________________
૧૩
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર કેઈ ઠેકાણે પલંગને છુપાવી પ્રાત:કાળે સાધકને મળ્યો અને કહ્યું કે–“હે યેગી ! હું જયાનંદકુમાર તમારું રક્ષણ કરું છું, તેથી તમે તમારું ઈષ્ટ કાર્ય સાધે.” તે સાંભળી હર્ષ પામેલા અને તેના સત્ય તથા સાહસની સ્તુતિ કરતા યોગીએ વિધિપૂર્વક પિતાની સાધના શરૂ કરી, અને શ્રીજયાનંદકુમાર શસ્ત્ર ધારણ કરી વિન નિવારવા માટે સાવધાનપણે તૈયાર રહ્યો.
એ પ્રમાણે બે દિવસ વ્યતીત થયા પછી ત્રીજે દિવસે કૃષ્ણ ચતુર્દશીની રાત્રિએ કુમારે પૂર્વ દિશામાં સર્વ દિશાઓનાં મુખને અંધ કરતે મહા ભયંકર ધૂમાડાને સમૂહ આવતે છે. તેને નિર્ભય અને ધીર એવા કુમારે પૂર્વે દેવીની આપેલી ઔષધિના સાનિધ્યથી અને નવકાર મંત્રના જાપથી તત્કાળ દૂર કરી નાખે. પછી સાવધાન થયેલા કુમારે તત્કાળ ધૂમાડાની પાછળ આવતા અગ્નિને જે, તેને પણ પ્રથમની જેમ જ દૂર કર્યો.
પછી કુમારે ભયંકર અટ્ટહાસ સાંભળે. તેનાથી પણ કુમાર ક્ષોભ પામ્યો નહિ અને સાધકને પણ તેણે ધીરજ આપી. તે વખતે પ્રાણીઓના હૃદયને ભેદી નાખે તેવી આકાશવાણી થઈ કે
પહેલાં સાધકને ખાઉં કે ઉત્તરસાધકને ખાઉં?” તે સાંભળી શ્રી જયાનંદકુમારે કહ્યું કે–“પથરા ખા. અમે કાંઈ તારે આધીન નથી કે જેથી તે અમને ખાઈ શકે ? શું મૃગલે સિંહને ખાઈ શકે? અથવા સિંહથી રક્ષણ કરેલા મૃગને પણ ખાઈ શકે? ઇંદ્રને પણ હું જીતી લઉં, તે તને જીતવામાં શી મોટી વાત છે?” ત્યારે ફરીથી આકાશમાં વાણી થઈ કે–
અરે મૂર્ખ ! અન્યને માટે કેમ મરવા તૈયાર થાય છે? તારી જેવાના વાચાળપણથી દેવે કદાપિ જીતી શકાતા નથી, એ શું તું નથી જાણતો? માટે તું અહીંથી દર જા, તને નિરપરાધીને હું નહીં મારું, પણ આ અપરાધી સાધકને તે તારું રક્ષણ છતાં પણ હું હણી નાખીશ. કારણ કે તે મારા પર્વતમાંથી વિવિધ પ્રકારની ઔષધિઓ લેવા ઈચ્છે છે, અને વિદ્યાનું સાધન કરતાં પહેલાં મારું પૂજનાદિક પણ કર્યું નથી.”
તે સાંભળી કુમાર હસીને બોલ્યા કે—“તું અદૃશ્ય થઈને કેમ બોલે છે? શુરવીર હોય તે પ્રત્યક્ષ થા, કે જેથી તારું પરાક્રમ હું જાણી શકું.” , આ પ્રમાણે કુમારે તેને તીરસ્કાર કર્યો એટલે તે દેવ મનમાં અત્યંત કપ પામી - પગના આઘાતવડે પર્વતને પણ કંપાવતા એવા ભુંડરૂપે પ્રગટ થયે. અંજનગિરિ જેવા મટા શ્યામવર્ણવાળા દુઃખે કરીને પરાભવ કરી શકાય તેવા તથા તૃષ્ણા સહિત આવતા