________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર ગુમાવેલા મનુષ્યપણાને ફેર મનુષ્યભવરૂપી મહાચિન્તામણીરત્ન આપનાર તમને હું નમસ્કાર કરૂ છું. ” પછી કુમારે અને તાપસેાએ કુળપતિને પૂછ્યું. કે—“ તમારૂ આવુ વાઘરૂપ શી રીતે થયું ?” ત્યારે કુળપતિ ખેલ્યા કે—
૧૨૪
66
“ પલંગપર બેઠેલા હુ તાપસસુંદરીને વર જોવા માટે ભ્રમણ કરતા હતા, તેટલામાં એક દિવસ તે પલંગ આકાશમાંથી એક પર્વતના શિખર ઉપર પડયો. અને તત્કાળ મેં મારૂ વાઘ રૂપ જોયું. ત્યાં એક શિલા ઉપર ધ્યાનમા રહેલા એક જૈનમુનિને મે' જોયા. તથા તેમની પાસે ચાર દેવીઓએ રચેલા ગીત, વાદ્ય અને લયને અનુસારે દિવ્ય રચનાવડે જગતના નેત્રને મેહ પમાડે તેવું નૃત્ય કરતા એક શ્રેષ્ઠ દેવને મે જોયા.
“ આ મુનિએ જ મારા કોઈ પણ અપરાધને લીધે મારી આ દશા કરી છે. ’ એમ વિચારી અત્યંત દુઃખી થતા મે' તેમને પ્રણામ કરી રોતાં રોતાં વાઘની ભાષાથી જ કહ્યું કે~~
“ હે ભગવાન ! મેં આપને શે। અપરાધ કર્યો છે કે જેથી મને નીચે પાડો અને મારૂ વાઘ રૂપ કયુ ? હવે મારા પર પ્રસન્ન થાઓ અને મને મનુષ્યપણુ પમાડા. ત્યારે મુનિ બાલ્યા કે
“ આ બાબતમાં મેસ'કલ્પ–વિચાર માત્ર પણ કર્યાં નથી, પરંતુ આ દેવે કોઈ પણ કારણથી ક્રોધવડે આ પ્રમાણે કર્યુ છે. ” પછી જયારે દેવ નાટક કરી રહ્યો ત્યારે સમય જોઇને ફરીથી મેં મુનિને પૂછ્યું કે—
“ આ દેવ કાણુ છે ? અને શા માટે મારાપર તેણે કાપ કર્યાં છે ? ” ત્યારે દયાના સાગર મુનિ તે દેવનું વૃત્તાંત કહેતા ખેલ્યા કે—
“ મે’વિદ્યાધરના ઐશ્વયના ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી. પછી અનુક્રમે સિદ્ધાંતના અભ્યાસ કરી બાહ્ય અને આભ્ય'તર બે પ્રકારનો તપ કરતા હુ· ગુરૂની આજ્ઞાથી ભવ્ય પ્રાણીઓને ખાધ કરતા એકલા વિચરવા લાગ્યા. એક દિવસ આકાશમાર્ગે જતા મે
આ જપતના શિખર ઉપર સિંહથી હણાતા એક હાથીને જોચેા. તે જોઈ દયા ઉત્પન્ન થવાથી જલ્દી હું આકાશમાંથી અહીં નીચે ઉતર્યાં, એટલે મારા તપના પ્રભાવથી સિંહ નાસી ગયેા.
પરંતુ હાથી અસ્વસ્થ અવસ્થામાં હતા, તેથી મેં તેને સર્વ જીવની સાથે ક્ષામણા તથા સ` પાપનુ' વાસિરાવવુ. વિગેરે કરાવી પંચ પરમેષ્ઠી નમસ્કાર મંત્ર સંભળાવ્યેા.