________________
૧૨.
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર હે તાપ ! તે પર્વત પર રહેલા જ્ઞાની મુનિને મેં પૂછ્યું કે–આ કુળપતિ શી રીતે વાઘરૂપ તજીને મનુષ્ય થશે?” ત્યારે તેણે કહ્યું કે “તત્ત્વજ્ઞાનીના સમાગમથી તે મનુષ્ય થશે.” મેં ફરીને તે જ્ઞાનીને પૂછયું કે--
તે તત્ત્વજ્ઞાનીને મારે શી રીતે ઓળખવા? ” તેમણે ઉત્તર આપે કે “કેલ ભુંડના સ્વરૂપને ધારણ કરેલા તને જે રાજપુત્ર જીતે તેને તારે તત્ત્વજ્ઞાની જાણ.” ત્યારપછી કોલનું રૂપ ધારણ કરી અનેક રાજધાનીઓમાં જઈ ઉદ્યાનને ભાંગતે હું ભમવા લાગે, પણ કોઈએ મને જીત્યો નહીં. છેવટ હું હેમપુર નગરમાં ગયો. ત્યાં હું રાજાના ઉદ્યાનને ભાંગવા લાગ્યું. તે વખતે સે રાજપુત્રે મારી સાથે લડવા આવ્યા, તે સર્વને મેં નસાડી મૂક્યા, પરંતુ માત્ર ભુજારૂપ શસ્ત્રવાળા આ કુમારે મને જીતી લીધો. . .
પછી મેં માયાવડે હાથીનું રૂપ કર્યું, ત્યારે મારા હાથીના રૂપ ઉપર ચડેલા કુમારને હું અહીં લાવતા હતા, તેવામાં તે એક વટવૃક્ષને વળગી પડ્યો, ત્યારે તમારું હિત કરવાની ઈચ્છાથી હું તેને વટ સહિત મહાકટે અહીં લાવ્યા. સૌંદર્ય, ઉદારતા, શૂરવીરતા, ઉપકાર અને સદ્ધર્મ વિગેરે ગુણાએ કરીને આ કુમાર તુલ્ય બીજે મનુષ્ય જણાતો નથી. એમ મેં સાક્ષાત્ અનુભવ્યું છે. કૌતુકથી અદશ્ય રીતે અહીં આવીને મેં કુળપતિને સ્વરૂપમાં લાવ્યા એ વિગેરે સર્વ હર્ષ સહિત જોયું છે. તથા તેણે તમને આહંત ધર્મનો ઉપદેશ આપે, તે પણ મેં સાંભળ્યો છે, તેથી બોધ પામેલા મેં હર્ષિત થઈ મારા પૂર્વભવને યાદ કર્યો છે. તે આ પ્રમાણે છે
ધન્યપુર નામના નગરમાં પહેલાં ધન્ય નામને એક ધનીક વણીક રહેતો હતો. તેને વસુમતિ નામની સતી ભાર્યા હતી. એક વખત શ્રાવકના સંસર્ગથી તે શેઠને એક મુહૂર્ત માત્ર સદ્દગુરૂનો સમાગમ થયે. તેની પાસે ઉપદેશ સાંભળી તેણે સમકિત સહિત શ્રાવકધર્મ અંગીકાર કર્યો. એક દિવસ તેની સ્ત્રીના શરીરે વ્યાધિ ઉત્પન્ન થયો. તેની શાંતિ માટે તેણે ઉત્તમ વૈદ્ય પાસે તેની દવા કરાવી.
વૈદ્યોએ કહેલા વીર્યવાળા વિવિધ પ્રકારનાં ઔષધો કર્યા છતાં તેણીના શરીરે કાંઈ પણ ગુણ દેખાય નહિ. પ્રિયાપરના દઢ પ્રેમને લીધે માંત્રિકાદિકને પણ પૂછ્યું, ત્યારે તેઓએ પિતાપિતાના આમ્નાય-વિધિ પ્રમાણે અનેક ઉપાયે કર્યા, તેનાથી પણ તેણીને કાંઈ ગુણ થયે નહિ. ત્યાર પછી તેણીના નેહમાં અત્યંત ઘેલા થયેલે તે નગરમાં ભમતે ભમતે ઠેકાણે ઠેકાણે જટાધારી તથા કાપડીઓને પણ કહેવા લાગે કે
કોઈ પણ પ્રકારના પ્રવડે જે કઈ મારી પ્રિયાના વ્યાધિને મટાડશે તેને .
=
=