________________
સપ્તમ સગર. .
૧૨૧
- આ પ્રમાણે તાપસ ગુરૂની વાણી સાંભળી અધિક સંવેગને પામેલે રાજા પિતાના -પુત્રને રાજ્યપર સ્થાપના કરી હરિવીર વિગેરે ઘણુ માણસો સહિત જૈનધર્મને અજાણ હોવાથી તાપસ થયે. તે વખતે ગુરૂએ હર્ષથી તેનું સુવર્ણ જટી નામ પાડયું.
તે રાજાની સુરસુંદરી નામની પતિવ્રતા પટ્ટરાણી ગર્ભવતી હતી તે પણ તાપસની દેશના સાંભળી પ્રતિબોધ પામી. અત્યારે મને તાપસી દીક્ષા નહી આપે. આ ભયના કારણે પિતાના ઉદરમાં રહેલા ગર્ભની કેઈને પણ વાત કરી નહિ અને રાજાની સાથે જ આ રાણીએ પણ તાપસી દીક્ષા લીધી. ત્યારપછી સુવર્ણ જટી વગેરે પાંચસો તાપસોથી પરિવરેલા હેમજટી તાપસ ગુરૂ ઉદ્યાનમાં જઈને તપ કરવા લાગ્યા.
કેટલોક સમય ગયા બાદ સુરસુંદરી તાપસીને ગર્ભ પ્રગટ થયો એટલે તેણીને તાપસપતિએ પૂછયું, ત્યારે તેણીએ સત્ય વાત જાહેર કરી. પછી સમય પૂર્ણ થતાં શુભ મુહૂર્ત મનોહર પુત્રીને તેણીએ જન્મ આપે. તેનું નામ તાપસુંદરી રાખવામાં આવ્યું. ઉત્તમ લક્ષણવાળી તે કન્યા પવિત્ર લાવણ્યની જાણે વેલડી હોય તેમ બીજી તાપસીએથી લાલન-પાલન કરાતી વૃદ્ધિ પામવા લાગી. જ્યારે તે ઉમ્મર લાયક થઈ ત્યારે સગુણવાળી અને બુદ્ધિથી સરસ્વતીને પણ જીતનાર એવી તેણીને તેના પિતાએ નેહથી ચોસઠ કળાઓ શીખવી.
કેટલેક કાળ ગયા પછી હેમજી ગુરૂએ સુવર્ણ જટીને સાધન સહિત આકાશગામી પલંગ સંબંધી વિદ્યા અને પિતાનું ગુરૂપદ આપી યોગવિધિથી પિતાના શરીરનો ત્યાગ કરી દેવશરીર પ્રાપ્ત કર્યું. ત્યારપછી સુવર્ણ જટી કુળપતિ થઈ સર્વ તાપસનું પાલન કરવા લાગ્યા.
કેઈક સમયે તે પર્વતના શિખર પર રહેલા તાપનું રક્ષણ કરનાર ગિરિચૂડ નામના યંક્ષના ચિત્યમાં તે યક્ષની પાસે સુવર્ણ જટીએ વિધિ પ્રમાણે ઉપવાસ કરી, ધ્યાન, આસન વિગેરેવડે તે વિદ્યાની આરાધના કરવાનો પ્રારંભ કર્યો. તેને લાખ જાપ પૂર્ણ થયે ત્યારે એકવીશમે દિવસે તે યક્ષ અષ્ટમાન થયું. એટલે તેણે તેને ઈચ્છા પ્રમાણે આકાશમાં ગમન થઈ શકે એવો એક પલંગ આપે. પછી તે તાપસપતિએ તે યક્ષને નમસ્કાર કરી તેની સ્તુતિ કરીને પારણું કર્યું. એ પછી વિમાનપર આરૂઢ થયેલા વિદ્યાધરની જેમ તે પલંગ પર આરૂઢ થઈ તે તાપસપતિ પિતાની ઈચ્છા પ્રમાણે દર એવા પર્વત અને વનાદિકમાં રહેલા તીર્થોને નમન કરવા માટે જવા-આવવા લાગે.
હવે તે તાપસસુંદરી કન્યા સૌભાગ્યની સીમારૂપ યુવાવસ્થાને પામી. તેણીના રૂપથી
જ.-૧૬