કરતા તે અન્નેને ઉડતા અથવા નીચે પડતા કોઇ જાણી શકતા નહાતાં. તે બન્ને ભેળા થઈને પૃથ્વીપર આળાટતા છતા રતિક્રીડાની જેમ યુદ્ધને વિષે પણ આશ્લેષ ( આલિગન ) અને વિશ્લેષ ( જૂદા પડવા ) નો અનુભવ કરવા લાગ્યા.
===tyy