________________
૧૩૪
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર ધારણ કરતે તથા હાથ પગના આઘાતવડે અને અટ્ટહાસવડે દિશાઓને ગજાવતો તે બોલ્યો કે–
હું આ પર્વતનો સ્વામી મલયમાલ નામના ક્ષેત્રપાળ છું, મેં ભુંડ વિગેરેના રૂપ કરી તારી સાથે યુદ્ધક્રીડા કરી છે. અને મેં જે મારે પરાભવ દેખાડ્યો, તે માત્ર કીડાની વૃદ્ધિને માટે જ દેખાડ્યો છે, તેટલાથી હે મૂઢ! તું તારા આત્માને ફેગટ વિજ્યવાળો માનીશ નહિ. હજુ કાંઈપણ વિનાશ પામ્યું નથી એટલે કે બગડી ગયું નથી, જો જીવવાની ઈચ્છા હોય તે હજુપણ ચાલ્યો જા. બીજાને માટે મરવાને ઇચ્છતા એવા તને બાળકને મારવાથી મને કાંઈ યશ મળવાનો નથી.”
આ પ્રમાણેના તેના વચનો સાંભળી શ્રી જયાનંદકુમાર બેલ્યો કે–“તારે તે આ યુદ્ધ કીડાને માટે થયા, પરંતુ મારે તે અન્યના ઉપકારને માટે યુદ્ધ કરવા પડ્યા. છે, છતાં તે તે મારી તેટલી ઈચ્છા પણ પૂરી કરી નથી, કારણકે પિતા પોતાના શસ્ત્રોના સમૂહથી ભરેલા વિષ્ણુ, મહાદેવ, ઇંદ્ર, વિશ્વનો અંત કરનાર યમ કે બીજે કઈ યુદ્ધમાં નિપુણ લેકપાળ પણ કદાચ પોતાનું અતુલ પરાક્રમ પ્રસિદ્ધ કરતા, મારી દષ્ટિ સન્મુખ ઉભા રહે, તે મારા ભુજયુગલની અત્યંત ખરજની કાંઈક પૂર્વી થાય.
વળી શરીર કે ઉમ્મરની મોટાઈથી કાંઈ જીતી શકાતું નથી, તેજથી જ જીતી શકાય છે. કારણ કે સૂર્ય બાળક છતાં તેના તેજસ્વીપણાને લીધે તેના કિરણોને પર્વતે પણ પિતાના શિખર પર ધારણ કરે છે. કહ્યું છે કે – ' ,
" हस्ती स्थूलवपुः स चांकुशवशः किं हस्तिमात्रोडशो, . दीपे प्रज्वलिते प्रणश्यति तमः किं दीपमात्रं तमः। कल्लोलोल्ललितो द्रुतं हि गलितो वार्धिश्च कुम्भोद्भुवा,
तेजो यस्य विराजते स बलवान् स्थूलेषु कः प्रत्ययः ॥" હાથી મોટા શરીરવાળો છે તે પણ તે એક નાના સરખા અંકુશને વશ થાય છે, તે શું હસ્તી જેવડો મોટો અંકુશ હોય છે? નાને પણ દ દેદીપ્યમાન હોય છતે મોટું અંધારું નાશ પામે છે, તે શું દીવા જેટલું જ અંધારું હોય છે? અગત્ય ઋષિએ તરંગથી ઉછળતા સમુદ્રનું પાન કર્યું હતું, તે શું અગત્ય જેવડે જ સમુદ્ર છે? એમ નથી. જેનામાં તેજ વિરાજમાન છે, તેજ બળવાન છે, તેમાં મોટાને વિષે આધાર રાખવાનું નથી.”