________________
૧૩૦
શ્રી જયાનંદ કેવળ ચરિત્ર લજજા પામેલ અર્થી વિલંબને લઈને જે પાપ ઉપાર્જન કરે છે, તે પાપને વિલંબે કરીને દાન કરતો દાતા દૂર કરી શકતા નથી. અર્થાત્ દાતા પણ જે વિલંબ કરે તે તેટલું જ પાપ બાંધે છે.”
" याचमानजनमानसवृत्तेः, पूरणाय बत जन्म न यस्य । तेन भूमिरिह भारवतीयं, न द्रुमैर्न गिरिभिन समुदैः ॥"
જેને જન્મ યાચક જનેના મનની ઈચ્છા પૂર્ણ કરવા માટે નથી, તેવા પુરૂષથી જ આ પૃથ્વી ભારવાળી છે; કાંઈ વૃક્ષોથી, પર્વતથી કે સમુદ્રથી ભારવાળી નથી. તેને ભાર પૃથ્વીને લાગતું જ નથી.”
"मीयतां कथममीप्सितमेषां, दीयतां द्रुतमयाचित एव । તે પિતાનું નવિ, વા -વાગવા જતે ગા !”
અર્થીજનોની ઈચ્છા શી રીતે જાણી શકાય? જે જાણી શકાય તે તેણે યાચના કર્યા પહેલાં જ જલ્દીથી આપ. અર્થીની ઈચ્છા જાણ્યા પછી પણ જે દાતાર તે યાચકની વાણીને અવસર સહન કરે છે, (એટલે કે યાચક માગશે ત્યારે હું આપીશ એમ તેના વચનની જે દાતાર રાહ જુએ છે) તેને ધિક્કાર હો.”
આની ઈચ્છાને હું શી રીતે જાણું, અને માગ્યા પહેલાં શી રીતે તેનું વાંછિત આપી શકું?” એમ ત્રણ પ્રકારના વિરજમાં શિરોમણિભૂત કુમાર વિચારતો હતો, તેટલામાં તે પરિવ્રાજક હર્ષથી બે કે—“તમારે અસાધ્ય કોઈપણ નથી, તમારાથી બીજે કઈ ઉત્તમ શૂરવીર અને પરોપકારી નથી. હું મારે વૃત્તાંત કહું છું તે તમે સાંભળે
ગંગાને કિનારે ભદ્રદત્ત નામના ગુરૂ હતા, તેમને હું ગંગદત્ત નામને શિષ્ય છું. ગુરૂએ આપેલા ઔષધિકલ્પના પુસ્તક ઉપરથી હું અનેક ઔષધિને જાણું છું અને તે વિવિધ પ્રકારની ઔષધિઓ મલયાચળ પર્વત પર છે. પરંતુ તેને કલ્પ સમ્યક પ્રકારના વિધિથી સાધેલ હોય તે જ તે ઓળખીને લઈ શકાય છે. તેથી મેં વારંવાર ત્યાં જઈને તેની સાધના આરંભી હતી, પરંતુ તે પર્વતને સ્વામી મલયમાલ નામને ક્ષેત્રપાળ મને ઉપસર્ગો કરીને ભય પમાડે છે, તેથી હું તે ઔષધિઓના કલ્પને સાધી શકતે નથી.
ગુરૂએ બતાવેલી ઔષધિને મારે પગે લેપ કરવાથી હું આકાશમાં એક એક * ૧ યુદ્ધવીર. દાનવીર અને ધર્મવીર.
-
-
-
-
-