________________
૧૨૦
શ્રી જયાનઢ કેવળી ચરિત્ર વડે એક સ્ત્રીમાત્રના દુ:ખથી પણ રક્ષણ કરી શકાયુ નહિ; તે જ પ્રમાણે અહો ! આ સંસારમાં સર્વ પ્રાણીઓ શરણુ રહિત જ છે, કે જેથી વિવિધ પ્રકારનાં દુ:ખાવડે પીડા પામેલા તેઓ ક રૂપી વૈરીવડે કદના પામે છે. ઇંદ્ર પણ મરીને કીડા થાય છે, ચક્રવર્તી પણ નરકે જાય છે, રાજા પણ પત્તિસેવક થાય છે, ધનિક પણ દરિદ્ર થાય છે, નીરાગી પણ રાગી થાય છે, સદ્ભાગ્યવાળા પણ દુર્ભાગ્યને પામે છે, સર્વ પ્રકારે સુખી પણ દુઃખને પામે છે અને સમ માણસ પણ અસમ પણાને પામે છે. તેથી કરીને આ લોક અને પરલેાકમાં પણ તે પ્રકારના કર્મીના વિપરીતપણાથી અવશ્ય નાશ પામનારા સુખને વિષે વિવેકીજનોને શી શ્રદ્ધા હોય ? પ્રાણીએ વિષયસુખની સેવાને જ સુખ માની બેઠા છે અને તેની અપ્રાપ્તિને જ દુઃખ માની બેઠા છે. અહો ! પ્રાણીઓની સ્થિતિ આશ્ચય કારક છે! વિષયાને વિષે સુખની આશા રાખવી તે બ્ય છે, કારણ કે તે આશા જ પ્રાણીઓના દુ:ખનું કારણ છે. તે આશાને જ વાગુરા જાળ રૂપ કરી સ્ત્રીઓરૂપી શિકારીએ પુરૂષારૂપી મૃગાને પકડે છે અને પછી હણે છે.
જેમ આ સ્ત્રીએ તેના પિતાદિકને પણ છેતરીને આ મારા મિત્રને તિય "ચ કર્યાં, તેમ કદાચ કઈ સ્ત્રી મને પણ તેવું કરે તેા ફરીને આ મનુષ્યપણું ને ધર્માદિક કચાંથી મળે ? આ રિવીર એક જ સ્ત્રીમાં રક્ત થવાથી આટલા દુ:ખી થયા, તે હું જગતને છેતરનારી ઘણી સ્ત્રીઓને વિષે કેમ રમું છું-આનંદ પામુ` છું ? ”
આ પ્રમાણે સંસારના સુખથી ઉદ્વેગ પામેલે રાજા વિચાર કરે છે તેટલામાં કાઈ સેવકાએ આવી રાજાને વધામણી આપી કે—
“ હું સ્વામી ! જ્ઞાન અને ધ્યાનવડે મોટા એવા હેમજટી નામના તાપસગુરૂ રિવાર સહિત આપણા નગરની સીમાને વિષે આવીને રહ્યા છે.” તે સાંભળી ઘેખરમાં સાકર ભળ્યા જેવું માનતા તાપસભક્ત રાજા પરિવાર સહિત તેને નમવા ચાલ્યું. સીમાડે જઈ એક વૃક્ષની નીચે બેઠેલા તે તાપસને રાજાએ નમસ્કાર કર્યા, તેણે પણ તેને આશીર્વાદ આપ્યા, એટલે રાજા ચેાગ્ય સ્થાને બેઠા, તેને તે તાપસે ધર્મોપદેશ આપ્યા કે—
“ ડાહ્યા પુરૂષોએ આ પ્રાપ્ત થયેલા મનુષ્યદેહ કષ્ટકારક કામભોગવડે ક્ષય પમાડવા ચેાગ્ય નથી. કેમકે તે કામભોગા વિષ્ટા ખાનાર પ્રાણીઓને જ લાયક છે. આ મનુષ્ય દેહ શુદ્ધ એવા ઉત્તમ તપવડે જ શ્લાઘા પમાડવા લાયક છે. કેમકે તેવા તપવડે આ આત્મા મુક્તિના સુખને પામી શકે છે. લક્ષ્મી ચપળ છે, આયુષ્ય અલ્પ છે, સ્વજના સ્વામાં પેાતાનું કાર્ય સાધવામાં જ તત્પર છે, શરીર નાશવંત છે અને સ્ત્રીએ અતિ કુટિલ છે, તેા પરાભવ, ભય અને વિજ્ઞથી ભરેલા આ સંસારને વિષે સુખ કાંથી હાય ? ”