________________
સપ્તમ સ
૧૧૭
તે કનુ ફળ મેં જેવી રીતે અનુભવ્યું, તેવી રીતે હું તમારી પાસે કહું છું. હે સ્વામી ! સાંભળે. ક્રીડા કરવા માટે હું વનમાં ગયા, ત્યાં સુધીનું વૃત્તાંત તે તમે મારા સૈનિકા પાસેથી સાંભળ્યું છે. ત્યારપછીનું વૃત્તાંત હું ભૂપ! તમે સાંભળે.
તે નવી પ્રિયાને સતી તથા સ્નેહવાળી ધારી મે તેને હાથ પકડી વનમાં પ્રવેશ કર્યા. ત્યાં વારવાર કામની ચેષ્ટા અને પ્રિય વચનવડે તે મને મેાહ પમાડવા લાગી. ચંદનના સુગધથી મિશ્ર અને મધુર મલયાચળ પર્યંતના વાયુવડે તથા પાંદડાની શ્રેણિવડે નૃત્ય કરતી લતાએવડે મનહર અને કાયલના શબ્દવડે સુંદર એવા વૃક્ષાને જોઈ કામાતુર થયેલા હું ત્યાં ફરતા હતા, તેટલામાં કામને વશ થયેલી તેણીએ મને ગદગદ સ્વરે કહ્યું કે—
“ હે પ્રિય...! આ રમણીય માધવીલતાના મંડપમાં આપણે ક્ષણવાર રમીએ. ” તે સાંભળી મેં તેણીને સંમતિ આપી. એટલે તેણીએ પલ્લવની શય્યા કરી, તેમાં તેણીની સાથે મેં પ્રીતિના સારરૂપ કામક્રીડાનું સુખ અનુભવ્યું. ત્યારપછી ત્યાં કેટલાક વાંદરાએ ક્રીડા કરતા હતા તેને જોઈ તેણીએ મને કહ્યું કે—
“ હે સ્વામી ! જ્યારે મને પાપિણીને માંદગીને લીધે તમે મૂકીને ગયા, ત્યારે કેટલેક દિવસે દૈવાગે હું સારી થઈ, અને તમારા સંગના સુખથી ઠગાયેલી હાવાથી ખેદ પામી. તેવામાં એક દિવસ કોઈ પરિત્રાજિકા ભિક્ષાને માટે મારે ઘેર આવી, તેને મે જોઈ તેની ગાંઠે કાંઇક સુંદર ઔષધિ બાંધેલી હતી. તે જાણી ચતુર એવી મેં તેને ઇચ્છિત વસ્તુ આપી તેની ભક્તિ કરી. આ રીતે હંમેશાં તેની ભક્તિ કરવાથી તુષ્ટમાન થયેલી તેણીએ મને એક દિવસ કહ્યું કે
“તું હંમેશાં મારી ભક્તિ શા માટે કરે છે? મને કાંઈક કાય બતાવ, હું સવ કાર્ય કરવા સમર્થ છું” ત્યારે મેં તેને કહ્યું કે હે માતા ! મને કામને વ્યાધિ અતિ પીડા કરે છે, તેથી મને મારા પ્રિયને મેળાપ થાય તેવા ઉપાય કરી આપે।. ’ ત્યારે તે પરિવ્રાજિકાએ મને એક ઔષધિવાળું લાઢાનું કડું આપી કહ્યું કે—
:
“ આ કડું પાસે રાખવાથી તને કે તારા પતિને વિઘ્ન કે વ્યાધિ થશે નહિ. તેમ જ દુષ્ટ એવા તિય ઇંચ, મનુષ્ય અને દેવા વિગેરે પણ વિઘ્ન કરવા સમર્થ થશે નહિ. સાંભળી મેં હર્ષોંથી વ્યાપ્ત થઈ તેણીને પૂજી, નમસ્કાર કરી રજા આપી.
22
“ પછી હું પ્રિય તે કડાના પ્રભાવથી હું નીરાગી થઈ અને તમારા સંગમ પણુ પામી, પરંતુ તમેજ મારા નાથ છે, તેથી હું તમારૂં જ કલ્યાણ ઇચ્છુ" છું, તેથી કરીને