________________
૧૨૨
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર તિરસ્કાર પામેલી લક્ષ્મી તે દુઃખથી જ જળમાં લીન થઈને રહી છે એમ જણાય છે. તેણમાં રહેલા ગુણ, રૂપ અને કળા જે બબ્બે રૂપને ધારણ કરે, તે જ તે ગુણાદિક ઉપમાવાળા થઈ શકે તેમ છે, અન્યથા તેણીના ગુણાદિકની ઉપમા છે જ નહીં. અર્થાત્ તેવા ગુણાદિકવાળી બીજી સ્ત્રી દેખાતી જ નથી. તેણીના યોગ્ય વરની ચિંતાથી વ્યાકૂળ થયેલ તેણીને પિતા પલંગ પર આરૂઢ થઈ ચતરફ ભમતે રાજપુત્રને જોયા કરતો હતો.
એક દિવસ તે કોઈ રાજમહેલમાં રહેલા રાજપુત્રને જેવા પલંગ પર બેસીને ગયે. પરંતુ ત્યાંથી પાછો આવ્યો ત્યારે વાઘરૂપે પલંગ ઉપર બેઠેલે આવ્યું. તે જોઈ સર્વ તાપસે ભયથી નાસવા લાગ્યા. તેમને તેણે સંજ્ઞાવડે ધીરજ આપી, ત્યારે તેઓ સ્થિત થયા. તે વખતે તે વાઘ નખવડે ભૂમિપર અક્ષર લખ્યા કે—
“મને સુવર્ણ જટીને કે ઈદેવે શ્રાપ આપને વાઘ કર્યો છે, હવે હું તત્વજ્ઞાની કઈ મનુષ્ય મળશે તે તેનાથી પાછો મનુષ્ય થઈશ, માટે તેવા પુરૂષને તમે અહીં લઈ આવો.” તે સાંભળી તાપસેથી વધારે ધર્મતત્ત્વજ્ઞ કે. હોઈ શકે ? એમ ધારી તેઓએ પિતાની પાસેના મંત્રાદિકને પ્રયોગ કર્યો, પરંતુ તેથી કાર્ય સિદ્ધ થયું નહિ.
ત્યારપછી સાંખ્ય, ઉલૂક અને અક્ષપાદ વિગેરેના મતવાળાઓ પાસે પણ અનેક પ્રતિકાર કરાવ્યા, તે સર્વ એ જ રીતે નિષ્ફળ થયા. ત્યારે હું તથા બીજા સર્વ તા : બીજો ઉપાય નહિ મળવાથી અતિ ચિંતાતુર થયા, એટલે સર્વે ગિરિચૂડ યક્ષના મંદિરમાં ગયા. ત્યાં તે યક્ષની પાસે પવિત્ર થઈ ઉપવાસ ગ્રહણ કરી દર્ભના આસન પર બેસી જપ, ધ્યાન, આસન અને પૂજાદિક વડે પ્રયત્નથી તેની આરાધના કરવા લાગ્યા. છેવટ આડ ઉપવાસને અંતે તુષ્ટમાન થયેલા દેવે પ્રગટ થઈ તાપસને બેસવાનું પ્રયોજન પૂછ્યું. ત્યારે સર્વ તાપસીએ કહ્યું કે
“અમારા કુળપતિને મૂળરૂપે કરે.” તે સાંભળી તે દેવ બે કે–“એવી મારી શક્તિ નથી. કારણ કે એને મારાથી વધારે શક્તિવાળા દેવે વોઘ કર્યો છે. તે હું બીજું શું કરું? તે કહો.” ત્યારે તેઓએ કહ્યું કે –“અમારી ઇષ્ટ સિદ્ધિને માટે તેવા ધર્મતત્ત્વને લાવી આપ.” ત્યારે દેવ બોલ્યા કે–
જ્ઞાનીની વાણીથી તેવા ધર્મતત્વજ્ઞને જાણીને તે પુરૂષા હું લાવી આપીશ.” એમ કહી તે યક્ષે ક્ષણવારમાં ક્યાંક જઈ પાછા આવીને કહ્યું કે –“તે માણસ આજથી ચોથે દિવસે પિતાની મેળેજ તમને અહિ જ આવી મળશે.”
૧ ક્ષીર સમુદ્રમાં શેષશાયી વિષ્ણુ રહેલા છે. તેની પાસે લક્ષ્મી રહેલી છે. એમ લૌકિક પુરાણ કહે છે.