________________
૧૧૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર સમય આવેથી તે કડું હું તમારા કંઠમાં પહેરાવીશ. હમણાં તે તમારે ઓશીકે તે કડું મૂકું છું. હવે તમને મેં ચિરકાળ સુધી રતિની કીડાવડે ખેદ પમાડ્યો છે, તેથી વાંદરાદિક થકી નિશંક થઈને તમે ક્ષણવાર સુખે સુઈ જાઓ.”
એમ કહી તે કડું મને બતાવી મારે ઓશીકે મૂક્યું. તે વખતે તેણીના વચનથી મૂઢ થયેલે હું તેણીના પર વિશ્વાસ રાખી સુતે અને નિદ્રા પામે. ત્યારે અવસર પામી તેણીએ તે કડું મારા કંઠમાં નાંખી દીધું. “પ્રાયે કરીને નિદ્રા વિરરૂપ જ છે.” પછી તરત જ હું જાગ્યો, એટલે મેં મારા આત્માને વાંદરારૂપે જોયે, અને તેણીને ત્યાં જોઈ નહિ. તેથી ખેદ પામી હુ તત્કાળ તેણીની પાછળ દે. થોડે દૂર ગયે, તેવામાં મધુકંઠની સાથે રથમાં બેસીને તેને જતી જોઈ તત્કાળ હું સ્નેહપૂર્વક દીન બની ગયે. મને જોઈ તેણીએ કહ્યું કે
જે મૂઢ! એક પક્ષનો સ્નેહ કેટલે લાંબે કાળ ચાલી શકે? પિતાદિકની પરાધીનતાને લીધે જ મેં તારી સાથે વિવાહાદિક કર્યું હતું, પરંતુ હું તે બાલ્યાવસ્થાથી જ સ્વેચ્છાચારી અને દુરશીલતાનું સ્થાન હોવાથી આ ગીતકળામાં નિપુણ અને મધુર સ્વરવાળા મધુકંઠ નામના મારા જ ઘરના માણસ ઉપર આસક્ત થયેલી છું, તેથી તેને જ પતિ તરીકે માનું છું, અને તેથી કરીને જ પિતાની ઈચ્છા પ્રમાણે વર્તવા માટે મેં પ્રથમ પાણિગ્રહણ સ્વીકાર્યું નહોતું, પણ આવું મારું ચરિત્ર જાણ્યા વિના જ માત્ર મારૂં અતિ અદ્દભૂત રૂપ જોઈને પાણિગ્રહણાદિક કાર્યમાં મારા સ્વજનેએ તારું બહુમાન કર્યું હતું.”
હે ભૂપાલ! આ રીતે બાલ્યાવસ્થાથી જ મધુકંઠ ઉપરના રાગ વિગેરે સંબંધી પિતાનું સર્વ ચરિત્ર તેણે વિસ્તારથી મને કહી બતાવ્યું. પછી તે બોલી કે—
રે મૂઢ! પિતાદિક સર્વ સ્વજનોને વિશ્વાસ પમાડવા માટે જ મેં તારા પર નેહાદિક દેખાડ્યો હતો. બે વાર તે તને નિષ્ફળ પાછા કાઢયો હતો, તે પણ તે ત્રીજી વાર આવ્યા વિના રહ્યો નહિ, તેથી છેવટે પરિત્રાજિકાએ આપેલા કડાવડે તને વાંદરે બનાવ્યું છે. હવે તું તિર્યચપણું ભગવ. “જડ માણસ શિક્ષા કર્યા વિના માનતો જ નથી.”
બે વાર મેં મારો અભિપ્રાય બતાવ્યા છતાં પણ તું ફુટ રીતે સમજી શક્યો નહિ, તેથી બીજે ઉપાય નહિ હોવાથી આવી ચેષ્ટા મારે કરવી પડી છે, તેમાં મારે દેષ નથી. હવે હું મારા પિતાને છેતરીને દ્રવ્ય લાવી છું. તે દ્રવ્ય વડે કઈ ઠેકાણે જઈ