________________
આઠમે સ.
૧૩૧ કુદકાથી એક એક જન જઈ શકું છું. એ રીતે હું પૃથ્વી પર સર્વત્ર ફરું છું. આજે આ વનમાં આવતાં અહીં અસંભવિત એવો સુવર્ણ મહેલ જોઈ મેં તાપસેને પૂછયું. તેનાથી તમારું લકત્તર વૃત્તાંત જાણી તમે દેવાથી પણ ન જીતી શકાય તેવા છો એમ મારી ખાત્રી થઈ છે તેથી તમારી પાસે સ્વાર્થની સિદ્ધિ થાય તેવી માગણી કરવા હું આવ્યો છું. મેટા પુરૂષની પાસે યાચના કરવી એ કાંઈ લજજાકારક નથી.
હે ભદ્ર! જે તમે તે ક્ષેત્રપાળને જીતવા શક્તિમાન હો તો ઔષધિને કલ્પ સાધતાં મને જે વિદને થાય છે તેને હરણ કરવા માટે તમે મારા ઉત્તરસાધક થાઓ.”
આ પ્રમાણે તે યોગીના વચન સાંભળી કુમારે કહ્યું કે—“વિશ્વને ઉપકાર કરવા ઈચ્છતા માટે આ કાર્ય અલ્પમાત્રજ છે. જે આ કાર્યમાં તમારા કાર્યની સિદ્ધિ રહેલી છે તે ઇંદ્રને પણ જીતીને તે કાર્ય હું સાધી આપીશ.”
યોગી બ “બહુ સારું, બહુ સારું. તમારે વિષે સર્વ સંભવેજ છે. હવે તે પર્વત અહીંથી સે જન દૂર છે. વળી તે સાધના કૃષ્ણપક્ષની બારશના દિવસે શરૂ કરાય છે, અને જે તેમાં વિન ન આવે તે ત્રીજે દિવસે એટલે ચૌદશની રાત્રે સિદ્ધ થાય છે. આજે કૃષ્ણપક્ષની આઠમ છે, તેથી કરીને હે સદ્બુદ્ધિમાન ! તમે તૈયાર થાઓ. કલે પ્રાત:કાળે તમને મારા ખભા ઉપર બેસાડી ત્રણ દિવસે આકાશમાર્ગે તમને ત્યાં લઈ જાઉં.” ' તે સાંભળી કાંઈક હસીને કુમાર બે કે—“તમે જાઓ, તમારો સ્વાર્થ સાધવાની તૈયારી કરો. હું મારી શક્તિથીજ બારશના સૂર્યોદય વખતે ત્યાં આવી પહોંચીશ. આ બાબતમાં તમારે કોઈપણ સંશય રાખ નહિ. સપુરૂએ જે અંગીકાર - કર્યું હોય તે પૃથ્વી અને મેરૂ વિગેરેની જેમ કલ્પાંતે પણ ચલાયમાન થતું નથી.” આ પ્રમાણે કુમારનું વચન સાંભળી ખુશી થયેલે યેગી તે કુમારને મળવાનું સ્થાન જણાવીને ત્યાં જવા માટે સાધનેની સામગ્રી સહિત આકાશમાર્ગે ચાલ્ય.
અગીઆરસની રાત્રિએ કુમારે પોતાની પત્નીને કહ્યું કે“હે પ્રિયા ! હું - મલયાચળ પર્વત પર જઈ, ત્યાં ત્રણ દિવસ રહી, વિદ્યાસાધક ચગીને સહાય કરી તેનું કાર્ય સિદ્ધ થયે જલદીથી પાછો અહીં આવીશ. તે કાર્યમાં સંમતિ આપવાથી પરેપકારના પુણ્ય ભાગ તું પણ મેળવ. મારા ત્યાંથી આવતા સુધી તારા પિતાદિકથી પાલન કરાતી તું સાવધાનપણે અહીં રહેજે.”
એમ કહી નિર્ભયપણે કુમાર પલંગ ઉપર આરૂઢ થઈ તે પર્વત પર ગયે. ત્યાં