________________
~~~~~
~~~~~~~
~
~
સપ્તમ સગર
૧૧૯ અમે બને ઈચ્છા પ્રમાણે આનંદ કરીશું. અને તું પણ વાંદરાઓ સાથે સ્વેચ્છાએ કીડા કરજે.”
આ પ્રમાણે મને કહીને તેણુએ મધુકંઠને પ્રેરણા કરી, એટલે તેણે ઇચ્છિત દિશા તરફ વાયુવેગે રથ ચલાવ્યું. આવા તેણીના વચને સાંભળી ક્રોધથી અંધ થયેલ હું વારંવાર મેટી મટી ફાળ મારી ચાબુકનો માર ખાવા છતાં પણ તે બન્નેને બચકાં ભરવા લાગ્યો.
છેવટે તે મધુકઠે કોધથી મારા મસ્તક પર ખગને પ્રહાર કર્યો, તેથી હું મૂછ ખાઈને પડ્યો અને તેઓ ચાલ્યા ગયા. પછી રાત્રિએ શિતળ પવનથી સજજ થયે અને પ્રાતઃકાળ થયે ત્યારે દિશાના વિભાગને નહિ જાણવાથી આમ તેમ ફરતાં એક વાંદરાના ટેળાને જોઈ તે ટોળાના નાયક વાંદરાને જતી ટેળાને નાયક થઈ હું ટેળા સાથે ચિરકાળ સુધી રમે.
એક દિવસ કોઈ ભિલ્લે પ્રમાદમાં રહેલા મને ટેળા સહિત કપટયુક્ત પાશવડે પકડી નૃત્ય શીખવ્યું અને ચિરકાળ સુધી કરાવ્યું.
હે સ્વામી! તેની પાસેથી તમે મને ગ્રહણ કર્યો અને આજે તમે જ મને મનુષ્ય કર્યો. આવું મારું ચરિત્ર જાણે કોઈએ સ્ત્રી ઉપર વિશ્વાસ કરવા ગ્ય નથી. તેમ જ વિષયમાં આસક્ત થયેલે પુરૂષ કઈ કઈ વિડંબના નથી પામતે? તે ધ્યાનમાં લેવાનું છે. પ્રાયે કરીને સ્ત્રીઓ પણ વિષયાસક્ત પુરૂષ ઉપર જ પિતાનું ચરિત્ર વાપરવા સમર્થ થાય છે. એક સ્ત્રીને જ સર્વસ્વરૂપ માનતે પ્રાણ શાસ્ત્રાદિકના વિચારને ત્યાગ કરી મત્ત, અંધ અને મૂઢની જેમ વિપરીત ચેષ્ટાઓ કરે છે.”
આ પ્રમાણે હરિવીરનું વૃત્તાંત સાંભળી રાજાએ તેને કહ્યું કે–“હે મિત્ર! ખેદ ન કર. સારા શીળવાળી બીજી સ્ત્રીઓ સાથે પરણને શંકા રહિતપણે તું સાંસારિક ભેગ ભગવ.” હરિવીર બોલ્યા કે –
હે રાજન ! તમે સ્વામી છતાં મારે કાંઈ પણ દુર્લભ નથી. પરંતુ ભેગનું મુખ્ય સાધન સ્ત્રીઓ છે, અને તેનાથી તો હું અત્યંત ભય પામું છું, તેથી સર્વ સ્ત્રીઓને ત્યાગ કરી આ ભવ અને પરભવના સુખને માટે વનમાં જઈને તપ કરવા ઈચ્છું છું, તેથી હે સ્વામી ! આ બાબતમાં મને આજ્ઞા આપે.”
આ પ્રમાણે તેના વચન સાંભળી રાજાએ મનમાં વિચાર કર્યો કે–“અહો! આ મારે મિત્ર કેવળ વિરક્ત જ થઈ ગયું છે. પરંતુ આવું સ્ત્રીચરિત્ર જોઈ કયે સચેતન પ્રાણુ વૈરાગ્ય ન પામે?
આ પિતે બળવાન છતાં તેનું મારાથી પણ ધન, હાથી, ઘડા અને સૈનિકે વિગેરે સામગ્રી