________________
સપ્તમ સર્ગ
એમ કહી તે યક્ષ આકાશમાર્ગે સ્વસ્થાને ગયો. તે પારણાના દિવસથી ગણતાં આજે ચેથ દિવસ થયો છે, તેથી આજે હું તથા બીજા તાપસે એવા ધર્મતત્ત્વજ્ઞના માર્ગને જોતા હતા, તેવામાં બહુ સારું થયું કે તમે ક્યાંથી પણ આવી ગયા છે. હવે હે ભદ્ર! જો તમે આ કુળપતિને તેનું મૂળરૂપ આપવા શક્તિમાન હો, તે શીધ્રપણે તેમ કરે. કારણ કે પુરૂષનું કાર્ય પોપકાર જ હોય છે.”
આ પ્રમાણે હરિવરના મુખથી આશ્ચર્યકારક વાઘનું સર્વ સ્વરૂપ વિસ્મય સહિત સાંભળીને તે કુમારે તેમને કહ્યું કે–“જે સર્વ કહેલા ધર્મતત્ત્વને સમ્યક્ પ્રકારે મારા મુખેથી સાંભળીને તમે તે ધર્મ અંગીકાર કરશે, તો હું તમારું સર્વ ઈચ્છિત કરીશ.” તે સાંભળી તેઓ પણ બોલ્યા કે
“હે કુમાર ! જો તમે અમારું કાર્ય કરશે તો દેવના કહેવા પરથી તમે જ તત્ત્વજ્ઞાની અને અમારા સદ્દગુરૂ થશે.” ત્યારે કુમારે કહ્યું કે—“તે તમે અગ્નિ અને ફળ વિગેરે સર્વ સામગ્રી લાવો.”
તે સાંભળી તેઓ પણ તત્કાળ તેની કહેલી સર્વ સામગ્રી લાવ્યા અને અગ્નિકુંડ વિગેરે પણ તૈયાર કર્યું. પછી “આ સર્વે આડંબરથી બંધ કરવા ચોગ્ય છે.” એમ ના વિચારી કુમારે પણ સ્નાન કરી મુદ્રા, ધ્યાન, આસન વિગેરે સર્વ આડંબર કર્યો.
પછી “ નમોડ દૌ વંશી, દૌ નમઃ સિદ્ધા सिद्धानन्तचतुष्टयेभ्यः, श्रीनमः आचार्येभ्यः पञ्चाचारधरेभ्यः, ॐ नमः उपाध्यायेभ्यः सर्वविघ्नभयापहारिभ्यः, ॐ नमः सर्वसाधुभ्यः सर्वदुष्टगगोचाटनेभ्यः, सर्वाभीष्टार्थान् साधय, सर्वविघ्नान् स्फोटय स्कोटय, सर्वदुष्टानुचाटय, उच्चाटय एनं स्वं रूपमानय, हुं 9 9 ધાણા
આ પ્રમાણે મંત્રને ઉચ્ચાર કરી પુષ્પ, ફળ વિગેરે અગ્નિમાં હોમી પાસે બેસાડેલા વાઘના શરીર ઉપર હાથવડે વારંવાર સ્પર્શ કરી ઈચ્છિત રૂપને આપનારી રેલણી દેવીની આપેલી ઔષધિને નિપુણતાથી તેના મસ્તકપર નાખી તરતજ તેને પ્રથમના સ્વરૂપવાળો મનુષ્ય કર્યો.
કુળપતિને મૂળરૂપે થયેલ જે સર્વે તાપસ હર્ષ પામી કુમારની અત્યંત સ્તુતિ કરતા છતા કુળપતિને નમ્યા. પછી કુળપતિએ પણ હર્ષથી કુમારને આલિંગન દઈને કહ્યું કે–