________________
સપ્તમ સÒ.
૧૨૫
તે પંચ પરમેષ્ઠી મંત્રના પ્રભાવથી શુભ ધ્યાનવડે મરણ પામી સૌધમ નામના પહેલા દેવલેાકમાં મણિચૂડ નામના ઉત્તમ દેવ થયેા.
ઉત્પત્તિ સમયે દેવાના જય જય શબ્દ સાંભળી તેણે ‘પૂર્વે શું પુણ્ય કર્યું. હતું ? ’ તેને વિચાર કર્યાં, એટલે અવધિજ્ઞાનથી મારા કરેલા ઉપકાર જાણી તત્કાળ શરીરની કાંતિવડે દિશાઓને પ્રકાશિત કરતા ભક્તિથી અહીં આન્યા, અને શિલાપર ધ્યાનમાં રહેલા મને નમસ્કાર કરી પેાતાને વૃત્તાંત જણાવી હથી મારી પાસે નૃત્ય કરવા લાગ્યા. તેવામાં પલંગની છાયા જોઈ તને મારા મસ્તકપર ચાલતા જાણી આશાતનાથી ક્રોધ પામી તેણે શ્રાપ આપી તને આ દશાએ પમાડયો છે. ’’
આ પ્રમાણે મુનિની વાણી સાંભળી વિનયથી તે દેવને નમસ્કાર કરી રૂદન કરતા કરતા મેં ટ્વીન વચનવડે તેની પાસે શ્રાપથી મુક્ત થવાપણું માગ્યું. ત્યારે કૃપાથી તે દેવે કહ્યું કે—
“ હે મૂઢ ! રાજયભાગને ત્યાગ કરીને વ્રત લીધા છતાં પણ તું મુનિની આશાતના કરે છે અને તત્ત્વને જાણતા નથી. હે ભદ્ર ! તું નિષ્ફળ તપ ન કર. હમણાં તે મારા પ્રભાવથી સજ્જ થયેલા પલ'ગપર આરૂઢ થઈને પ્રથમની જેમ તું તારા આશ્રમમાં પાછા જા. ત્યાં એક માસને અંતે એક તત્ત્વજ્ઞાની આવીને તને મનુષ્ય રૂપે કરશે, અને તેની પાસેથી તત્ત્વ જાણી તારી કન્યા તું તેને આપજે. ’
આ પ્રમાણે તેના કહેવાથી હું તે જ રીતે અહીં આવ્યા. ત્યારપછીની સર્વ વાત તમે જાણે જ છે. ’
આ પ્રમાણે કુળપતિને વૃત્તાંત સાંભળી કુમાર તથા સ તાપસે આશ્ચય પામ્યા. ત્યારપછી હર્ષોંથી તાપસીએના ગીતરૂપ મગળપૂર્વક ઉત્સવ કરીને તે સ તાપસેાએ એકઠા થઈ કુમારને ધમ પૂછ્યા. ત્યારે તેણે વિસ્તારથી સર્વાંવિરતિ અને દેશિવરિતરૂપ પ્રકારના આ ત ધર્મ કહ્યો. તે સાંભળી પ્રતિબેાધ પામેલા તેઓએ સમકિતપૂર્વ ક અણુવ્રતાદિક ધર્મ અંગીકાર કર્યો.
ત્યારપછી કુળપતિએ કુમારને કહ્યુ` કે—“ હે કુમાર ! તે દેવે તમે મારી પુત્રીના પતિ થશેા તેમ કહેવું છે તે! હવે તમે મારી સુશીલ પુત્રી સાથે જલ્દીથી લગ્ન કરે. ’’ તેના જવાબમાં કુમાર કાંઈ પણ મેલ્યા નહિ, તેટલામાં આકાશમાંથી તેના મસ્તકપર પુષ્પવૃષ્ટિ થઈ. તે જોઈ આશ્ચય પામેલા તાપસેા નિપુણતાથી ઉંચે જોવા લાગ્યા. તેવામાં ગિરિચૂડ દેવ પ્રગટ થઈ ખેલ્યા કે—