________________
આઠમે સગ.
૧૩૩ તે મુંડને જોઈ તેની સાથે સમાન યુદ્ધ કરવાની ઈચ્છાથી કુમારે પણ દેવીની આપેલી ઔષધિના પ્રભાવથી ભુંડનું રૂપ કર્યું અને ક્રોધથી તેની સાથે યુદ્ધ કરવા દેડયો. ગર્વવડે ઉદ્ધત થયેલા તે બને પરસ્પર ભેળા થઈ યુદ્ધ કરવા લાગ્યા, અત્યંત ઘેર ઘુરઘુર શખવડે પર્વતની ગુફાઓને પણ ગજાવવા લાગ્યા અને ઉંચા ઉછળીને નીચે પડવાથી પવર્તની પૃથ્વીને પણ કપાવવા લાગ્યા.
આ રીતે મોટી કાયાવાળા અને મોટા બળવાળા તે બન્ને ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. છેવટ જયાનંદકુમારે પરાક્રમથી પિતાની દાઢાવડે દેવભૂંડને પરાભવ કર્યો, એટલે તે દુઃખથી બુમ પાડતો નાશી ગયો.
ત્યારપછી તે દેવ હસ્તીરૂપે પ્રગટ થયે. ત્યારે કુમાર પણ હસ્તીનું જ રૂપ કરી તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમના યુદ્ધમાં મેટી ગર્જના થવાથી પૃથ્વી પણ ચલાયમાન થઈ આકાશ પણ ફુટવા લાગ્યું અને પર્વતના શિખરે પણ ત્રુટી પડવા લાગ્યા. છેવટ ભાગ્યવાન કુમારે શત્રુહસ્તીના દાંત ભાંગી નાખ્યા, સૂંઢ તોડી નાખી અને આખા શરીરે પીડા ઉત્પન્ન કરી, એટલે તે હસ્તી તત્કાળ નાશી ગયે. પછી તે બન્નેએ સિંહનાં રૂપ કરી પુછડા પછાડવાથી પર્વતને પણ ભાંગી નાખે તેવું વિવિધ પ્રકારનું : યુદ્ધ કર્યું. તેમાં પણ છેવટ સિંહરૂપી દેવ પરાજિત થયે.
આ પ્રમાણે સર્વ યુદ્ધોમાં કુમારને દુર્જય જાણી અત્યંત કપ પામેલો દેવ આખા જગતને ભય કરનારું રૂપ ધારણ કરી પ્રગટ થયો. તે રૂપમાં તાડવૃક્ષ જેવી મોટી અને જાડી જંઘાઓ કરી, પર્વતની ગુફા જેવું પેટ કર્યું, જાડી અને પહેલી શિલા જેવી છાતી કરી, લાંબી અને પાતળી ડોક કરી, કડાઈયાના તળીયાં જેવું મુખ કર્યું, ખીલા જેવી દંતપંક્તિ કરી, બળતી સઘડી જેવાં નેત્રે કર્યા, જાડું નાનું અને ચપટું નાક કરી, વટવૃક્ષની શાખા જેવા મોટા અને જાડા ભુજદંડ કર્યા, ત્રણ ખુણાવાળું મુંઢા જેવું મસ્તક કર્યું, પીળા અને જાડા કેશ કર્યો, નમી પડેલા ગાલ કર્યા, રાફડાના બિલ જેવા કાન ક્ય, શરીરની નસો જાડા દોરડા જેવી કરી, લાંબી લેખણની જેવી આંગળીઓ કરી. ચૂલે મૂકેલા પાત્રના તળીયાની મેષ જે કાળે શરીરનો વર્ણ કર્યો, આવું ભયંકર અને બીભસ રૂપ વિકુવ્યું.
પછી પિતાના નાદવડે ગુફાઓને ગજાવવા લાગ્યો. એક હાથમાં ડમરૂક મણિને, બીજા હાથમાં કુંફાડાના શબ્દવડે આકાશ અને પૃથ્વીને પૂર્ણ કરતા તથા ભયંકર ફણાના આડંબરને કરતા એવા સર્પોને, ત્રીજા હાથમાં મુદ્ગરને અને ચોથા હાથમાં ખગને
Illi
WW.